Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

BJP : માય ફર્સ્ટ વોટ ટુ મોદી કેમ્પેઈન લોન્ચ કરાશે

BJP : આગામી લોકસભાની લોકસભાની ચૂંટણી (LOKSABHA ELECTION 2024) માટે ભાજપે ( BJP) તડામાર તૈયારીઓ શરુ કરી દીધી છે. આજે કમલમ ખાતે BJP ગુજરાત યુવા મોરચાની મળેલી ખાસ બેઠકમાં લોકસભાની ચૂંટણી પૂર્વે યુવા મતદારોને આકર્ષવા માટે અનેક કાર્યક્રમો ઘડવામાં આવ્યા...
bjp   માય ફર્સ્ટ વોટ ટુ મોદી કેમ્પેઈન લોન્ચ કરાશે

BJP : આગામી લોકસભાની લોકસભાની ચૂંટણી (LOKSABHA ELECTION 2024) માટે ભાજપે ( BJP) તડામાર તૈયારીઓ શરુ કરી દીધી છે. આજે કમલમ ખાતે BJP ગુજરાત યુવા મોરચાની મળેલી ખાસ બેઠકમાં લોકસભાની ચૂંટણી પૂર્વે યુવા મતદારોને આકર્ષવા માટે અનેક કાર્યક્રમો ઘડવામાં આવ્યા છે. ભાજપ( BJP) યુવા મોરચા દ્વારા માઈક્રો લેવલનું પ્લાનિંગ કરાયુ છે.

Advertisement

ગુજરાત યુવા મોરચાની આજે બેઠક મળી

કમલમ ખાતે ગુજરાત યુવા મોરચાની આજે બેઠક મળી હતી. આ બેઠક યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ પ્રશાંત કોરાટની અધ્યક્ષતામાં મળી હતી. બેઠકમાં જાન્યુઆરી મહિનાના થયેલા કાર્યક્રમો અને ફેબ્રુઆરી મહિનામાં થનારા કાર્યક્રમો અંગે ચર્ચા કરાઇ હતી. ગત દિવસોમાં મતદાતા દિવસ નિમિત્તે નમો મતદાતા સંમેલન દેશભરમાં યોજાયા હતા જેમાં આ કાર્યક્રમ અંતર્ગત દેશમાં સૌથી વધુ ગુજરાતના યુવાનોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. ગુજરાતમાં ૧૧.૧૧ લાખથી વધુ મતદાતાઓનું રજિસ્ટ્રેશન થયું હોવાની માહિતી અપાઇ હતી.

Advertisement

ભાજપ યુવા મોરચા દ્વારા માઈક્રો લેવલનું પ્લાનિંગ

હવે જ્યારે આગામી લોકસભાની ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે ત્યારે લોકસભા ચૂંટણીમાં ગુજરાત ભાજપનો યુવા મોરચો યુવાઓ સુધી પહોંચશે તેવું આયોજન કરાયું છે. ભાજપ યુવા મોરચા દ્વારા માઈક્રો લેવલનું પ્લાનિંગ કરાયું છે. ખાસ કરીને
આગામી દિવસોમાં યુવા મતદારોને આકર્ષવા કાર્યક્રમો ઘડવામાં આવ્યા છે.

યુવા ચૌપાલ, યુવા અડ્ડા, યુથ કોન્ક્લેવનું આયોજન

યુવા મોરચા દ્વારા યુવા મતદારોને આકર્ષવા માટે યુવા ચૌપાલ, યુવા અડ્ડા, યુથ કોન્ક્લેવ યોજી માય ફર્સ્ટ વોટ ટુ મોદી કેમ્પેઈન લોન્ચ કરાશે. ઉપરાંત લોકસભા ચૂંટણી પહેલા વર્ષ ૨૦૧૪થી પ્રથમ, બીજી અને ત્રીજી વાર મતદાન કરનાર યુવાઓનો પણ સંપર્ક કરાશે,. બુથની અંદર નોંધાયેલા નવા મતદાતાઓ માટે યુવા ચૌપાલ, યુથ અડ્ડા સહિતના કાર્યક્રમો થશે તથા શક્તિ કેન્દ્રના સ્તરે ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં વિવિધ કાર્યક્રમો યોજાશે. આગામી દિવસોમાં દરેક વિધાનસભામાં યુવા મોરચાના પદાધિકારીઓ બેઠક લેવા જશે તથા શક્તિ કેન્દ્રના સંયોજકો અને પ્રભારીઓ સાથે બેઠક લેશે. ૨૦ ફેબ્રુઆરીથી માર્ચના પ્રથમ સપ્તાહ સુધી બેઠકો ચાલશે.

Advertisement

૧૨૩૬૪ જેટલા કાર્યક્રમો યોજવામા આવશે

આ સાથે ૨૦૧૪માં પ્રથમવાર મત આપનારથી લઈને અત્યાર સુધીમાં મત આપનાર યુવા મતદારોનો પણ સંપર્ક કરાશે. વર્ષ ૨૦૨૪માં ફરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ચૂંટવા માટે આહવાન કરાશે. શક્તિ કેંદ્રના યુવા સંયોજક યુવા ચૌપાલનો કાર્યક્રમ કરશે. સરકારની યોજનાઓ સહિતની બાબતોનો સમાવેશ કરાશે. આ માટે ૧૨૩૬૪ જેટલા કાર્યક્રમો યોજવામા આવશે.

આ પણ વાંચો---AAP : ગારિયાધારના ધારાસભ્ય સુધીર વાઘાણી રહસ્યમય સંજોગોમાં ગાયબ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.