Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

New York : મેયર એરિક એડમે અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને કહી આ વાત!

ઉત્તર પ્રદેશના ( Uttar Pradesh) અયોધ્યમાં (Ayodhya) યોજાનારા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો (Ram Mandir Pran Pratishtha Mohotsav) ઉત્સાહ અને ઉમંગ માત્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ લોકોમાં જોવા મળી રહ્યો છે. જણાવી દઈએ કે, ન્યૂયોર્કના (New York) મેયર...
new york   મેયર એરિક એડમે અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને કહી આ વાત

ઉત્તર પ્રદેશના ( Uttar Pradesh) અયોધ્યમાં (Ayodhya) યોજાનારા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો (Ram Mandir Pran Pratishtha Mohotsav) ઉત્સાહ અને ઉમંગ માત્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ લોકોમાં જોવા મળી રહ્યો છે. જણાવી દઈએ કે, ન્યૂયોર્કના (New York) મેયર એરિક એડમ Eric Adam અને ડેપ્યુટી કમિશનર ફોર ઈન્ટરનેશનલ અફેર્સ દિલીપ ચૌહાણ (Dilip Chauhan) એ ન્યૂયોર્કમાં 'માતા કી ચૌકી' સમારોહમાં હાજરી આપી હતી. ન્યૂઝ એજન્સી ANI દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં દિલીપ ચૌહાણ માતા રાનીની આરતી કરતા જોઈ શકાય છે. શહેરના ગીતા મંદિર ખાતે આ 'માતા કી ચોકી'નું આયોજન કરવામાં આવ્યું હતું.

Advertisement

દરમિયાન મંદિરના પૂજારીએ મેયર એરિક એડમ અને દિલીપ ચૌહાણનું શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું. જ્યારે, તેમને અયોધ્યા રામ મંદિરના ઉદ્ઘાટનને લઈને ન્યૂયોર્કના (New York) હિંદુઓમાં દેખાતા ઉત્સાહ વિશે પૂછવામાં આવ્યું તો તેમણે આ કાર્યક્રમને હિંદુ સમુદાયો માટે ખૂબ જ મહત્ત્વવપૂર્ણ ગણાવ્યો હતો.

Advertisement

'હિન્દુ સમુદાય માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ'

ન્યૂયોર્ક સિટીના (New York) મેયર એરિક એડમે અયોધ્યા (Ayodhya) રામ મંદિરના ઉદ્ઘાટન પર જણાવ્યું કે, જો આપણે ન્યૂયોર્ક સિટીમાં હિન્દુ સમુદાયને જોઈએ તો તે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. તે તેમને તેમની આધ્યાત્મિકતાની ઉજવણી અને ઉત્થાન કરવાની તક આપે છે. દરમિયાન, દિલીપ ચૌહાણે જણાવ્યું હતું કે, મેયર હિન્દુ સમાજને ખૂબ પ્રેમ કરે છે. તેમણે ન્યૂયોર્કમાં દિવાળીની ઉજવણીને ધ્યાનમાં રાખીને જાહેર શાળાઓમાં રજા જાહેર કરી છે. દિલીપ ચૌહાણે પણ રામ મંદિર (Ram Mandir) માટે ભારતને શુભેચ્છા પાઠવી હતી.

Advertisement

'22 જાન્યુઆરી દરેક ભારતીય માટે ખાસ છે'

તમને જણાવી દઈએ કે, 22 જાન્યુઆરી 2024ના રોજ અયોધ્યામાં (Ayodhya) બની રહેલા રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. આ પહેલા લોકોમાં ભારે ઉત્સાહ અને ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ભગવાન રામ પર બનેલા ગીતો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) પણ ભગવાન રામ પર બનેલા ગીતો સતત શેર કરી રહ્યા છે.

આ પણ વાંચો - Bangladesh Election Update: PM Sheikh Hasina માટે લોકો કલ્યાણ સૌથી પહેલા

Tags :
Advertisement

.