Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

PBKS VS SRH : કાંટેદાર મેચમાં ફક્ત 2 રનથી પાછળ રહ્યું પંજાબ, ચંદીગઢમાં રાત્રે હૈદરાબાદનો થયો SUNRISE

PBKS VS SRH :  IPL 2024 ની 23 મી મેચ પંજાબ કિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાઈ હતી. આ કાંટેદાર મુકાબલામાં સુનરાઇસર્સની ટીમે અંતે બાજી મારી છે. SRH ની ટીમે આ મેચમાં 2 રનથી વિજય મેળવ્યો છે. આ મેચમાં PBKS ...
pbks vs srh   કાંટેદાર મેચમાં ફક્ત 2 રનથી પાછળ રહ્યું પંજાબ  ચંદીગઢમાં રાત્રે હૈદરાબાદનો થયો sunrise

PBKS VS SRH :  IPL 2024 ની 23 મી મેચ પંજાબ કિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાઈ હતી. આ કાંટેદાર મુકાબલામાં સુનરાઇસર્સની ટીમે અંતે બાજી મારી છે. SRH ની ટીમે આ મેચમાં 2 રનથી વિજય મેળવ્યો છે. આ મેચમાં PBKS  એ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જે બાદ પ્રથમ બેટિંગ કરતા હૈદરાબાદે 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 182 રન બનાવ્યા હતા અને PBKS ને જીતવા માટે 183 રનનો ટાર્ગેટ આપ્યો હતો. આ સ્કોરનો પીછો કરતાં પંજાબની ટીમ પહેલા પાછળ લાગતી હતી પરંતુ અંતિમ કેટલીક ઓવર્સમાં આશુતોષ શર્મા અને શશાંકએ શાનદાર દેખાવ કર્યો હતો પરંતુ તેઓ ફક્ત 2 રનથી જ આ મેચમાં હાર્યા હતા.

Advertisement

રોમાંચક મેચમાં હૈદરાબાદએ મારી બાજી

હૈદરાબાદની ટીમ પંજાબના હોમ ગ્રાઉંડમાં આ રમવા માટે ગઈ હતી. આ મેચ પ્રેક્ષકો માટે ખૂબ જ મનોરંજક સાબિત થઈ હતી. કેમ કે હૈદરાબાદની ટીમે યજમાન ટીમને રોમાંચક રીતે હરાવ્યું હતું. SRH માટેની આ જીતના હીરો નીતિશ રેડ્ડી સાબિત થયા, જેમને મેચ પહેલા કોઈ જાણતું ન હતું. પંજાબે હૈદરાબાદ સામે સારી શરૂઆત કરી હતી અને મેચ લગભગ પોતાના નિયંત્રણમાં લઈ લીધી હતી. પરંતુ નીતીશ રેડ્ડીની જોરદાર ઈનિંગના કારણે ટીમ 2 રને જીતી ગઈ હતી. પરંતુ મેચ છેલ્લી ઓવર સુધી ચાલી હતી, કારણ કે શશાંક-આશુતોષની જોડી ફરી એકવાર લાસ્ટ ઓવર્સમાં કમાલ કરતી જોવા મળી હતી.

Advertisement

નીતીશ રેડ્ડીની HEROIC ઇનિંગ SRH ને કામે લાગી

PBKS ના કેપ્ટન શિખર ધવને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ નિર્ણય શરૂઆતમાં લાભદયક જણાતો હતો જ્યારે પંજાબના બોલર્સએ હૈદરાબાદના ટોપ-3 બેટ્સમેનોને 50 રનની અંદર પેવેલિયન મોકલી દીધા હતા. પરંતુ તે બાદ નીતીશ રેડ્ડી બેટિંગ કરવા આવ્યા. તેઓ બેટિંગ માટે આવ્યા ત્યારે એક બાજુથી વિકેટો પડી રહી હતી અને બીજી બાજુથી નીતિશે આગેવાની લીધી હતી. તેણે માત્ર 37 બોલમાં 4 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી 64 રનની મૂલ્યવાન ઇનિંગ રમી હતી, જેના કારણે હૈદરાબાદની ટીમે ખરાબ શરૂઆત છતાં સ્કોરબોર્ડ પર 182 રન બનાવ્યા હતા. અર્શદીપે આ મેચમાં ચાર વિકેટ ઝડપી હતી, તે સાથે હર્ષલ પટેલ અને સેમ કરનને પણ 2-2 સફળતા મળી હતી.

Advertisement

પંજાબનું TOP ORDER રહ્યું ફેલ

પંજાબની ટીમ આ લક્ષ્યનો પીછો કરવા માટે મેદાનમાં આવી ત્યારે શરૂઆતમાં તેમણે જલ્દી વિકેટસ ગુમાવી હતી. જોની બેરસ્ટો ઝીરો રન ઉપર પેટ કમિન્સના શિકાર બન્યા હતા વધુમા શિખર ધવન પણ કઈ ખાસ કમાલ ન કરી શક્યા હતા. પરંતુ આગળ જતાં ધીરે ધીરે મેચ પંજાબ માટે પાટા ઉપર ત્યારે આવી જ્યારે આશુતોષ અને શશાંકએ શાનદાર બેટિંગ શરૂ કરી.

આશુતોષ અને શશાંક એ રમી અવિશ્વસનીય ઇનિંગ, પણ અંતે...

જે મેચ પંજાબ માટે જીતવી અશક્ય લાગતી હતી એ મેચમાં આશુતોષ અને શશાંક એ જાન ફૂંકી હતી. પંજાબને છેલ્લી ઓવરમાં જીતવા માટે 29 રનની જરૂર હતી. બધા લોકોએ આશા છોડી દીધી હતી પરંતુ, આશુતોષ શર્માએ આવતાની સાથે જ સળંગ બે છગ્ગા ફટકારીને પંજાબને મેચમાં જીવતદાન આપ્યું હતું. બોલર જયદેવ ઉનડગતે પણ દબાણને કારણે 3 વાઈડ બોલ ફેંક્યા હતા. પંજાબને છેલ્લા બે બોલ પર જીત માટે 10 રનની જરૂર હતી, પરંતુ આશુતોષ માત્ર એક રન બનાવી શક્યો હતો. શશાંક સિંહે છેલ્લા બોલ પર શાનદાર સિક્સર ફટકારી હતી. શશાંક સિંહે માત્ર 25 બોલમાં 46 રનની ઇનિંગ રમી હતી જ્યારે આશુતોષે 15 બોલમાં 33 રન બનાવીને વિરોધી ટીમમાં ડર પેદા કર્યો હતો.

આ પણ વાંચો : CSK vs KKR : માત્ર 1 રન બનાવ્યા બાદ પણ Dhoni એ રચ્યો ઈતિહાસ

Tags :
Advertisement

.