Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Obscene Video Case : યૌન શોષણના આરોપી પ્રજ્વલ રેવન્નાની બેંગલુરુ એરપોર્ટ પરથી ધરપકડ

Prajwal Revanna : કર્ણાટકમાં યૌન શોષણના આરોપી (accused of sexual harassment) JDSના સસ્પેન્ડેડ સાંસદ પ્રજ્વલ રેવન્ના (Suspended JDS MP Prajwal Revanna) ની મોડી રાત્રે બેંગલુરુ એરપોર્ટ પરથી ધરપકડ (arrested at Bengaluru airport) કરવામાં આવી હતી. 35 દિવસ બાદ જર્મનીથી બેંગલુરુ...
obscene video case   યૌન શોષણના આરોપી પ્રજ્વલ રેવન્નાની બેંગલુરુ એરપોર્ટ પરથી ધરપકડ

Prajwal Revanna : કર્ણાટકમાં યૌન શોષણના આરોપી (accused of sexual harassment) JDSના સસ્પેન્ડેડ સાંસદ પ્રજ્વલ રેવન્ના (Suspended JDS MP Prajwal Revanna) ની મોડી રાત્રે બેંગલુરુ એરપોર્ટ પરથી ધરપકડ (arrested at Bengaluru airport) કરવામાં આવી હતી. 35 દિવસ બાદ જર્મનીથી બેંગલુરુ પરત ફરતા જ SIT એ તેની ધરપકડ કરી તેની પાસેથી બે સૂટકેસ જપ્ત કરી છે. મળી રહેલી માહિતી અનુસાર, ફ્લાઇટ એરપોર્ટ પર લેન્ડ થવાની સાથે જ SITએ તેની ધરપકડ કરી હતી. પ્રજ્વલ 27 એપ્રિલે બેંગલુરુથી જર્મની ભાગી ગયો હતો.

Advertisement

બેંગલુરુ એરપોર્ટ પરથી Prajwal Revanna ધરપકડ

જનતા દળ (સેક્યુલર)ના સાંસદ પ્રજ્વલ રેવન્ના, જેઓ અનેક મહિલાઓના જાતીય સતામણીનો આરોપ છે, શુક્રવારે વહેલી સવારે બેંગલુરુ પહોંચ્યા બાદ ધરપકડ કરવામાં આવી હતી. પ્રજ્વલની જર્મનીથી આગમન બાદ કેમ્પેગૌડા ઈન્ટરનેશનલ એરપોર્ટ પર SIT દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને પૂછપરછ માટે CID ઓફિસ લઈ જવામાં આવ્યા હતા. અગાઉ બુધવારે, સ્થાનિક વિશેષ અદાલતે (ચુંટાયેલા પ્રતિનિધિ) તેની આગોતરા જામીન અરજી ફગાવી દીધી હતી. JDS નેતા એરપોર્ટ પર પહોંચવાની સાથે જ તેની સામે ધરપકડ વોરંટ જાહેર કરવા માટે પોલીસ એલર્ટ પર હતી. રેવન્નાની ધરપકડ અંગે એક અધિકારીએ જણાવ્યું કે, “રેવન્નાએ લુફ્થાંસા એરલાઈન્સ સાથે મ્યુનિકથી બેંગલુરુની ટિકિટ બુક કરાવી છે. આ ફ્લાઈટ ગુરુવારે બપોરે મ્યુનિકથી રવાના થશે અને તે જ રાત્રે 12:05 વાગ્યે બેંગલુરુ પહોંચશે. તેમણે કહ્યું કે SIT રેવન્નાની બેંગલુરુ પહોંચતાની સાથે જ ધરપકડ કરવા માટે અહીં સતત નજર રાખી રહી છે.

