Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

PORBANDAR : નગરમાં રંગેચંગે રામદેવજી મહારાજની પાલખી યાત્રા નિકળી

PORBANDAR : પોરબંદર (PORBANDAR) ખારવા સમાજ દ્રારા અષાઢી બીજના પાવન દિવસ નિમિતે પરંપરાગત રામદેવજી મહાપ્રભુજીની 75મી પાલખી યાત્રાનું આયોજન કરાયું હતું પોરબંદર રાજપૂત સમાજ દ્રારા માતાજીની ચુંદડી અને શકિત આશીર્વાદ સ્વરૂપે તરીકે તલવાર આપી તથા સાફો બાંધી યાત્રાનો પ્રારંભ કરાવ્યો...
porbandar   નગરમાં રંગેચંગે રામદેવજી મહારાજની પાલખી યાત્રા નિકળી

PORBANDAR : પોરબંદર (PORBANDAR) ખારવા સમાજ દ્રારા અષાઢી બીજના પાવન દિવસ નિમિતે પરંપરાગત રામદેવજી મહાપ્રભુજીની 75મી પાલખી યાત્રાનું આયોજન કરાયું હતું પોરબંદર રાજપૂત સમાજ દ્રારા માતાજીની ચુંદડી અને શકિત આશીર્વાદ સ્વરૂપે તરીકે તલવાર આપી તથા સાફો બાંધી યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો છે.મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા યાત્રામાં જોડાયા હતા.

Advertisement

ખારવા સમાજની 210 વર્ષ જુની પરંપરા

પોરબંદર ખારવા સમાજના આરાધ્ય દેવ રામદેવજી મહાપ્રભુજી મહારાજની 210 વર્ષ જૂની પરંપરા આજે જાળવી રાખી છે. 75વર્ષથી પોરબંદર ખારવા સમાજ દ્વારા પાલખી યાત્રાનું આયોજન કરવામાં આવે છે.આજે આયોજીત પાલખી યાત્રામાં ગુજરાત ખારવા સમાજના પ્રમુખ અને પોરબંદર સમસ્ત ખારવા જ્ઞાતિના વાણોટ પવનભાઈ શિયાળે પરંપરાગત પહેરવેશમાં સાફો ધારણ કરી રામદેવજી મહારાજના મંદિરે દર્શન કરી પાલખી યાત્રા પ્રસ્થાન કરાવી હતી.

Advertisement

રાજપૂત દ્વારા શક્તિ સ્વરુપે તલાવર, ચુંદડી આપી

જ્યારથી ખારવા સમાજ રામદેવજી મહાપ્રભુજીની પાલખી યાત્રાનું આયોજન કરે છે ત્યારથી રાજવી પરિવાર અને રાજપૂત સમાજ ખારવા સમાજના નવનિયુક્ત પ્રમુખને (વાણોટ)ને માતાજીની ચુંદડી અને શક્તિ સ્વરુપે તલવાર અને સન્માન અર્થે સાફો બાંધવામાં આવે છે.એજ રીતે આજે આષાઢી બીજના પાવન પર્વે નિમિતે રાજપૂત સમાજ પ્રમુખ રાજભા જેઠવા તથા રાજપૂત સમાજના અગ્રણીઓએ ખારવા સમાજના વાણોટ પવનભાઇ શિયાળને માતાજીની ચુંદડી અને શક્તિ સ્વરુપે તલવાર અને સન્માન અર્થે સાફો બાંધવામાં આવ્યો હતો ત્યાર બાદ રામદેવજી મહારાજની પાલખી યાત્રા -શોભાયત્રાનો શુભારંભ કરવામા આવ્યો હતો. આજના દિવસે અનેક ફોલ્ટસ અને અખાડા ના બાળકો એ વિવિધ કરબત બતાવ્યા હતા પોલીસે પણ કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવી હતી.આજના દિવસે સમસ્ત ખારવા સમાજ પોતાના વ્યવસાય ધંધા બંધ રાખી પાલખી યાત્રા માં જોડાય છે.

અહેવાલ - કિશન ચૌહાણ, પોરબંદર

Advertisement

આ પણ વાંચો -- KUTCH : નવા વર્ષની વડાપ્રધાન અને મુખ્યમંત્રીએ શુભકામના પાઠવી

Tags :
Advertisement

.