Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Pakistan vs Nepal : બાબર આઝમે એશિયા કપની પહેલી જ મેચમાં ફટકારી સદી, નેપાળને આપ્યો 343 રનનો ટાર્ગેટ

એશિયા કપની પહેલી મેચ પાકિસ્તાન અને નેપાળ વચ્ચે રમાઈ રહી છે. પાકિસ્તાનના મુલ્તાન ક્રિકેટ સ્ટેડિયમમાં બંને ટીમો આમને-સામને છે. બાબર આઝમની આગેવાની હેઠળની પાકિસ્તાની ટીમે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જેમા પાકિસ્તાનની ટીમે 6 વિકેટના નુકસાન પર 342...
pakistan vs nepal   બાબર આઝમે એશિયા કપની પહેલી જ મેચમાં ફટકારી સદી  નેપાળને આપ્યો 343 રનનો ટાર્ગેટ

એશિયા કપની પહેલી મેચ પાકિસ્તાન અને નેપાળ વચ્ચે રમાઈ રહી છે. પાકિસ્તાનના મુલ્તાન ક્રિકેટ સ્ટેડિયમમાં બંને ટીમો આમને-સામને છે. બાબર આઝમની આગેવાની હેઠળની પાકિસ્તાની ટીમે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જેમા પાકિસ્તાનની ટીમે 6 વિકેટના નુકસાન પર 342 રન બનાવી લીધા છે.

Advertisement

પાકિસ્તાને પહેલા બેટિંગ કરતા નેપાળના બોલરોને ધોઈ નાખ્યા

એશિયા કપ 2023 શરૂ થઈ ગયો છે. મુલ્તાન ક્રિકેટ સ્ટેડિયમમાં પાકિસ્તાન અને નેપાળ વચ્ચે પ્રથમ મેચ રમાઈ રહી છે. પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પહેલી બેટિંગ કરતા પાકિસ્તાનની શરૂઆત સારી રહી નહોતી. તેમની પહેલી વિકેટ માત્ર 21 રન પર જ ગુમાવી દીધી હતી. પરંતુ જેમ-જેમ મેચ આગળ વધતી ગઈ તેમ તેમ ટીમ લયમાં જોવા મળી. પાકિસ્તાને 50 ઓવરની ઈનિંગમાં 6 વિકેટ ગુમાવીને 342 રન બનાવ્યા હતા. જેમાં બાબર આઝમ અને ઈફ્તિખાર અહેમદની સદી સામેલ છે.

Advertisement

બાબાર આઝમે ફટકારી સદી

Advertisement

પાકિસ્તાનના કેપ્ટન અને સ્ટાર બેટ્સમેન બાબર આઝમે એશિયા કપ 2023ની શરૂઆતની મેચમાં સદી ફટકારી છે. બુધવારે નેપાળ સામે તેણે મુશ્કેલ પરિસ્થિતિઓમાં સફળતાપૂર્વક બેટિંગ કરી હતી. તેણે 109 બોલનો સામનો કરીને 100 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 10 ચોગ્ગા ફટકાર્યા હતા. બાબરે શરૂઆતમાં ઘણી ધીરજ બતાવી અને પછી આક્રમક વલણ અપનાવ્યું. તેણે પોતાની ફિફ્ટી 72 બોલમાં પૂરી કરી હતી જ્યારે પછીના 50 રન 37 બોલમાં બનાવ્યા હતા. બાબરની ODI કારકિર્દીની આ 19મી સદી છે. તેણે મહત્વની સિદ્ધિ હાંસલ કરી છે.

ઈફ્તિખાર અહેમદે ફટકારી કારકિર્દીની પ્રથમ સદી

બાબર બાદ ઈફ્તિખાર અહેમદે પણ સદી પૂરી કરી હતી. તેણે આ સદી 67 બોલમાં ફટકારી હતી. ઈફ્તિખારની કારકિર્દીની આ પ્રથમ સદી હતી. તેણે મેચમાં 71 બોલમાં 109 રનની અણનમ ઇનિંગ રમી હતી. એક સમયે પાકિસ્તાને નેપાળ સામે 124 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી, ત્યારે બાબર-ઇફ્તિખારે ઇનિંગ્સને સંભાળી હતી. બંનેએ સાથે મળીને 5મી વિકેટ માટે સદીની ભાગીદારી કરી હતી.

નેપાળ પ્રથમ વખત એશિયા કપમાં

પાકિસ્તાને મંગળવારે જ પોતાની પ્લેઈંગ ઈલેવનની જાહેરાત કરી હતી. પાકિસ્તાન અને નેપાળ પહેલીવાર ODI ફોર્મેટમાં ટકરાશે. નેપાળની કમાન રોહિત પૌડેલના હાથમાં છે. નેપાળ પ્રથમ વખત એશિયા કપમાં રમી રહ્યું છે.

પાકિસ્તાન પ્લેઇંગ 11

બાબર આઝમ (કેપ્ટન), ઇમામ-ઉલ-હક, ફખર ઝમાન, મોહમ્મદ રિઝવાન (વિકેટ-કીપર), આગા સલમાન, ઇફ્તિખાર અહેમદ, શાદાબ ખાન, મોહમ્મદ નવાઝ, નસીમ શાહ, શાહીન શાહ આફ્રિદી, હારિસ રૌફ.

નેપાળ પ્લેઇંગ 11

કુશલ ભુર્તેલ, આસિફ શેખ (વિકેટ-કીપર), રોહિત પૌડેલ (કેપ્ટન), આરિફ શેખ, કુશલ મલ્લા, દીપેન્દ્ર સિંહ એરી, ગુલસન ઝા, સોમપાલ કામી, કરણ કેસી, સંદીપ લામિછાને, લલિત રાજબંશી

આ પણ વાંચો - World Cup 2023 પહેલા ટીમ ઈન્ડિયાની પાકિસ્તાન વિરુદ્ધ થશે અગ્નિપરીક્ષા

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

.