Advertisement

રેવન્ના દેશ છોડીને ભાગી ગયો હતો

33 વર્ષીય પ્રજ્વલ છેલ્લા 34 દિવસથી અજાણ્યા સ્થળે હતો અને તપાસ એજન્સીઓ તેને દરેક જગ્યાએ શોધી રહી હતી. તેની સામે કોર્ટે વોરંટ જારી કર્યું છે અને ઈન્ટરપોલે બ્લુ કોર્નર નોટિસ જારી કરી છે. ગુરુવારે, SIT અધિકારીઓએ રેવન્નાની ધરપકડ માટે સુરક્ષા વ્યવસ્થા કરવા માટે બેંગલુરુ પોલીસ કમિશનર બી. દયાનંદ સાથે બેઠક પણ કરી છે. નોંધનીય છે કે પ્રજ્વલ રેવન્ના 26 એપ્રિલે તેનો યૌન શોષણ વીડિયો સામે આવતાની સાથે જ દેશ છોડી જર્મની ભાગી ગયો હતો. પ્રજ્વાલે તાજેતરમાં જ એક વીડિયો સંદેશમાં જણાવ્યું હતું કે તે 31 મેના રોજ લુફ્થાંસા એરલાઈન્સની ફ્લાઈટ દ્વારા બેંગલુરુ પરત ફરી રહ્યો છે.

પ્રજ્વલ રેવન્ના પર શું છે આરોપો?

JDS નેતા પ્રજ્વલ રેવન્ના પર યૌન ઉત્પીડનનો આરોપ છે. 26 એપ્રિલના રોજ, બેંગલુરુમાં જાહેર સ્થળોએ ઘણી પેન ડ્રાઈવ મળી આવી હતી. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ પેન ડ્રાઈવમાં 3 હજારથી 5 હજાર વીડિયો છે. પેનડ્રાઈવમાં હાજર વીડિયોમાં પ્રજ્વલ મહિલાઓને જાતીય સતામણી કરતો જોઈ શકાય છે. મામલો વધતાં રાજ્ય સરકારે SITની રચના કરી હતી. પ્રજ્વલ રેવન્ના સામે ત્રણ અલગ-અલગ કેસ નોંધાયા છે, જેમાંથી ત્રણ દુષ્કર્મ અને એક જાતીય સતામણીનો છે. પ્રજ્વલ સામે પહેલો કેસ 28 એપ્રિલના રોજ હાસનના હોલેનરસીપુરા પોલીસ સ્ટેશનમાં 47 વર્ષીય ભૂતપૂર્વ નોકરાણી દ્વારા નોંધાવવામાં આવ્યો હતો. મહિલાએ રેવન્ના પર યૌન શોષણનો આરોપ લગાવ્યો છે. બીજો કેસ 60 વર્ષની અન્ય મહિલાએ નોંધાવ્યો હતો. તેણે પણ JDS નેતા પર દુષ્કર્મનો આરોપ લગાવ્યો હતો. આ સિવાય SIT દ્વારા વધુ એક કેસ નોંધવામાં આવ્યો છે. જણાવી દઇએ કે, પ્રજ્વલ વિરુદ્ધ દુષ્કર્મ, છેડતી અને બ્લેકમેલિંગની FIR નોંધવામાં આવી હતી.

Advertisement

આજે કોર્ટમાં થશે હાજર

આ સિવાય પ્રજ્વલ રેવન્ના પર 50થી વધુ મહિલાઓના જાતીય સતામણીનો આરોપ છે. એવો આરોપ છે કે પ્રજ્વલ રેવન્નાએ 50માંથી 12 મહિલાઓ સાથે બળજબરીપૂર્વક સંબંધો બાંધ્યા હતા. આ સિવાય અન્ય મહિલાઓને લાલચ આપીને તેમની પાસેથી સેક્સ્યુઅલ ફેવર લેવામાં આવતો હતો. હાલમાં SIT દ્વારા રેવન્નાની ધરપકડ કરવામાં આવી છે. રેવન્નાને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવી શકે છે.

આ પણ વાંચો - Karnataka : Prajwal Revanna ભારત પરત ફરશે, 31 મેના રોજ SIT સમક્ષ હાજર થશે… Video

આ પણ વાંચો - Prajwal Revanna : વીડિયો કોલમાં છોકરી સાથે ‘ગંદી વાતો’, પેન ડ્રાઈવમાંથી મળ્યા 3000 થી પણ વધુ અશ્લિલ Video

Tags :
Advertisement

.