Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Punjab : રાજ્યપાલ બનવારીલાલ પુરોહિતે આપ્યું રાજીનામું, રાષ્ટ્રપતિને પત્ર લખી કહી આ વાત

પંજાબની (Punjab) એક મોટા સમાચાર આવ્યા છે. પંજાબના રાજ્યપાલ બનવારીલાલ પુરોહિતે (Banwarilal Purohit) તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. માહિતી મુજબ, રાજ્યપાલ બનવારીલાલ પુરોહિતે પોતાનું રાજીનામું રાષ્ટ્રપતિને મોકલી દીધું છે. તેમને પોતાના અંગત કારણોસર આ રાજીનામું આપ્યું હોવાની માહિતી...
punjab   રાજ્યપાલ બનવારીલાલ પુરોહિતે આપ્યું રાજીનામું  રાષ્ટ્રપતિને પત્ર લખી કહી આ વાત

પંજાબની (Punjab) એક મોટા સમાચાર આવ્યા છે. પંજાબના રાજ્યપાલ બનવારીલાલ પુરોહિતે (Banwarilal Purohit) તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. માહિતી મુજબ, રાજ્યપાલ બનવારીલાલ પુરોહિતે પોતાનું રાજીનામું રાષ્ટ્રપતિને મોકલી દીધું છે. તેમને પોતાના અંગત કારણોસર આ રાજીનામું આપ્યું હોવાની માહિતી હાલ સામે આવી છે.

Advertisement

પંજાબના રાજ્યપાલ બનવારીલાલ પુરોહિતે (Banwarilal Purohit) તેમના પદ પરથી રાજીનામું આપીને રાષ્ટ્રપતિને મોકલી દીધું હોવાની માહિતી સામે આવી છે. અહેવાલ અનુસાર, તેમણે આ રાજીનામું અંગત કારણોસર આપ્યું છે. બનવારીલાલ પુરોહિતે એક પત્ર લખીને કહ્યું કે, પોતાના અંગત કારણોસર અને અમુક પ્રતિબદ્ધતાઓના લીધે, હું પંજાબના રાજ્યપાલ અને કેન્દ્ર શાસિત પ્રદેશ ચંડીગઢના એડમિનિસ્ટ્રેટરના પદથી પોતાનું રાજીનામું આપી રહ્યો છું.

Advertisement

જણાવી દઈએ કે, ઓગસ્ટ, 2021 માં બનવારીલાલ પુરોહિતે પંજાબના રાજ્યપાલ (Punjab Governor) તરીકે શપથ લીધા હતા. બનવારીલાલ પુરોહિત ત્રણ વખત લોકસભા સાંસદ રહી ચૂક્યા છે. સાફ સુથરી છબી ધરાવનાર પુરોહિતની ઓળખ એક જાણીતા શિક્ષણશાસ્ત્રી, લોકપ્રિય સામાજિક કાર્યકર્તા અને રાષ્ટ્રવાદી વિચારક તરીકે થાય છે. તેમની પાસે જાહેર જીવનમાં ચાર દાયકાથી પણ વધુનો અનુભવ છે. 16 એપ્રિલ, 1940 માં જન્મેલા પુરોહિતે બિશપ કોટન સ્કૂલ, નાગપુર અને રાજસ્થાનમાંથી (Rajasthan) શાળાકીય શિક્ષણ મેળવ્યું હતું.

તેમણે નાગપુર યુનિવર્સિટીમાંથી કોમર્સની ડિગ્રી મેળવી હતી. તેમણે સાલ 1978માં નાગપુર પૂર્વ મતવિસ્તારમાંથી અને 1980માં નાગપુર દક્ષિણ મતવિસ્તારમાંથી વિધાનસભા ચૂંટણી જીતી હતી. 1982 માં, તેમણે મહારાષ્ટ્ર સરકારમાં શહેરી વિકાસ, ઝૂંપડપટ્ટી સુધારણા અને આવાસ રાજ્યમંત્રી તરીકે સેવા આપી હતી. તેઓ 1984, 1989 અને 1996 માં ત્રણ વખત નાગપુર લોકસભા બેઠક પરથી સાંસદ હતા અને સૌથી વધુ પ્રશ્નો સાથે સૌથી વધુ સક્રિય લોકસભા સાંસદ તરીકે ચૂંટાયા હતા.

Advertisement

આ પણ વાંચો - World Cancer Day : આવતીકાલે વિશ્વ કેન્સર દિવસ, 2022માં 14.1 લાખથી વધુ કેસ નોંધાયા, 9.16 લાખના મોત

Tags :
Advertisement

.