સૌરાષ્ટ્ર-કચ્છમાં PGVCLને મોટી સફળતા, ઝડપાઇ કરોડોની વીજચોરી
- સૌરાષ્ટ્ર-કચ્છમાં PGVCLને મોટી સફળતા
- ડિસેમ્બર મહિનામાં 28.97 કરોડની વીજ ચોરી
- pgvcl દ્વારા દરોડા પાડવામાં આવ્યા
PGVCL Drive : સૌરાષ્ટ્ર-કચ્છમાં મોટાપાયે વીજચોરી ઝડપાઇ છે. વાસ્તવમાં સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં વીજચોરી પકડવા ડ્રાઇવ (PGVCL Drive) યોજાઇ હતી. આ તરફ PGVCL ટીમે ડિસેમ્બર મહિનામાં કુલ 28.97 કરોડની વીજ ચોરી પકડી પડી હોવાનું સામે આવ્યું છે. આ સાથે કુલ 7668 વીજ જોડાણો વિરૂધ્ધ કાર્યવાહી કરી 28.97 કરોડની ચોરી પકડી હોવાનું ખૂલ્યું છે.
રાજ્યમાં વીજચોરીને લઈ મોટી કાર્યવાહી
રાજ્યમાં વીજચોરીને લઈ મોટી કાર્યવાહી સામે આવી છે. વિફતો મુજબ સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં વીજચોરી પકડવા યોજવામાં આવેલ ડ્રાઇવમાં વાયરથી મીટર બાયપાસ, ટેરીફ ચેન્જ, લોડ વધારો વગેરે ગેરરીતી સામે આવી હતી. જેમાં ડિસેમ્બર મહિનામાં PGVCL ટીમે ડિસેમ્બર મહિનામાં કુલ 28.97 કરોડની વીજ ચોરી પકડી છે. જામનગર જિલ્લામાં પીજીવીસીએલ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં જામનગરના લખાબાવળ, સરમત, કલ્યાણપુર સહિતના વિસ્તારોમાં વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. પીજીવીસીએલની 36 ટીમે 337 વીજ કનેક્શનમાં તપાસ કરી હતી. જેમાંથી 74 વીજ જોડાણમાં ગેરરીતિ ઝડપાઈ હતી. તેઓને 59.65 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.
આ પણ વાંચો -Gondal પોસ્ટ ઓફિસમાં અધિકારી પર થયો હુમલો, મામલો પોલીસ મથકે પહોંચ્યો
- અમરેલી - અબેસંગ ગામ: અહીં દૂધની ડેરીમાંથી 38 લાખ રૂપિયાની વીજ ચોરી સામે આવી.
- જામનગર - અમાત્ય ટ્યુશન ક્લાસીસ: અહીં ટ્યુશન ક્લાસીસમાંથી 28 લાખ રૂપિયાની વીજ ચોરી ઝડપાઈ.
- રાજકોટ - રામપરા બેટી ગામ: અહીંના વોશ પ્લાન્ટમાંથી 21.50 લાખ રૂપિયાની વીજ ચોરી ઝડપી ગઈ
વીજચોરી કરતાં લોકોમાં ફફડાટ વ્યાપી
નોંધનિય છે કે, સૌથી વધુ રકમની વીજચોરી ભાવનગરમાંથી પકડાઈ છે. આ તરફ 7 હજાર 668 વીજ જોડાણ વિરુદ્ધ PGVCLની કાર્યવાહીથી વીજચોરી કરતાં લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.