Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

NEET પરીક્ષાનું પેપર થયું લીક? NTA એ આપી સ્પષ્ટતા...

નકલી કૌભાંડ અને પેપર લીક કૌભાંડ આજકલના સમયમાં દરરોજની વાત બની ગયા છે. હાલ એક મોટા સમાચાર પેપર લીકને લઈને સામે આવી રહ્યા છે. દેશની સૌથી મોટી પરીક્ષામાંઓની એક એવી NEET UG 2024 નું પેપર લીક થયું હોવાના સમાચાર સામે...
neet પરીક્ષાનું પેપર થયું લીક  nta એ આપી સ્પષ્ટતા

નકલી કૌભાંડ અને પેપર લીક કૌભાંડ આજકલના સમયમાં દરરોજની વાત બની ગયા છે. હાલ એક મોટા સમાચાર પેપર લીકને લઈને સામે આવી રહ્યા છે. દેશની સૌથી મોટી પરીક્ષામાંઓની એક એવી NEET UG 2024 નું પેપર લીક થયું હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. આ પરીક્ષાનું આયોજન 4750 કેન્દ્રો પર  કરવામાં આવ્યું અને લગભગ 24 લાખ વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી.

Advertisement

પરીક્ષા કેન્દ્રમાંથી બહાર આવ્યું NEET UG 2024 નું પેપર?

સમગ્ર ઘટના રાજસ્થાનના સવાઈ માધોપુરની છે.  પ્રાપ્ત અહેવાલો અનુસાર, મેનટાઉનમાં એક પરીક્ષા કેન્દ્રમાં NEETની પરીક્ષા દરમિયાન હંગામો થયો હતો. આ ઘટનામાં NEETનું પેપર કેન્દ્રની બહાર લઈ જવામાં આવ્યું હતું. NEET UG પરીક્ષા 2024 સમાપ્ત થયા પછી, NTA એ સાંજે 5 વાગ્યે નોટિસ જારી કરી છે. જેમાં લખ્યું છે - 'રાષ્ટ્રીય પરીક્ષા એજન્સીના ધ્યાનમાં આવ્યું છે કે NEET (UG) 2024ની પરીક્ષા દરમિયાન, કન્યા ઉચ્ચતર માધ્યમિક આદર્શ વિદ્યા મંદિરના એક પરીક્ષા કેન્દ્રના કેન્દ્ર અધિક્ષક દ્વારા NEET પ્રશ્નપત્ર ખોટી રીતે વહેંચવામાં આવ્યું હતું.જેના કારણે નિરીક્ષકો દ્વારા રોકવા છતાં કેટલાક ઉમેદવારો બળજબરીથી NEET નું પ્રશ્નપત્ર લઈને પરીક્ષા કેન્દ્રની બહાર આવી ગયા હતા.

Advertisement

NTA એ આપી સ્પષ્ટતા

NTA  ( National Testing Agency ) દ્વારા આ સમગ્ર બાબત અંગે સ્પષ્ટતા પણ આપવામાં આવી છે. NTA દ્વારા જણાવવામાં આવ્યું છે કે , 'પરીક્ષા દરમિયાન NEET પ્રશ્નપત્ર બહાર આવવાને કારણે અન્ય પરીક્ષા કેન્દ્રો પર આયોજિત પરીક્ષાની અખંડિતતાને આ ઘટનાથી અસર થઈ નથી. આ પરીક્ષા કેન્દ્ર સિવાય, અન્ય તમામ કેન્દ્રોમાં પરીક્ષા નિર્ધારિત સમયે નિર્ધારિત સમયે શરૂ થઈ હતી અને શાંતિપૂર્ણ રીતે હાથ ધરવામાં આવી હતી.

Advertisement

120 વિદ્યાર્થીઓ માટે 5 મેના રોજ ફરીથી પરીક્ષા લેવામાં આવશે

આ મામલા અંગે NTA તરત એક્શનમાં પણ આવી છે અને તેમના દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. NTA એ જણાવ્યું હતું કે, "તમામ ઉમેદવારોને સમાન તક પૂરી પાડવા માટે નિર્ણય લેવામાં આવ્યો હતો કે જે કેન્દ્ર પર આ ઘટના બની હતી તે કેન્દ્ર પર અસરગ્રસ્ત લગભગ 120 વિદ્યાર્થીઓ માટે 5 મેના રોજ ફરીથી પરીક્ષા લેવામાં આવશે."

આ પણ વાંચો : PM MODI આ તારીખે વારાણસી બેઠક પરથી ભરશે ફોર્મ

Tags :
Advertisement

.