Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

શિખર ધવને રચ્યો ઈતિહાસ, T20 ક્રિકેટમાં આવું કરનાર પ્રથમ ભારતીય બન્યો, રોહિત-કોહલીએ પણ પાછળ છોડ્યા

IPL 2022 ની 16મી મેચ પંજાબ કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે ચાલી રહી છે. પંજાબના ઓપનર શિખર ધવને આ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે ઇનિંગ્સ દરમિયાન ત્રીજી બાઉન્ડ્રી ફટકારતાની સાથે જ T20 ક્રિકેટમાં 1000 ચોગ્ગા પૂરા કરી લીધા છે અને તે આ સીમાચિહ્ન સુધી પહોંચનાર પ્રથમ ભારતીય અને એકંદરે ચોથો ખેલાડી બની ગયો છે. ધવને લોકી ફર્ગ્યુસનની 5મી ઓવરના પ્રથમ બોલ પર T20 ક્રિકેટમાં પોતાનો 1000મો ચોગ્ગો ફટકàª
શિખર ધવને રચ્યો ઈતિહાસ  t20 ક્રિકેટમાં આવું કરનાર પ્રથમ ભારતીય બન્યો  રોહિત કોહલીએ પણ પાછળ છોડ્યા

IPL 2022 ની 16મી મેચ પંજાબ કિંગ્સ અને ગુજરાત
ટાઇટન્સ વચ્ચે ચાલી રહી છે. પંજાબના ઓપનર શિખર ધવને આ મેચમાં શાનદાર પ્રદર્શન
કર્યું છે. તેણે ઇનિંગ્સ દરમિયાન ત્રીજી બાઉન્ડ્રી ફટકારતાની સાથે જ
T20 ક્રિકેટમાં 1000 ચોગ્ગા પૂરા કરી લીધા છે અને તે આ સીમાચિહ્ન સુધી પહોંચનાર પ્રથમ
ભારતીય અને એકંદરે ચોથો ખેલાડી બની ગયો છે. ધવને લોકી ફર્ગ્યુસનની
5મી ઓવરના પ્રથમ બોલ પર T20 ક્રિકેટમાં પોતાનો 1000મો ચોગ્ગો ફટકાર્યો હતો.

Advertisement


T20 ક્રિકેટમાં ભારત માટે સૌથી વધુ ચોગ્ગા ફટકારનાર

Advertisement

શિખર ધવન - 1000*

વિરાટ કોહલી - 917

Advertisement

રોહિત શર્મા - 875


T20 ક્રિકેટમાં સૌથી વધુ ચોગ્ગા મારનાર બેટ્સમેન

ક્રિસ ગેલ - 1132

એલેક્સ હેલ્સ - 1054

ડેવિડ વોર્નર - 1005

શિખર ધવન 1000*


ગુજરાત ટાઇટન્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.
પંજાબ કિંગ્સે પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 189 રન બનાવ્યા હતો. આ સાથે પંજાબે ગુજરાતને જીતવા માટે 190 રનનો ટાર્ગેટ આપ્યો છે. 

Tags :
Advertisement

.