Parliament Winter Session : લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી શરૂ, હોબાળો થવાની શક્યતા...
- Parliament માં વિરોધ પક્ષોએ વિરોધ પ્રદર્શન કર્યું...
- અહીં દરરોજ પ્રતિકાર કરવો પડે છે - મનોજ કુમાર ઝા
- વિપક્ષ મને બોલવા નથી દેતો - નિશિકાંત દુબે
Parliament Winter Session : રાજ્યસભાના ચેરમેન જગદીપ ધનખરને હટાવવા માટે લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ પછી આજે પણ હંગામો થવાની શક્યતાઓ છે. લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષી દળોએ પ્રસ્તાવને લઈને પ્રેસ કોન્ફરન્સ યોજીને જગદીપ ધનખર પર પક્ષપાતી હોવાનો આરોપ લગાવ્યો હતો. જે બાદ રાજ્યસભાના અધ્યક્ષે પણ વળતો પ્રહાર કર્યો છે. જયપુરમાં જગદીપ ધનખરે કહ્યું કે, કેટલીક શક્તિઓ દેશની પ્રગતિને પચાવી શકતી નથી. નામ લીધા વિના ધનખરે ઈશારામાં વિપક્ષ પર આરોપ લગાવ્યો કે દેશને વિખેરી નાખવાનું અને દેશની સંસ્થાઓનું અપમાન કરવાનું કાવતરું છે. બુધવારે કોંગ્રેસે બોલવાની તક જોઈતી હતી પરંતુ પહેલા જેપી નડ્ડા અને પછી કિરેન રિજિજુ બોલ્યા બાદ ગૃહની કાર્યવાહી સ્થગિત કરી દેવામાં આવી હતી.
સંસદ પરિસરમાં વિરોધ પક્ષોએ વિરોધ પ્રદર્શન કર્યું...
#WATCH दिल्ली: अडानी मुद्दे पर विपक्षी नेताओं ने संसद परिसर में विरोध प्रदर्शन किया। pic.twitter.com/gTStJxfM3i
— ANI_HindiNews (@AHindinews) December 12, 2024
વિરોધ પક્ષોના નેતાઓએ સંસદ (Parliament ) પરિસરમાં વિરોધ કર્યો અને અદાણી મુદ્દે સૂત્રોચ્ચાર કર્યા.
અહીં દરરોજ પ્રતિકાર કરવો પડે છે - મનોજ કુમાર ઝા
આરજેડીના સાંસદ મનોજ કુમાર ઝાએ કહ્યું, "સંસદીય લોકશાહીમાં, શાસક પક્ષ અને વિપક્ષ મળીને સંસદ (Parliament ) ચલાવે છે... અમારે અહીં દરરોજ વિરોધ કરવો પડે છે કારણ કે સરકાર તેની કટ્ટરતા છોડી રહી નથી અને અમે અમારી નીતિ છોડી રહ્યા નથી. કટ્ટરવાદ સામે પ્રતિકાર..."
આ પણ વાંચો : Rajasthan : દુઃખદ અંત, 55 કલાક બાદ બોરવેલમાંથી બહાર કાઢાયો આર્યન, ડોકટરે મૃત જાહેર કર્યો...
વિપક્ષ મને બોલવા નથી દેતો - નિશિકાંત દુબે
BJP સાંસદ નિશિકાંત દુબેએ કહ્યું, "...ઝીરો અવર એ સાંસદનો અધિકાર છે અને મને સતત 4 દિવસથી ઝીરો અવર મળી રહ્યો છે પરંતુ વિપક્ષ મને બોલવા દેતા નથી. કદાચ આજે હું બોલીશ..."
ગિરિરાજ સિંહે સંસદ ભવન સંકુલમાં પોસ્ટર લહેરાવ્યું...
#WATCH | Union Minister Giriraj Singh holds protest in Parliament premises against Congress Parliamentary Party Chairperson Sonia Gandhi.
BJP alleges a link between the Congress party (leadership) and Hungarian-American billionaire philanthropist George Soros. pic.twitter.com/dktNS4Mspb
— ANI (@ANI) December 12, 2024
કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ સંસદ (Parliament ) ભવન સંકુલની બહાર સોનિયા ગાંધી અને જ્યોર્જ સોરેસની તસવીરો સાથે પોસ્ટર લહેરાવતા જોવા મળ્યા હતા.
આ પણ વાંચો : Atul Subhash Case : છૂટાછેડા પછી ભરણપોષણ કેવી રીતે મેળવવું, SC એ જણાવ્યા 8 પરિબળો...
લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી શરૂ...
લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. આજે પણ બંને ગૃહોમાં હંગામો થવાની શક્યતાઓ છે.
સંસદમાં આજે પણ હોબાળો થવાની શક્યતા...
રાજ્યસભામાં આજે પણ પાર્ટી અને વિપક્ષ વચ્ચે જોરદાર હંગામો થઈ શકે છે. રાજ્યસભાના ચેરમેન જગદીપ ધનખરને હટાવવા માટે કોંગ્રેસ સહિત વિપક્ષી દળો અવિશ્વાસ પ્રસ્તાવ લાવ્યા છે. તે જ સમયે, ભાજપ સોનિયા ગાંધી અને સોરેસ વચ્ચેના જોડાણનો મુદ્દો ઉઠાવી રહી છે.
આ પણ વાંચો : આસામમાં NRC માટે અરજી નહીં કરનારાઓને નહીં મળે આધાર કાર્ડ, હિમંતા સરકારની કડક જાહેરાત