Rajkot: અગ્નિકાંડને લઈ સૌથી મોટા સમાચાર, રાજ્ય માનવ અધિકાર પંચની 'સાહેબો'ને નોટિસ
Rajkot: રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ મામલે કાર્યવાહી કરવામાં આવી રહીં છે. આ મામલે એસઆઈટીની પણ રચના કરવામાં આવી છે. અત્યારે રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં તપાસ અંગે સૌથી મોટા સમાચાર સામે આવ્યાં છે. મળતી વિગતો પ્રમાણે રાજ્ય માનવ અધિકાર પંચ દ્વારા 'સાહેબો'ને નોટિસ આપવામાં આવી છે. નોંધનીય છે કે, રાજ્ય માનવ અધિકાર પંચે પોલીસ કમિશનર, મ્યુનિ. કમિશનરને નોટિસ ફટકારી છે. વધારે વિગતે વાત કરવામાં આવે તો અધિકારીઓને નોટિસ પાઠવીને જવાબદાર અધિકારીઓ અંગે પંચે રિપોર્ટ માગ્યો છે.
રાજ્યના અલગ અલગ શહેરોના અધિકારી અંગે અહેવાલ મંગાવાયા
સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે રાજ્યના અલગ અલગ શહેરોના અધિકારી અંગે અહેવાલ માગવામાં આવ્યો છે. આ સાથે સાથે મંજૂરી વિના ગેરકાયદે ચાલતા ગેમઝોનની પણ માહિતી મંગાવામાં આવી છે. તેની સાથે જ્યા ફાયરની NOC ન હોય તેવા ગેમઝોનની વિગતો માગી તપાસના આદેશ કરવામાં આવી છે. નોંધનીય છે કે, રાજકોટ અગ્નિકાંડ બાદ રાજ્યમાં તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે.અત્યારે રાજ્ય માનવ અધિકાર મંચ પણ કડક પગલા લઈ રહ્યું છે. રાજ્ય માનવ અધિકાર મંચ અત્યારે રાજ્યના અલગ અલગ કચેરીઓને નોટિસ ફટકારવામાં આવી છે.
રાજ્ય સરકારે અગ્નિકાંડ મામલે આપ્યા તપાસ આદેશ
નોંધનીય છે કે, રાજકોટમાં અત્યારે અનેક શહેરમાં કાર્યવાહી કરવામાં આવી રહીં છે. રાજ્ય સરકાર દ્વારા આ અંગે તપાસ આદેશ પણ આપવામાં આવ્યા છે. તમને જણાવી દઇએ કે, ગુજરાત હાઇકોર્ટે દ્વારા ગઇકાલે સુનાવણી દરમિયાન રાજ્ય સરકાર અને તંત્રને લઈને કહ્યું કે, અમને તેમના પર ભરોસો જ નથી. નોંધનીય છે કે, ગુજરાત હાઈકોર્ટને રાજ્ય સરકાર તરફ પોતાનું આકરૂ વલણ દાખવ્યું છે. આ સાથે કોર્ડ અનેક વિગતો જણાવવા માટે પણ આદેશો કર્યા છે. તમને જણાવી દઇએ કે, રાજ્યમાં બનેલ આ અગ્નિકાંડમાં અનેક લોકોના જીવ લઈને ગયા છે. જેથી રાજ્યમાં તપાસનો ધમધમાટ શરૂ થયો છે.