Rajkot : નયના બેન પેઢરીયા રાજકોટના નવા મેયર તરીકે વરણી
રાજકોટના નવા મેયર તરીકે નયના પેઢરીયા વરણી કરવામાં આવી છે જેમાં નવા ડેપ્યુટી મેયર તરીકે નરેન્દ્રસિંહ જાડેજા નિમાયા છે તેમજ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે જયમીન ઠાકરની વરણી કરવામાં આવી છે. જ્યારે શાસક પક્ષના નેતા તરીકે લીલુબેન જાદવની નિમણૂંક કરવામાં આવી છે. રાજકોટમાં મેયર પદની રેસમાં 4થી 5 મહિલા નગરસેવકોના નામ રેસમાં હતા.
સૌરાષ્ટ્રની રાજનીતિના એપિ સેન્ટર ગણાતા રાજકોટના નવા મેયરની આજે જાહેરાત કરવામાં આવી છે. રાજકોટનું મેયર પર મહિલા માટે અનામત છે. ત્યારે મેયર પદ માટે નયના પેઢડિયાના નામની પસંદગી કરવામાં આવી છે. મહિલા મોરચાના પૂર્વ પ્રમુખ નૈનાબેન પેઢડીયા ભાજપમાં ખૂબ જ સક્રિય રહેલા છે. પહેલાથી જ નયના પેઢડિયાનું નામ નિશ્ચિત માનવામાં આવતુ હતુ અને હવે મેયર તરીકે તેમના નામની જાહેરાત કરવામાં આવી છે.
Rajkot : રાજકોટ મનપાના નવા હોદ્દેદારોની વરણી#rajkotnews #rajkot #NewMayor #RMC #NaynaPedhadiya #GujaratFirst @smartcityrajkot pic.twitter.com/y2SlWoLQdC
— Gujarat First (@GujaratFirst) September 12, 2023
પસંદગીમાં લોકસભા ચૂંટણીના સમીકરણો ધ્યાને લેવાયા
રાજકોટના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદ માટે વોર્ડ નંબર 2ના કોર્પોરેટર જયમીન ઠાકર અને વોર્ડ નંબર 7ના કોર્પોરેટર અને સામાજિક આગેવાન દેવાંગ માંકડ પણ રેસમાં હતા. રાજકોટ મહાનગરપાલિકાના 18 વોર્ડના 72 કોર્પોરેટરો પૈકી 68 સભ્યો ભાજપના ચૂંટાયેલા છે. ભાજપનું મોવડી મંડળ રાજકોટના મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને સાશક પક્ષના નેતા પસંદગીમાં લોકસભા ચૂંટણીના સમીકરણો ધ્યાને લેવાયા છે.
આ પણ વાંચો-SURAT : સુરત શહેરના નવા મેયર તરીકે દક્ષેશ માવાણીની વરણી, ડેપ્યુટી મેયર પદે નરેશ પાટીલ