Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પ્રશાંત કિશોર છે પટનામાં, છતાં નથી થઇ રહી CM નીતીશકુમાર સાથે મુલાકાત, જાણો કારણ

રાજનીતિક રણનીતિકાર પ્રશાંત કિશોર કોની પાર્ટીમાં જોડાય છે તે ચર્ચાઓ છેલ્લા ઘણા સમયથી ચાલી રહી હતી. જોકે, આ વાતને ત્યારે વિરામ મળ્યો જ્યારે પ્રશાંત કિશોરે પોતે ટ્વીટ કરીને જણાવ્યું. ગત મહીને જ પ્રશાંત કિશોરે ટ્વીટ કરી કોંગ્રેસમાં નથી જોડાઇ રહ્યા તે અંગે ખુલાસો કર્યો હતો. હવે તે હાલમાં બિહારના પ્રવાસે છે. તે બે દિવસથી પટનામાં છે. તેમ છતા તે રાજ્યના મુખ્યમંત્રીને મળ્યા નથી. પ્રશાંàª
પ્રશાંત કિશોર છે પટનામાં  છતાં નથી થઇ રહી cm નીતીશકુમાર સાથે મુલાકાત  જાણો કારણ
રાજનીતિક રણનીતિકાર પ્રશાંત કિશોર કોની પાર્ટીમાં જોડાય છે તે ચર્ચાઓ છેલ્લા ઘણા સમયથી ચાલી રહી હતી. જોકે, આ વાતને ત્યારે વિરામ મળ્યો જ્યારે પ્રશાંત કિશોરે પોતે ટ્વીટ કરીને જણાવ્યું. ગત મહીને જ પ્રશાંત કિશોરે ટ્વીટ કરી કોંગ્રેસમાં નથી જોડાઇ રહ્યા તે અંગે ખુલાસો કર્યો હતો. હવે તે હાલમાં બિહારના પ્રવાસે છે. તે બે દિવસથી પટનામાં છે. તેમ છતા તે રાજ્યના મુખ્યમંત્રીને મળ્યા નથી. 
પ્રશાંત કિશોર પટનામાં બિનરાજકીય લોકોને મળી રહ્યા છે અને પટના યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથેની તેમની મુલાકાતની તસવીરો પણ સોમવારે સાંજે સામે આવી છે. મહત્વનું છે કે, ઈદના અવસર પર પટના ગાંધી મેદાનમાં પહોંચેલા મુખ્યમંત્રી નીતિશ કુમારને જ્યારે પ્રશાંત કિશોરની રાજકીય ઈનિંગ શરૂ કરવા અંગે સવાલ કરવામાં આવ્યો તો તેમણે તેના પર મૌન સેવ્યું અને સવાલને હાથ જોડીને છોડી દીધો. સ્વાભાવિક છે કે, પ્રશાંત કિશોરને લઈને નીતિશ કુમારે જે પ્રકારની પ્રતિક્રિયા આપી છે. આના પરથી સ્પષ્ટ થાય છે કે નીતીશ કુમારને ચૂંટણી રણનીતિકારની ચિંતા નથી. નીતિશ કુમારને પ્રશાંત કિશોરની ખૂબ નજીક માનવામાં આવે છે. ઘણી વખત પ્રશાંત કિશોરે પણ તેમની સાથેના સારા સંબંધો વિશે વાત કરી છે. સોમવારે પ્રશાંત કિશોરે જાહેરાત કરી હતી કે, તેઓ બિહારથી પોતાની રાજકીય ઈનિંગ્સ શરૂ કરવા જઈ રહ્યા છે. જેના માટે પ્રશાંત કિશોરે પોતાની નવી રાજકીય પાર્ટી જન સૂરજ બનાવવાની જાહેરાત કરી છે. બિહારના તમામ રાજનેતાઓએ તેમની નવી પાર્ટીને લઈને પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. 
દિલ્હીમાં એકબીજાને મળેલા નીતિશ કુમાર અને પ્રશાંત કિશોર હજુ સુધી પટનામાં સત્તાવાર રીતે મળ્યા નથી, જેના રાજકીય અર્થો પણ કાઢવામાં આવી રહ્યા છે. નિષ્ણાતોનું કહેવું છે કે, નીતીશ કુમાર અને પ્રશાંત કિશોર રવિવારે મળવાના હતા અને મીડિયાનો મોટો વર્ગ પણ તેની રાહ જોઈ રહ્યો હતો, પરંતુ મુખ્યમંત્રી અચાનક જ યોજનાનું નિરીક્ષણ કરવા માટે રવાના થઈ ગયા અને પ્રશાંત કિશોર મુખ્યમંત્રીના નિવાસસ્થાને જાય તેવી અપેક્ષા હતી. ઉપર મંગળવારે મુખ્યમંત્રીના નિવેદન બાદ સ્પષ્ટ થઈ ગયું છે કે બંને પક્ષોએ એકબીજાથી દૂરી લીધી છે. નિષ્ણાંતોનું એવું પણ માનવું છે કે પ્રશાંત કિશોર સાથે નીતીશ કુમારના અંગત સંબંધો હોઈ શકે છે, પરંતુ આજની સ્થિતિમાં તેમની મુલાકાતના રાજકીય પરિણામો જોવા મળશે. તેથી જ બંને સત્તાવાર રીતે મળવાનું ટાળી રહ્યા છે.
Advertisement
Tags :
Advertisement

.