ગુપ્તાંગથી લઈ આંખની કીકી સુધી અમેરિકાની આ મહિલાએ કરાવ્યા Tattoo
આંખ ઉપરાંત આંખની કીકીમાં પણ Tattoo કરાવ્યા
Fuerzina એ શરીર પર 89 Modifications કરાવ્યા
Tattoo ને અંધારાને સુંદરતામાં બદલવું થીમ પર બનાવ્યા
Most tattooed woman in the world: હાલના સમયમાં લોકો કાર્ય, પહેરવેશ, આદત, બોલવાની છટાથી લઈને પોતાના અંગ સુધી અન્ય વ્યક્તિ કરતા અલગ અને સુંદર દેખાવાનો પ્રયત્ન કરતા હોય છે. તેના કારણે અનેકવાર આ પ્રકારના લોકોને ટીકાનો પણ સામનો કરવો પડતો હોય છે. તે ઉપરાંત આ પ્રકારના શોખથી અનેકવાર તેમને નામના પણ મળતી હોય છે. ત્યારે આવી જ એક અનોખી મહિલા મળી આવી ચે. આ મહિલા અમેરિકામાં રહે છે. આ મહિલાનો શોખ જોકે સામાન્ય છે, પરંતુ આ શોખને તેમણે અનોખી રીતે અપનાવ્યો છે.
આંખ ઉપરાંત આંખની કીકીમાં પણ Tattoo કરાવ્યા
તો અમેરિકામાં રહેતી 36 વર્ષની મહિલાનું નામ Esperance Lumineska Fuerzina છે. તેને બાળપણથી પોતાના શરીર પર વિવિધ પ્રકારના Tattoo કરાવવાનો શોખ હતો. તો તેના આ Tattoo કરાવવાના શોખે તેને એક અલગ નામના અને પ્રસિદ્ધી આપી છે. Esperance Lumineska Fuerzina નું નામ Guinness Book of World Records માં નોંધવામાં આવ્યું છે. કારણ કે... Fuerzina ના શરીર પર વિશ્વની અંદર અન્ય વ્યક્તિની તુલના સૌથી વધુ Tattoo છે. આ વાત તેણે કબૂલ કરી છે. તે ઉપરાંત Guinness Book of World Records ના સત્તાધીશો દ્વારા પણ આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે.
આ પણ વાંચો: Japan ની આ મહિલા બની વિશ્વમાં સૌથી વધુ ઉંમર ધરાવતી વ્યક્તિ
View this post on Instagram
Fuerzina એ શરીર પર 89 Modifications કરાવ્યા
Fuerzina ના જણાવ્યા અનુસાર, તેના ગુપ્તાંગમાં પણ Tattoo કરાવવામાં આવ્યા છે. ત્યારે Fuerzina ના શરીરમાં નખશિખ સુધી Tattoo કરાવ્યા છે. તે ઉપરાંત તે અમેરિકાની સેનામાં મેડિકલ ઓફિસર તરીક પણ કામ કરી ચૂકી છે. Fuerzina એ પોતાના શરીર પર 89 Modifications પણ કરાવ્યા છે. Guinness Book of World Records ના જણાવ્યા અનુસાર તેણીએ પોતાના શરીર હાથ-પગ, માથું, પીઠનો ભાગ, ગુપ્તાંગ, આંખની પાપણો ઉપરાંત આંખની કીકીમાં પણ Tattoo કરાવ્યા છે.
Tattoo ને અંધારાને સુંદરતામાં બદલવું થીમ પર બનાવ્યા
તો Tattoo હોવાને કારણે Fuerzina ને લોકો હલન-ચલન કરતો કેનવાસ તરીકે સંબોધિત કરે છે. તો Fuerzina ના જણાવ્યા અનુસાર, મારા શરીર પર કરેલા Tattoo અંધારાને સુંદરતામાં બદલવું થીમ પર બનાવ્યા છે. જોકે શરૂઆતમાં મને થોડો ભયનો અનુભવ થયો હતો. પરંતુ સૈન્યમાં પ્રશિક્ષણ દરમિયાન મારું મનોબળ મજબૂત બની ગયું હતું. મહિલામાં એક અનોખી શક્તિ હોય છે, જે તેમને કંઈ પણ કરવા માટે સંપૂર્ણ ક્ષમતા અને પ્રેરણા આપે છે.
આ પણ વાંચો: 119 વર્ષ બાદ આફ્રિકામાંથી મળ્યો કોહિનૂર કરતા પણ મૂલ્યવાન હીરો