NASA Warning : 8 જુલાઈએ થઇ જશે પૃથ્વીનો અંત!
NASA Warning : આકાશમાંથી એક મોટો ખતરો પૃથ્વી (Earth) તરફ ઝડપથી આવી રહ્યો છે. વૈજ્ઞાનિકો (Scientists) દ્વારા આપવામાં આવેલી જાણકારી મુજબ, જમીન તરફ એક વિશાળ એસ્ટરોઈડ (Huge Asteroid) ઝડપથી આવી રહ્યો છે. નાસા (NASA) એ આ એસ્ટરોઈડની ટક્કર અંગે ચેતવણી (Warning) જાહેર કરી છે. આ એસ્ટરોઈડ આશરે 65,000 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પૃથ્વી (Earth) તરફ આવી રહ્યો છે અને તેના કારણે વૈજ્ઞાનિકો (Scientists) ચિંતામાં મૂકાઈ ગયા છે.
મોટા કદનો એસ્ટરોઈડ પૃથ્વી તરફ આવી રહ્યો છે
યુનિવર્સમાં કરોડો એસ્ટરોઈડ (asteroids) ભ્રમણ કરી રહ્યા છે જેમાથી ભાગ્યે જ કોઇ એસ્ટરોઈડ પૃથ્વી (Earth) તરફ આવે છે. પણ તાજેતરમાં નાશા દ્વારા જે ચેતવણી (Warning) મળી રહી છે તે મુજબ એક વિશાળ કદનો એસ્ટરોઈડ (asteroids) પૃથ્વી તરફ ઝડપથી આવી રહ્યો છે જે 8 જુલાઈએ પૃથ્વી સાથે અથડાય શકે છે. અમેરિકન સ્પેસ એજન્સી નાસા (The American space agency NASA) એ આ બાબતે એલર્ટ (Alert) જાહેર કર્યું છે. આ એસ્ટરોઈડનું નામ 2024 MT-1 છે. તેનો વ્યાસ આશરે 260 ફૂટ છે.
Asteroid 2024 MT1 is a near-Earth object approximately 260 feet (about 79 meters) in size. It is classified as a potentially hazardous asteroid due to its significant size and the relatively close distance at which it will pass by Earth. The closest approach of 2024 MT1 is… pic.twitter.com/B5ilYyMNnY
— Astro_Insights 🔭🪐 (@AstroInsights_) July 2, 2024
વૈજ્ઞાનિકોના મતે જો તે આ જ ઝડપે વધશે તો 8 જુલાઈના રોજ તે પૃથ્વીની સૌથી નજીક પહોંચી જશે. નાસાએ તેના નીયર-અર્થ ઓબ્જેક્ટ ઓબ્ઝર્વેશન પ્રોગ્રામ દ્વારા એસ્ટરોઇડ 2024 MT1 વિશે જાણ્યું. નાસાએ પ્રથમ વખત આવો કાર્યક્રમ શરૂ કર્યો છે, જે પૃથ્વીની નજીક આવતા ઉલ્કાઓ અને ધૂમકેતુઓને ટ્રેક કરે છે. હાલમાં વૈજ્ઞાનિકો આ એસ્ટરોઈડના પથ અને તેની ઝડપ પર નજર રાખી રહ્યા છે. તેના પર નજર રાખવા માટે રડાર સિસ્ટમ અને ટેલિસ્કોપનો ઉપયોગ કરવામાં આવે છે.
શું ખરેખર પૃથ્વીને છે ખતરો?
નાસા (Nasa) એ જણાવ્યું કે, જ્યારે આ ઉલ્કાને પ્રથમ વખત ટ્રેક કરવામાં આવી ત્યારે મામલો ચિંતાજનક જણાતો હતો. પરંતુ તે ટૂંક સમયમાં જ જાણવા મળ્યું કે તે ક્ષણે પૃથ્વી સાથે અથડાવાની કોઈ શક્યતા નથી. જેપીએલ (નાસાની જેટ પ્રોપલ્શન લેબોરેટરી) એ તેના માર્ગનું નજીકથી નિરીક્ષણ કર્યું, જે પછી ચિંતા ઓછી થઈ. જેપીએલનું એસ્ટરોઇડ વોચ ડેશબોર્ડ એસ્ટરોઇડની ગતિ, સ્થિતિ અને પૃથ્વીથી અંતર વિશે રીઅલ-ટાઇમ ડેટા પ્રદાન કરે છે. જેપીએલને આશા છે કે આ ઉલ્કા પૃથ્વીથી લગભગ 15 લાખ કિલોમીટરના અંતરેથી પસાર થશે. આ ચંદ્ર અને પૃથ્વી વચ્ચેના અંતર કરતાં લગભગ ચાર ગણું વધારે છે. જો આવી ઉલ્કાઓ પૃથ્વી સાથે અથડાશે તો તે ખૂબ જ ખતરનાક બની શકે છે.
નાસાએ એસ્ટરોઈડના અભ્યાસ માટે શરૂ કર્યા અલગ અલગ મિશન
અથડામણ બાદ વિસ્ફોટ, આગ કે સુનામી જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. નાસાએ આવી પરિસ્થિતિઓનો સામનો કરવા માટે પ્લેનેટરી ડિફેન્સ કોઓર્ડિનેશન ઓફિસ (PDCO)ની રચના કરી છે. જે આવી બાબતોમાં સતત કામ કરે છે. નાસા ઉલ્કાઓ અને અન્ય જોખમોનો સામનો કરવા માટે મિશન ચલાવવાનું ચાલુ રાખે છે. સપ્ટેમ્બર 2022 માં, નાસાએ તેના અવકાશયાનને ડેમોફોરસ નામની ઉલ્કાઓ સાથે પણ અથડાવી હતી. એસ્ટરોઈડ સાથે સંકળાયેલ ખતરાઓને ટાળવા માટે વૈજ્ઞાનિકો સતત રિસર્ચ કરી રહ્યા છે. નાસાએ એસ્ટરોઈડના અભ્યાસ માટે અલગ અલગ મિશન પણ શરૂ કર્યા છે. આ મિશનનો હેતુ એસ્ટરોઈડના ખતરને ઓળખવો અને તેને પૃથ્વી તરફ આવવાથી રોકવાનો છે.
આ પણ વાંચો - Solar Storm: આશરે 2 દશકો બાદ સૌથી વિનાશકારી સુર્ય તુફાન પૃથ્વીથી અથડાયું
આ પણ વાંચો - ધરતી પર આવતું સંકટ આખરે ટળ્યું, નાસાનું Dart Mission સફળ