Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મધદરિયે મહાસાગરનું મહાકાયરૂપ! જુઓ... પર્વત સમાન લહેરો પર તરતું જહાજ

વીડિયો નિહાળવામાં જ ભયાવહા સ્થિતિનો અનુભવ કરાવે છે વીડિયોને @AMAZlNGNATURE દ્વારા શેર કરવમાં આવ્યો કુલ 30 લાખ લોકોએ Social Media પર નિહાળ્યો છે Ocean viral video : સમી સાંજ, સૂર્યાસ્ત અને સાહિલનો સમનવય થઈને જ્યારે એક ઘટના બને છે....
મધદરિયે મહાસાગરનું મહાકાયરૂપ  જુઓ    પર્વત સમાન લહેરો પર તરતું જહાજ
  • વીડિયો નિહાળવામાં જ ભયાવહા સ્થિતિનો અનુભવ કરાવે છે
  • વીડિયોને @AMAZlNGNATURE દ્વારા શેર કરવમાં આવ્યો
  • કુલ 30 લાખ લોકોએ Social Media પર નિહાળ્યો છે

Ocean viral video : સમી સાંજ, સૂર્યાસ્ત અને સાહિલનો સમનવય થઈને જ્યારે એક ઘટના બને છે. તો આ ઘટનાના સાક્ષી દરેક વ્યક્તિના જીવનની અંદર આ ક્ષણ અમૂલ્યા હોય છે. જોકે દરિયાને સાહિલ પર બેસીને નિહાળવો એ એક સામાન્ય બાબાત છે. પરંતુ મઘદરિયે ઘુઘવાતા દરિયામાં સ્વરૂપની મજા લેવી એક અમુક સંજોગોમાં ભાયાનક, તો નસીબવાળાઓ માટે આહ્લાદાયક ઘટના બને છે. ત્યારે આવી જ એક ઘટનાનો વીડિયો Social Media પર વાયરલ થઈ રહ્યો છે.

Advertisement

વીડિયો નિહાળવામાં જ ભયાવહા સ્થિતિનો અનુભવ કરાવે છે

ઘુઘવાતા દરિયાની વચોવચ આપણે હોઈએ, અને ત્યારે દરિયો પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કરે. તે ઘટના કાલ્પનામાં પણ રુંવાડા ઉભા કરીને નાખે છે. પરંતુ એક જહાજ પર સવાર વ્યક્તિએ દરિયામાં પોતાનું જહાજ તોફાનમાં ઉઠેલી પર્વત સમાન લહેરોની પર શાનથી સવાર થતું હોય, તે ઉપરાંત જહાજની અંદર પર ઉછળતી લહેરો સાથે દરિયાનું પાણી આવી રહ્યું છે. તેવો વીડિયો વાયરલ કર્યો છે. ત્યારે આ વીડિયો Social Media પર દરેક લોકોનું ધ્યાન પોતાની તરફ આકર્ષિક કરી રહ્યો છે. જોકે આ વીડિયો નિહાળવામાં જ ભયાવહા સ્થિતિનો અનુભવ કરાવે છે.

આ પણ વાંચો: Tirupati Balaji Temple માં પ્રસાદ સાથે ભક્તોના દાનમાં પણ કૂટનીતિ!

Advertisement

વીડિયોને @AMAZlNGNATURE દ્વારા શેર કરવમાં આવ્યો

Viral Video માં જે રીતે દરિયાની કાયાપલટ જોવા મળી છે, તેને સામાન્ય રીતે ક્યારેય પણ કોઈ નરી આંખે સામે આવી નથી. ત્યારે આ વીડિયોને Social Media પર @AMAZlNGNATURE દ્વારા શેર કરવમાં આવ્યો છે. જોકે આ વીડિયો એક નેવીના અધિકારીએ પોતાના કેમેરામાં કેદ કર્યો છે. આપણને એવું સમજાતું હોય છે કે, નેવીના અધિકારીઓનું જીવન રોમાંચિક હોય છે. પરંતુ હકીકતમાં તેઓ અનેક પરેશાનીઓમાંથી પસાર થતા હોય છે. કારણ કે... મઘદરિયે એકલા આ પ્રકારની સ્થિતિનો સામનો કરવો ખરેખર ખુબ જ કઠિન છે.

Advertisement

કુલ 30 લાખ લોકોએ Social Media પર નિહાળ્યો છે

તો આ વીડિયોને કુલ 30 લાખ લોકોએ Social Media પર નિહાળ્યો છે. તે ઉપરાંત આ વીડિયોમાં લોકો પોતાની વિવિધ પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે. આ દરિયા અને જહાજના Viral Video ની પોસ્ટના કોમેન્ટ સેક્શનમા દરેક લોકો આશ્ચર્યતાનો અનુભવ દર્શાવ્યો છે. તો અમુક લોકોએ આ પ્રકારની પરિસ્થિતિનો સામનો કર્યો હોય, તેવી વાત પણ કોમેન્ટ સેક્શનમાં જણાવી છે.

આ પણ વાંચો: Karnataka High Court એ દંપતીને છૂટાછેડા માટે કોર્ટ નહીં, સ્વામીજી પાસે....

Tags :
Advertisement

.