Patidar vs Chaudhary: વિપુલ ચૌધરીના વિવાદાસ્પદ નિવેદન પર પટેલ સમાજના લોકોએ આપી પ્રતિક્રિયા
Patidar vs Chaudhary: આજે અર્બુદા સેવા સમિતિના પ્રમુખ અને રાજ્યના પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરી દ્વારા એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે બેઠકમાં તેમણે પાટીદાર સમાજ પર વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેમના કહ્યા પ્રમાણે, પાટીદાર સમાજ હવે માત્ર વેપાર કરે છે, સેવા નહીં.
- વિપુલ ચૌધરીના વિવાદાસ્પદ નિવેદન પર આવી પ્રતિક્રિયા
- વિપુલ ચૌધરીના પૂતળાનું દહન કરવામાં આવશે
- ઉંઝા ઉમિયા માતાજી સંસ્થાનના મંત્રીનું નિવેદન
તે ઉપરાંત અર્બુદા સેવા સમિતિના પ્રમુખ અને રાજ્યના પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીએ પણ કહ્યું હતું કે, કડવા પાટીદાર હોય કે, લેઉવા પાટીદાર વેપારી થઈ ગયો છે. કારણ કે…. પશુપાલન કરતો કે ગાય-ભેંસ ઉછેરતા એવા પાટીદાર વ્યક્તિઓ પાટીદાર સંસ્થાઓમાં રહ્યા નથી.આજના સમયમાં પાટીદાર સમાજમાં માત્ર રૂપિયાનું મહત્ત્વ રહ્યું છે, સેવાનું નહીં. આ પ્રકારના વિવાદાસ્પદ નિવેદન પૂર્વ ગૃહ રાજ્યમંત્રી વિપુલ ચૌધરી દ્વારા આપવામાં આવ્યા છે.
વિપુલ ચૌધરીના પૂતળાનું દહન કરવામાં આવશે
ત્યારે આ નિવદેનને લઈ વિવિધ રીતે પ્રતિક્રિયા આપવામાં આવી રહી છે. ત્યારે નરેન્દ્ર પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે કે, વિપુલ ચૌધરીનું નિવેદન તદ્દન વખોડવા લાયક હિન કક્ષાનું છે. પાટીદાર અને ચૌધરી સમાજ ભાઈ ચારા સાથે રહે છે. વિપુલ ચૌધરી દ્વારા બંને સમાજ વચ્ચે ફૂટ પડાવવાના પ્રયાસો કરવામાં આવ્યા છે. વિપુલ ભાઈને આ શોભતું નથી. વિપુલભાઈએ પાટીદાર સમાજની તાત્કાલિક માફી માંગવી જોઈએ. જો તેઓ માફી નહીં માગે તો તેમના પૂતળાનું દહન અને વિપુલ ચૌધરીને વિરોધનો સામનો કરવો પડશે.
ઉંઝા ઉમિયા માતાજી સંસ્થાનના મંત્રીનું નિવેદન
તે ઉપરાંત વિપુલ ચૌધરીના નિવેદન મુદ્દે ઉંઝા ઉમિયા માતાજી સંસ્થાનના મંત્રી દીપિલ પટેલનું નિવેદન આવ્યું છે. તેમણે કહ્યું છે કે, પાટીદાર સમાજના લોહીમાં જ સેવા છે. ઉંઝા ઉમિયા માતાજી સંસ્થાના ઉપ પ્રમુખ ઘટોરભાઈ પટેલ ઉદ્યોગપતિ નથી, પણ માતાજીના ભક્ત અને સેવક તરીકે 40 વર્ષથી જોડાયેલા છે. અમારી સંસ્થામાં એવું નથી કે સુખી સંપન્ન વ્યક્તિ જ સંસ્થાના વડા બને. પાટીદાર સમાજના જીન્સમાં તમામ સમાજોને સાથે રાખી સેવા કરવાનો ગુણધર્મ રહ્યો છે.
આ પણ વાંચો: Vipul Chaudhary: પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીએ પાટીદારો અંગે આપ્યું વિવાદાસ્પદ નિવેદન