Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

PMJAY Protest Update: PMJAY યોજના સાથે સંકળાયેલી ખાનગી હોસ્પીટલોએ ચાર દિવસની હડતાલ ખેંચી પાછી

PMJAY Protest Update: PMJAY Hospital ને પડતી મુશ્કેલીઓના નિરાકરણ માટે રાજ્ય સરકાર દ્વારા પગલા લેવામાં આવ્યા. આ પડકાર સામે PMJAY Empanelled private hospitals Gujarat દ્વારા કરવામાં આવેલી રજૂઆતના અનુસંધાને પ્રશ્નોનોના ત્વરિત ઉકેલ મેળવવામાં આવ્યા છે. તારીખ 24 ફેબ્રુ. ના રોજ...
pmjay protest update  pmjay યોજના સાથે સંકળાયેલી ખાનગી હોસ્પીટલોએ ચાર દિવસની હડતાલ ખેંચી પાછી

PMJAY Protest Update: PMJAY Hospital ને પડતી મુશ્કેલીઓના નિરાકરણ માટે રાજ્ય સરકાર દ્વારા પગલા લેવામાં આવ્યા. આ પડકાર સામે PMJAY Empanelled private hospitals Gujarat દ્વારા કરવામાં આવેલી રજૂઆતના અનુસંધાને પ્રશ્નોનોના ત્વરિત ઉકેલ મેળવવામાં આવ્યા છે.

Advertisement

તારીખ 24 ફેબ્રુ. ના રોજ કેન્દ્રીય આરોગ્ય મંત્રી (Central Health Minister) ડોક્ટર મનસુખ માંડવીયા, રાજ્યના આરોગ્ય મંત્રી (State Health Minister) ઋષિકેશ પટેલ, Principal Health Secretary ધનંજય દ્વિવેદી, Commissioner of Health હર્ષદ પટેલ, PMJAY યોજનાના અધિકારી ડોક્ટર શૈલેષ આનંદ , ઓરિએન્ટલ અને બજાજ ઇન્સ્યોરન્સના અધિકારીઓ તથા હોસ્પિટલ એસોસિએશન PEPHAG ના સભ્યો વચ્ચે એક મહત્વની મીટીંગ યોજાઇ હતી. આ મિટિંગમાં આઈ .એમ .એ.ગુજરાતના સેક્રેટરી અને AMA ના પ્રેસિડેન્ટ ડોક્ટર મેહુલ શાહ તથા ડોક્ટર તુષાર પટેલ સાહેબ પણ હાજર રહ્યા હતા.

આ મિટિંગમાં આગળની પોલીસી તથા ચાલુ પોલીસીના બાકી રહેલા નાણાની ચુકવણી અને અન્ય પ્રશ્નોના કાયમી ઉકેલ માટે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. સરકાર તરફથી આ બધી જ મુશ્કેલીઓનું નિરાકરણ લાવી દરેક દર્દીઓને પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપથી ઉત્તમ સારવાર મળી રહે એ માટે સતત પ્રયત્નશીલ છે એવું જણાવવામાં આવ્યું છે.

Advertisement

  • કેન્દ્રીય અને રાજ્ય અધિકારીઓની બેઠક યોજાઈ
  • અધિકારીઓ દ્વારા કાયમી પ્રશ્નોનું નિરાકરણ મેળવાયું
  • નાંણા ચુકવણીની માહિતી મેઈલ દ્વારા મળશે
  • ક્લેમ દ્વારા ઉદભવેલા પ્રશ્નોનું નિરાકરણ મેળવાશે
  • PMJAY યોજના હોસ્પિટલોમાં ફરી કાર્યરત થશે

તેના અનુસંધાને કેન્દ્ર અને રાજ્યના આરોગ્ય મંત્રીઓએ PMJAY હોસ્પિટલના બાકી પેમેન્ટનો પેશન્ટ વાઇઝ ડેટા દરેક હોસ્પિટલને બે ત્રણ દિવસમાં ઈમેલ દ્વારા મોકલવામાં આવશે. તે ઉપરાંત 1 માર્ચ સુધીમાં તેમના બાકી નાણાંની ચુકવણી પણ કરી આપવામાં આવશે એવી બાહેંધરી આપી હતી.

Advertisement

ક્લેમ દ્વારા ઉદભવેલા પ્રશ્નોનું નિરાકરણ મેળવાશે

PMJAY યોજના હેઠળની હોસ્પિટલોના કન્વીનર ડોક્ટર રમેશ ચૌધરીએ જણાવ્યું હતું કે, આ ઉપરાંત ક્લેમ વખતે કરવામાં આવતા રિજેક્શન, ડીડક્શન અને અન્ય પ્રશ્નોના ઉકેલ માટે તાત્કાલિક રીતે સમસ્યાનું નિરાકરણ આવે એ માટે સ્ટેટ હેલ્થ ઓથોરિટી તથા PEPHAG ના સભ્યોની વચ્ચે નિયમિત મિટિંગો કરી પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવશે.

PMJAY યોજના હોસ્પિટલોમાં ફરી કાર્યરત થશે

આ રીતે PMJAY યોજનાને વધુ ને વધુ કાર્યક્ષમ બનાવવાની બાહેધરી આપવામાં આવી છે. આથી PEPHAG ના સભ્યો દ્વારા સરકારની આ પહેલને લીધે બધા જ પ્રશ્નોનું નિરાકરણ જલ્દી આવી જશે. દરેક હોસ્પિટલ નિયમિતપણે PMJAY યોજના હેઠળ 26 થી 29 ફેબ્રુઆરી દરમિયાન પણ સારવાર ચાલુ જ રાખશે એવું જાહેર કર્યુ છે.

અહેવાલ સંજ્ય જોશી

આ પણ વાંચો: Una Todkand : PI નિલેશ ગોસ્વામી આ રીતે ચલાવતો હતો તોડબાજીનું નેટવર્ક, વાંચો સંપૂર્ણ અહેવાલ

Tags :
Advertisement

.