Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Mahemdavad: સિહુંજમાં આવેલું છે પૌરાણિક વિરેશ્વર મહાદેવનું મંદિર, શિવલિંગને લઈને આવી છે માન્યતા

ચોખાની પુંજ ભરવાથી મનોકામના પૂર્ણ થાય તેવી છે માન્યતા આ મંદિરમાં હજારીની સંખ્યામાં લોકો આવે છે દર્શનાર્થે અહીં ખોદકામ કરતા મળી આવ્યું હતું શિવલિંગ Mahemdavad: ગુજરાતમાં અત્યારે શ્રાવણ માસ શરૂ થઈ ગયો છે. જેથી શિવ મંદિરોમાં અત્યારે મોટી સંખ્યામાં...
mahemdavad  સિહુંજમાં આવેલું છે પૌરાણિક વિરેશ્વર મહાદેવનું મંદિર  શિવલિંગને લઈને આવી છે માન્યતા
  1. ચોખાની પુંજ ભરવાથી મનોકામના પૂર્ણ થાય તેવી છે માન્યતા
  2. આ મંદિરમાં હજારીની સંખ્યામાં લોકો આવે છે દર્શનાર્થે
  3. અહીં ખોદકામ કરતા મળી આવ્યું હતું શિવલિંગ

Mahemdavad: ગુજરાતમાં અત્યારે શ્રાવણ માસ શરૂ થઈ ગયો છે. જેથી શિવ મંદિરોમાં અત્યારે મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા માટે જતા હોય છે. મહેમદાવાદ (Mahemdavad)ના સિહુંજ ગામમાં પૌરાણિક વિરેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. આ ભગવાન શિવજીનું શિવલિંગ સ્વંભુ પ્રગટેલ છે. પાંડવો અજ્ઞાત વાસ દરમિયાન અહીંયા આ જગ્યાએ રહીને શિવજીની પૂજા કરતા હતા. અહીં ચોખાની પુંજ ભરવાથી તમારી માનતા પૂર્ણ થાય છે તેવી લોકોમાં માન્યતાઓ છે.

Advertisement

આ પણ વાંચો: Gujarat: હવામાન નિષ્ણાત અંબાલાલે કરી મોટી આગાહી, જાણો કયા જિલ્લાઓમાં થશે ભારે વરસાદ...

ખોદકામ કરતા મળી આવ્યું હતું શિવલિંગ

વિગતે વાત કરવામાં આવે તો, વર્ષો પહેલા આ મહેમદાવાદ (Mahemdavad)ના સિહુંજ ગામના રબારીની ગાય અહીંયા ચારો ચરવા આવતી હતી. ગાયના આંચડમાંથી દૂધ નીકળતું જોઈ રબારીએ ગામમાં જઈને વાત કરતા ગ્રામજનો ભેગા મળી આ જગ્યાએ ખોદકામ કરતા શિવલિંગ મળી આવ્યું હતું. આ શિવલિંગની સ્થાપના કરી વિરેશ્વર મહાદેવનું નામ આપવામાં આવ્યું હતું. આ વિરેશ્વર મહાદેવનું શિવલિંગ દર વર્ષે ચોખા ભાગ જેટલું વધે છે તેવી લોકમાન્યતાઓ છે. આ સાથે એવી પણ માન્યતા છે કે, જો તમારે બાળક થતું ના હોય અને અહીંયા (વિરેશ્વર મહાદેવ મંદિર)થી ચોખા લઇ જઈ એ ચોખાની ખીર બનાવી ખાવાથીબાળક થાય છે.

Advertisement

આ પણ વાંચો: Gondal : રમણીય વિસ્તાર વચ્ચે આવેલું છે 350 વર્ષ જૂનું સુરેશ્વર મહાદેવ મંદિર, જાણો શું છે માન્યતા ?

Advertisement

શ્રાવણમાં દરરોજ 45 કિલો ચોખાની પુંજ ભરવામાં આવે છે

દરેક મંદિરમાં ભગવાનને બીલીપત્ર, પાણી અને દૂધનો અભિષેક કરવામાં આવે છે. આ વિરેશ્વર મહાદેવના શિવલિંગ પર ચોખાનો પણ દર સોમવારે અભિષેક કરવામાં આવે છે. શ્રાવણ માસ દરમિયાન દરરોજ સવારે 45 કિલો ચોખાની પુંજ ભરવામાં આવે છે. આ સાથે વર્ષ દરમિયાન દરેક સોમવારે ચોખાની પુંજ ભરવામાં આવે છે. ભક્તોની મનોકામના પૂર્ણ થતા અહીંયા ભક્તો ચોખાની પુંજ ભરી બાધા પૂર્ણ કરે છે.

આ પણ વાંચો: નવસારી અને વલસાડમાં જળબંબાકાર, CM Bhupendra Patel એ બંને જિલ્લાના કલેક્ટર સાથે કરી વાત

મંદિરની પાછળ આવેલો છે ભીમ વહેરો

નોંધનીય છે કે, વિરેશ્વર મહાદેવના મંદિર પાછળ ભીમ વહેરો આવેલો છે. અહીંયા પાંડવો રહેતા હતા તે સમયના કદમના ઝાડ હાલમાં પણ હોવા મળે છે. મધ્ય કાલીન કવિ શામાડ ભટ્ટે અહીંયા આ મહાદેવ મંદિરમાં રહીને બત્રીસ પૂતળીઓની વાર્તાઓ લખી હતી. ઉલ્લેખનીય છે કે, અત્યારે શ્રાવણ માસ ચાલતો હોવાથી દૂર દૂરથી ભક્તો મહાદેવના દર્શન કરવા માટે આ મંદિરમાં આવી રહ્યા છે.

અહેવાલઃ કિશનસિંહ રાઠોડ, ખેડા
Tags :
Advertisement

.