Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

વિશ્વભરમાં વધી સ્થુળતાની સમસ્યા, પુખ્તવયના 13 ટકા લોકોમાં મેદસ્વીતા, અમેરિકામાં સૌથી વધુ 41.9 ટકા લોકો મેદસ્વી

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ) ના ડેટા અનુસાર, 1975થી, સ્થૂળતાની સમસ્યા લગભગ ત્રણ ગણી વધી ગઈ છે. 2016માં વિશ્વભરના 13% પુખ્ત વયના લોકો મેદસ્વી તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા હતા. કેટલાક દેશોમાં સ્થૂળતાનો દર ઊંચો છે, જેમ કે યુએસમાં જ્યાં 2020માં 41.9% લોકો મેદસ્વી હતા અને 2022ના અંત સુધીમાં આ આંકડો 50% સુધી પહોંચી ગયો છે. સ્થૂળતાના ઘણા સંભવિત કારણો છે, એવું માનવામાં આવે છે કે તે નબળી આહાર પસંદગ
વિશ્વભરમાં વધી સ્થુળતાની સમસ્યા  પુખ્તવયના 13 ટકા લોકોમાં મેદસ્વીતા  અમેરિકામાં સૌથી વધુ 41 9 ટકા લોકો મેદસ્વી
Advertisement
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ) ના ડેટા અનુસાર, 1975થી, સ્થૂળતાની સમસ્યા લગભગ ત્રણ ગણી વધી ગઈ છે. 2016માં વિશ્વભરના 13% પુખ્ત વયના લોકો મેદસ્વી તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા હતા. કેટલાક દેશોમાં સ્થૂળતાનો દર ઊંચો છે, જેમ કે યુએસમાં જ્યાં 2020માં 41.9% લોકો મેદસ્વી હતા અને 2022ના અંત સુધીમાં આ આંકડો 50% સુધી પહોંચી ગયો છે. સ્થૂળતાના ઘણા સંભવિત કારણો છે, એવું માનવામાં આવે છે કે તે નબળી આહાર પસંદગીઓ અને બિનઆરોગ્યપ્રદ જીવનશૈલીના પરિબળો જેમ કે ભૂખ ન હોય ત્યારે ખાવું અને શારીરિક પ્રવૃત્તિનો અભાવ છે.
50% લોકો તેમની યાદશક્તિ ગુમાવવાનું જોખમ ધરાવે છે!
અમેરિકામાં અડધાથી વધુ વસ્તી અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ ખાવાની લતમાં પડી ગઈ છે. આ પ્રકારના ખોરાકમાં ખાંડ અને ચરબીનું પ્રમાણ વધુ હોય છે, જેની સીધી અસર માનવ મગજ પર થાય છે. જેના કારણે મગજમાં હોર્મોન્સનું સ્તર અસંતુલિત થઈ જાય છે. એટલા માટે આવા લોકોમાં યાદશક્તિની નબળાઈનું જોખમ પણ વધારે હોય છે.
હોર્મોન્સ 
મિશિગન યુનિવર્સિટીમાં તાજેતરમાં કરવામાં આવેલા એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે  જ્યારે વ્યક્તિ પોતાની પસંદગીની મીઠાઈઓ ખાય છે ત્યારે તેના શરીરમાં ડોપામાઈન નામનું હોર્મોન નીકળે છે. આનાથી આપણી મીઠાઈ ખાવાની ટેવ વધે છે. તે જ સમયે, 'મેડિકલ ન્યુડ ટુડે' (medicalnewstoday) ના અહેવાલ મુજબ, સંશોધકોએ ચરબીયુક્ત અને મીઠા ખોરાક અને મગજની પ્રવૃત્તિનું સ્તર ચકાસવા માટે નર્વસ સિસ્ટમની પ્રવૃત્તિની તપાસ કરી.
નેશનલ જિયોગ્રાફિકના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
સાયન્સ જર્નલમાં પ્રકાશિત થયેલા આ અહેવાલનો ઉલ્લેખ 'નેશનલ જિયોગ્રાફિક' મેગેઝીનમાં પણ કરવામાં આવ્યો છે. જેના રિપોર્ટમાં લખવામાં આવ્યું છે કે લા બોકેરિયા, બાર્સેલોના, યુએસએના બજારોમાં મળતી મીઠી કેન્ડી એટલી ખતરનાક હોય છે કે તેનું સેવન કરનાર વ્યક્તિના મગજમાં તેટલું જ ડોપામાઈન ઉત્પન્ન થાય છે, જેટલું ડોપામાઇન નિકોટિન અને આલ્કોહોલના સેવનથી ઉત્પન્ન થાય છે. 
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

Trending News

.

×