Bharuch : સેવાશ્રમ રોડ ઉપરના બ્લુ ચીપ શોપિંગનું પાર્કિંગ તળાવમાં ફેરવાયું
ભરૂચના સેવાશ્રમ રોડ ઉપર બ્લુ ચીપ શોપિંગ સેન્ટર આવેલું છે જેમાં આઈનોક્સ અને હોસ્પિટલ નજીક વાહનો પાર્કિંગ માટે મોટું પાર્કિંગ બનાવવામાં આવ્યું છે અને આ પાર્કિંગમાં ગટરના પ્રદૂષિત પાણી 6 થી 7 ફૂટ જેટલા ફરી વળ્યા છે જેના કારણે વાહનો પાર્કિંગ કરી શકાતા નથી પરંતુ ગટરના પ્રદૂષિત પાણીના કારણે મચ્છરોના ઉપદ્રવથી હોસ્પિટલમાં સાજા થવા આવતા દર્દીઓ વધુ બીમાર પડે તેવો ભય ઊભો થયો છે ત્યારે ગટરના પ્રદૂષિત પાણીનો નિકાલ કોણ અને ક્યારે અને કેટલા સમયમાં કરશે તે પ્રશ્ન ઉભો થઈ ગયો છે.
ભરૂચ નગરપાલિકા દ્વારા હાલમાં જ વેણાં વધારાને લઈ સતત નગરપાલિકા વિભાગમાં રહી છે પરંતુ જે રીતે વેરો વસૂલવામાં આવે છે તે રીતે જનતાને સેવા મળતી નથી આવો જ એક કિસ્સો ભરૂચના સેવાશ્રમ રોડ ઉપરથી સામે આવ્યો છે જેમાં બ્લ્યુ ચિપ શોપિંગ સેન્ટર આવેલું છે અને સૌથી મોટું શોપિંગ સેન્ટર માનવામાં આવે છે સાથે આ શોપિંગ સેન્ટરમાં આઈનોક્સ અને હોસ્પિટલ પણ આવેલું છે અને આઈનોક્સ અને હોસ્પિટલની નજીકમાં જ અંડરગ્રાઉન્ડ પાર્કિંગ ઉભું કરવામાં આવ્યું છે અને આ પાર્કિંગમાં ગટરના ડ્રેનેઝ લાઈનના પ્રદૂષિત પાણી છેલ્લા ઘણા દિવસોથી ભરાઈ રહ્યા છે મચ્છરોના ઉપપ્રદાઓથી આજુબાજુના લોકોને ભયંકર બીમારીનો ભય સતાવી રહ્યો છે.
અંડર ગ્રાઉન્ડ પાર્કિંગમાં ગટરના પ્રદૂષિત પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે અને ડ્રેનેડ લાઈન પણ ભંગાર હોવાના કારણે સતત પાણી પણ હજુ વહી રહ્યું છે પાર્કિંગમાં ગટરના પ્રદૂષિત પાણીમાં મોડી રાત્રે અંધારપાટમાં જો કોઈ વાહન ચાલકને નજર ન હોય અને પોતાનું વાહન લઇ પાર્કિંગમાં ઘૂસી જાય તો તેની સ્થિતિ શું ઊભી થાય..? ગટરના પ્રદૂષિત પાણીનો કોઈ નિકાલ કરવામાં કોઈને રસ નથી..? ગટરના પ્રદૂષિત પાણી પણ 6 થી 7 ફૂટ પાર્કિંગમાં જોવા મળી રહ્યા છે ત્યારે ભરૂચ ના આ પારકી માં રહેલા ગટરના પ્રદૂષિત પાણીના કારણે કોઈ ભયંકર બીમારી માથું ઊંચકે તો તેનો જવાબદાર કોણ..? તેવા પ્રશ્નો પણ લોકોમાં ઊભા થઈ ગયા છે.
અહેવાલ - દિનેશ મકવાણા, ભરૂચ
આ પણ વાંચો : સાંસદ મનસુખ વસાવાએ ફરી બાયો ચડાવી, મનરેગામાં ભ્રષ્ટાચાર આચરાતો હોવાના કર્યા આક્ષેપો