Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મેરી મીટ્ટી, મેરા દેશ : NSG કમાન્ડોએ શહીદ મહિપાલસિંહ વાળાના ઘરે જઈ માટી એકત્ર કરી

અહેવાલ---ઉમંગ રાવલ, અમદાવાદ દેશ આખો અત્યારે આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે ત્યારે દેશમાં અનેકતામાં એકતા વધુ સારી રીતે સુદ્રઢ થાય તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મેરી મીટ્ટી મેરા દેશ કાર્યક્રમ યોજી રહ્યા છે. આ કાર્યક્રમ 9 ઓગસ્ટે શરૂ...
મેરી મીટ્ટી  મેરા દેશ   nsg કમાન્ડોએ શહીદ મહિપાલસિંહ વાળાના ઘરે જઈ માટી એકત્ર કરી
અહેવાલ---ઉમંગ રાવલ, અમદાવાદ
દેશ આખો અત્યારે આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે ત્યારે દેશમાં અનેકતામાં એકતા વધુ સારી રીતે સુદ્રઢ થાય તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મેરી મીટ્ટી મેરા દેશ કાર્યક્રમ યોજી રહ્યા છે. આ કાર્યક્રમ 9 ઓગસ્ટે શરૂ થયો હતો અને તે અંતર્ગત એનએસજી (NSG)કમાન્ડો પણ દેશમાથી અલગ અલગ જગ્યાએથી વતનની માટી એકત્ર કરી રહ્યા છે ત્યારે ગુજરાત યુનિટ થકી પણ આ કાર્યક્રમ અંતર્ગત શહીદ જવાન મહિપાલસિંહ વાળાના ઘરે જઈ તેમની સોસાયટીમાથી માટી એકત્ર કરી હતી હતી..
આ માટી દિલ્હીમાં બની રહેલી અમૃત વાટીકામાં  વપરાશે
એનએસજી(NSG) કમાન્ડ થકી એકત્ર કરેલી આ માટી દિલ્હીમાં બની રહેલી અમૃત વાટીકામાં  વપરાશે જેથી શહીદ જવાનના બલિદાનને અલગ રીતે જ યાદ રાખી શકાશે.. મેરી મીટ્ટી મેરા દેશ કાર્યક્રમનો મુખ્ય હેતુ છે કે દેશમાં એકતા અખંડિતતા પ્રસ્થાપિત થાય રાજ્યના દરેક જિલ્લામાં પણ આ કાર્યક્મની ઉજવણી કરવામાં આવી હતી. અધિકારીઓને કેમ્પેઈન અંતર્ગત કામગીરીની વિસ્તૃત માહિતી આપી હતી.
શહીદ જવાન મહિપાલસિંહ વાળાના ઘરે જઈ તેમની સોસાયટીમાથી માટી એકત્ર કરી
‘મેરી માટી, મેરા દેશ’ અભિયાન અંતર્ગત એનએસજી (NSG)કમાન્ડો ગુજરાત યુનિટ થકી દેશ માટે બલિદાન આપનારા વીર જવાનોના ફરી એક વાર યાદ કર્યા હતા જે મા ભારતીની કોઈ પણ વિષમ પરિસ્થિતિમાં દેશની રક્ષા કરતા કરતા શહીદીને વહોરે છે.ગુજરાત યુનિટ થકી પણ આ કાર્યક્રમ અંતર્ગત શહીદ જવાન મહિપાલસિંહ વાળાના ઘરે જઈ તેમની સોસાયટીમાથી માટી એકત્ર કરી હતી હતી..
Advertisement
Tags :
Advertisement

.