Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વડોદરાની ક્ષમા બિંદુના 'સ્વ' સાથે લગ્ન કરાવવા પંડિતોનો ઇન્કાર

પોતાની સાથે જ લગ્ન કરવાનો વિચાર રજૂ કરનારી વડોદરાની ક્ષમા બિંદુના લગ્ન પર પંડિતોનું ગ્રહણ લાગ્યું છે. શાસ્ત્રોમાં 'સ્વ વિવાહ'નો ઉલ્લેખ ના હોવાનું જણાવી 25 જેટલા પંડિતોએ લગ્ન વિધી કરાવાની ના પાડી દેતાં ક્ષમા બિંદુના લગ્ન હવે શાસ્ત્રોક્ત વિધીથી થશે કે કેમ તેના પર સહુની નજર મંડાઇ છે. હવે ઓનલાઇન લગ્ન વિધી જોઇને લગ્ન કરવા ક્ષમા બિંદુએ નક્કી કર્યું છે. વડોદરાની ક્ષમા બિંદુ નામની યુવતà
વડોદરાની ક્ષમા બિંદુના  સ્વ  સાથે લગ્ન કરાવવા પંડિતોનો ઇન્કાર
પોતાની સાથે જ લગ્ન કરવાનો વિચાર રજૂ કરનારી વડોદરાની ક્ષમા બિંદુના લગ્ન પર પંડિતોનું ગ્રહણ લાગ્યું છે. શાસ્ત્રોમાં 'સ્વ વિવાહ'નો ઉલ્લેખ ના હોવાનું જણાવી 25 જેટલા પંડિતોએ લગ્ન વિધી કરાવાની ના પાડી દેતાં ક્ષમા બિંદુના લગ્ન હવે શાસ્ત્રોક્ત વિધીથી થશે કે કેમ તેના પર સહુની નજર મંડાઇ છે. હવે ઓનલાઇન લગ્ન વિધી જોઇને લગ્ન કરવા ક્ષમા બિંદુએ નક્કી કર્યું છે. 
વડોદરાની ક્ષમા બિંદુ નામની યુવતીએ પોતાની સાથે જ લગ્ન કરવાની જાહેરાત કરતાં ચારે તરફ આ લગ્નની ચર્ચા ચાલી રહી છે. આ લગ્ન સામે વિરોધના સૂર પણ ઉઠી રહ્યા છે તો ઘણા લોકોએ તેને સમર્થન પણ આપ્યું છે. જો કે લોકોની ચર્ચાની પરવા કર્યા વગર જ ક્ષમા બિંદુએ પોતાના લગ્નની તૈયારીઓ શરુ કરી દીધી હતી. તેણે પોતાના લગ્નના કપડાંની ખરીદી સહિત તમામ તૈયારીઓ તેણે કરી લીધી છે. 
જો કે હવે લગ્નમાં ગ્રહણ લાગ્યું છે. ક્ષમા બિંદુના લગ્નમાં નવી સમસ્યા આવી છે. યુવતીએ અત્યાર સુધી 25 પંડિતોનો  લગ્ન કરાવવા માટે સંપર્ક કર્યો છે પરંતુ એક પણ પંડિત લગ્ન કરાવવા તૈયાર થયો નથી. 
પંડિતો એ કહ્યું કે 'સ્વ વિવાહ'ની વિધિનો શાસ્ત્રોમાં કોઇ ઉલ્લેખ જ નથી, તેથી જે વિધિ જ અસ્તિત્વમા નથી એવી વિધિ કરીને અમે છેતરપિંડી કરવા માગતા નથી. 
લગ્ન માટે પંડિતોએ ઇન્કાર કરી દેતાં આ સમસ્યાના ઉકેલ માટે ક્ષમા બિંદુએ પ્રયાસો શરુ કર્યા છે અને તે મુજબ તે હવે લગ્ન વિધિના ઓનલાઇન વિડિયો જોઈ ક્ષમા ખુદ જ પોતાની સાથે લગ્ન કરશે. 
હવે તે લગ્નની તમામ વિધી જેમકે મહેંદી, હલ્દી અને લગ્નની પરંપરા અનુસાર ઓનલાઇન લગ્ન વિધિ પૂર્ણ કરશે. તેણે લગ્ન માટે  7 હજાર ના કપડા ખરીદ્યા છે અને  કુલ 10 હજાર માં લગ્ન વિધિ પૂર્ણ કરશે. 
 જો કે વિવાદ ન થાય એટલા માટે ક્ષમા બિંદુએ  લગ્ન નું સ્થળ જાહેર નથી કર્યું. આ લગ્ન અંગે લોકો મજાક ઉડાવતા હોવાથી ક્ષમા છેલ્લા 3દિવસથી ઘરમાં જ રહેવા મજબૂર બની છે. ઉલ્લેખનિય છે તે તેણે લગ્ન કરાવવા મંદિર નક્કી કર્યું હતું પણ સ્થાનિક નેતાએ વિરોધ કર્યો હતો. 
લગ્ન બાદ મેરેજ રજિસ્ટ્રેશન કરાવવાની પણ ક્ષમા બિંદુની ઇચ્છા છે. 
Advertisement
Tags :
Advertisement

.