Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Prithvi Shaw થયો ઈમોશનલ, મુંબઈની ટીમમાંથી બહાર થતાં કહી આ વાત

પૃથ્વીનો 'શો' ટૂર્નામેન્ટમાં રહ્યો ફ્લોપ ઈમોશનલ મુંબઈની ટીમમાંથી બહાર થતાં કહી આ વાત ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક ઈમોશનલ પોસ્ટ Prithvi Shaw Post:હાલમાં ટીમ ઈન્ડિયાના ઓપનિંગ બેટ્સમેન પૃથ્વી શો (Prithvi Shaw Post)સાથે કંઈ પણ ઠીક નથી થઈ રહ્યું. સૈયદ મુશ્તાક...
prithvi shaw થયો ઈમોશનલ  મુંબઈની ટીમમાંથી બહાર થતાં કહી આ વાત
Advertisement
  • પૃથ્વીનો 'શો' ટૂર્નામેન્ટમાં રહ્યો ફ્લોપ ઈમોશનલ
  • મુંબઈની ટીમમાંથી બહાર થતાં કહી આ વાત
  • ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક ઈમોશનલ પોસ્ટ

Prithvi Shaw Post:હાલમાં ટીમ ઈન્ડિયાના ઓપનિંગ બેટ્સમેન પૃથ્વી શો (Prithvi Shaw Post)સાથે કંઈ પણ ઠીક નથી થઈ રહ્યું. સૈયદ મુશ્તાક અલી ટુર્નામેન્ટમાં ફ્લોપ રહ્યા બાદ પૃથ્વી શોની ટીકા થઈ રહી છે. ઓપનિંગ બેટ્સમેનને વિજય હજારે ટૂર્નામેન્ટ માટે મુંબઈની ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નથી, જેના પછી શો સંપૂર્ણપણે તૂટી ગયો છે. તેને પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક ઈમોશનલ પોસ્ટ લખી છે.

Advertisement

પૃથ્વી શો થયો ભાવુક

મુંબઈએ વિજય હજારે ટ્રોફી માટે તેની 17 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. પરંતુ શોને આ ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નથી, જે બાદ ઓપનિંગ બેટ્સમેને તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક ઈમોશનલ પોસ્ટ શેર કરી છે. શોએ લખ્યું છે કે “ભગવાન, કૃપા કરીને મને કહો કે મારે બીજું શું જોવાનું છે. 65 ઈનિંગ્સમાં 55.7ની એવરેજ અને 126ની સ્ટ્રાઇક રેટથી 3399 રન. શું હું સારું નથી કરી રહ્યો, પરંતુ મારો વિશ્વાસ તમારામાં રહેશે અને મને આશા છે કે લોકો હજુ પણ મારા પર વિશ્વાસ કરશે, કારણ કે હું ચોક્કસપણે કમબેક કરીશ. ઓમ સાંઈ રામ.”

Advertisement

Advertisement

આ પણ  વાંચો -KL Rahul એ જણાવ્યો ઓસ્ટ્રેલિયામાં રન બનાવવાનો ફોર્મુલા, જાણો શું કહ્યું!

T20 ટૂર્નામેન્ટમાં રહ્યો ફ્લોપ

સૈયદ મુશ્તાક અલી ટૂર્નામેન્ટમાં પૃથ્વી શોનું પ્રદર્શન કંઈ ખાસ ન હતું. મુંબઈ તરફથી રમતા શોએ 9 મેચમાં 156ના સ્ટ્રાઈક રેટથી માત્ર 197 રન બનાવ્યા હતા. શો આખી ટૂર્નામેન્ટમાં એક પણ અડધી સદી ફટકારી શક્યો ન હતો. આ જ કારણ છે કે વિજય હજારે ટૂર્નામેન્ટ માટે આ વખતે શોને ટીમમાં તક આપવામાં આવી નથી. ખરાબ ફોર્મની સાથે, શો તેના વધતા વજન અને ફિટનેસ સાથે પણ સંઘર્ષ કરી રહ્યો છે. આ સાથે જ શો વિરુદ્ધ કેટલાક સમાચાર પણ સામે આવ્યા હતા કે તે અનુશાસનમાં નથી.

આ પણ  વાંચો -IND vs AUS 3rd Test Day 4 Scorecard LIVE: બુમરાહ-આકાશદીપે ગાબામાં ફોલોઓનથી બચાવ્યા

શ્રેયસ અય્યર રહેશે કેપ્ટન

શ્રેયસ અય્યર, જેણે મુંબઈને સૈયદ મુશ્તાક અલી ટૂર્નામેન્ટમાં પોતાની કપ્તાનીમાં ખિતાબ અપાવ્યો હતો, તેની પણ વિજય હજારેની ટીમના કેપ્ટન તરીકે નિમણૂક કરવામાં આવી છે. ઐય્યરે સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન તેની કેપ્ટનશિપથી પ્રભાવિત કર્યું. આ સિવાય બેટ સાથે તેનું પ્રદર્શન પણ શાનદાર હતું. 8 ઈનિંગ્સમાં અય્યરે 188ના સ્ટ્રાઈક રેટથી રમતા 345 રન બનાવ્યા હતા.

Tags :
Advertisement

Trending News

.

×