Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

PM Modi ને ઝેલેન્સકીએ કેમ કહ્યું Thank You

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસની અમેરિકાની મુલાકાત પૂર્ણ કરીને દિલ્હી જવા રવાના PM મોદીએ ન્યૂયોર્કમાં યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી સાથે મુલાકાત કરી ઝેલેન્સકીએ શાંતિના પ્રયાસો માટે આભાર માન્યો પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસે કહ્યું કે ભારત ગાઝાની સમસ્યાના ઉકેલમાં ભૂમિકા ભજવી...
pm modi ને ઝેલેન્સકીએ કેમ કહ્યું thank you
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસની અમેરિકાની મુલાકાત પૂર્ણ કરીને દિલ્હી જવા રવાના
  • PM મોદીએ ન્યૂયોર્કમાં યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી સાથે મુલાકાત કરી
  • ઝેલેન્સકીએ શાંતિના પ્રયાસો માટે આભાર માન્યો
  • પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસે કહ્યું કે ભારત ગાઝાની સમસ્યાના ઉકેલમાં ભૂમિકા ભજવી શકે

PM Modi met Zelensky : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસની અમેરિકાની મુલાકાત પૂર્ણ કરીને દિલ્હી જવા રવાના થયા છે. તેમની મુલાકાત દરમિયાન તેમણે ન્યુયોર્કમાં યુનાઈટેડ નેશન્સ ખાતે ક્વાડ લીડર્સ સમિટ અને સમિટ ઓન ધ ફ્યુચર (SOTF)માં ભાગ લીધો હતો. આ સાથે તેમણે તેમની મુલાકાત દરમિયાન કેટલીક મોટી દ્વિપક્ષીય બેઠકો પણ યોજી હતી. PM મોદીએ ન્યૂયોર્કમાં યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી સાથે મુલાકાત (PM Modi met Zelensky) કરી હતી. આ દરમિયાન ઝેલેન્સકીએ શાંતિના પ્રયાસો માટે આભાર માન્યો હતો. તે જ સમયે, પીએમ મોદીને મળ્યા બાદ પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસે કહ્યું કે ભારત ગાઝાની સમસ્યાના ઉકેલમાં ભૂમિકા ભજવી શકે છે.

Advertisement

યુક્રેનના રાષ્ટ્રપતિ સાથે દ્વિપક્ષીય બેઠક

પીએમ મોદી અને યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી વચ્ચે એક મહિનામાં આ બીજી મુલાકાત હતી. પીએમ મોદીએ 23 ઓગસ્ટે યુક્રેનની મુલાકાત લીધી હતી. આ દરમિયાન ભારતે રશિયા અને યુક્રેન વચ્ચે શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે દરેક સંભવિત રીતે યોગદાન આપવાની ઈચ્છાનો પુનરોચ્ચાર કર્યો હતો. સોમવારે યોજાયેલી બેઠકની શરૂઆત ઝેલેન્સકી દ્વારા કરવામાં આવી હતી. મીટિંગ દરમિયાન પીએમ મોદીએ ઝેલેન્સકીને કહ્યું કે યુદ્ધને લઈને ઘણા દેશોના નેતાઓ સાથે વાતચીત થઈ છે અને દરેકનું માનવું છે કે યુદ્ધ સમાપ્ત થવું જોઈએ. સોમવારે બંને નેતાઓ વચ્ચે ખાસ મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. પીએમ મોદી રશિયા અને યુક્રેન વચ્ચે શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે પુતિન અને બિડેન સહિત તમામ પક્ષોના સંપર્કમાં છે. તે જ સમયે, ઝેલેન્સકીએ પીએમ મોદીની આ પહેલનો આભાર માન્યો છે.

Advertisement

આ પણ વાંચો----PM MODI એ કરી નાખ્યો આ મોટો સોદો...જે પરમાણુ કરાર કરતા પણ સૌથી મોટો..

વિયેતનામના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત

Advertisement

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA) ની બાજુમાં વિયેતનામના રાષ્ટ્રપતિ તો લામને પણ મળ્યા હતા અને બંને દેશો વચ્ચેના સંબંધોને વધારવા અને કનેક્ટિવિટી, વેપાર અને સંસ્કૃતિ જેવા ક્ષેત્રોમાં સહયોગ વધારવાના માર્ગો પર ચર્ચા કરી હતી. પીએમ મોદીએ 'X' પર લખ્યું, "વિયેતનામના રાષ્ટ્રપતિ ટૂ લેમને મળ્યા. અમે ભારત-વિયેતનામ મિત્રતાના સંપૂર્ણ પરિમાણ પર ચર્ચા કરી. અમે કનેક્ટિવિટી, વેપાર, સંસ્કૃતિ અને અન્ય ક્ષેત્રોમાં સહયોગ વધારવા માટે આતુર છીએ."

ગાઝામાં માનવતાવાદી પરિસ્થિતિ પર ઊંડી ચિંતા

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે લખ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર સભામાં વિયેતનામના રાષ્ટ્રપતિ ટો લામ સાથે મુલાકાત કરી હતી. બંને નેતાઓએ વ્યાપક રણનિતીક ભાગીદારીને વધારવાના પ્રયાસોની ચર્ચા કરી. અગાઉ, પીએમ મોદીએ પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસને મળ્યા હતા અને ગાઝામાં માનવતાવાદી પરિસ્થિતિ પર ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી અને આ ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતાની તાત્કાલિક પુનઃસ્થાપના માટે ભારતના સમર્થનની પુનઃપુષ્ટિ કરી હતી.

આ પણ વાંચો---PM Modi US Visit : 'આતંકવાદ વિશ્વ માટે ગંભીર ખતરો...', PM મોદીએ UN માં ઉઠાવ્યો મુદ્દો

Tags :
Advertisement

.