Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Morbi Bridge Tragedy : કોંગ્રેસના 3 પાટીદાર નેતા ઓરેવા ગ્રુપના માલિક જયસુખ પટેલના સમર્થનમાં આવ્યા, જાણો શું કહ્યું

2022 માં થયેલી મોરબી બ્રિજ દુર્ઘટનાએ 135 લોકોના જીવ લઇ લીધા હતા. જે અંગે એકવાર ફરી રાજનીતિ શરૂ થઇ ગઇ છે. જણાવી દઇએ કે, કોંગ્રેસના 3 પાટીદાર નેતાઓ (લલિત કગથરા, લલિત વસોયા, કિરીટ પટેલ) એ આ મામલે હવે આંદોલનની ચીમકી...
morbi bridge tragedy   કોંગ્રેસના 3 પાટીદાર નેતા ઓરેવા ગ્રુપના માલિક જયસુખ પટેલના સમર્થનમાં આવ્યા  જાણો શું કહ્યું

2022 માં થયેલી મોરબી બ્રિજ દુર્ઘટનાએ 135 લોકોના જીવ લઇ લીધા હતા. જે અંગે એકવાર ફરી રાજનીતિ શરૂ થઇ ગઇ છે. જણાવી દઇએ કે, કોંગ્રેસના 3 પાટીદાર નેતાઓ (લલિત કગથરા, લલિત વસોયા, કિરીટ પટેલ) એ આ મામલે હવે આંદોલનની ચીમકી આપી છે. તેમણે મોરબી બ્રિજ દુર્ઘટના મામલે SIT ના રિપોર્ટ સામે સવાલ ઉઠાવ્યો છે. સમગ્ર મામલે તેઓ ઓરેવા ગ્રુપના માલિક જયસુખ પટેલના સમર્થન હોય તેવું દેખાઈ રહ્યું છે.

Advertisement

મોરબી દુર્ઘટનામાં SIT નો રિપોર્ટ એક તરફી : લલિત કગથરા

મોરબી બ્રિજ દુર્ઘટના મામલે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત કગથરાએ કહ્યું કે, ઓરેવા ગ્રુપના માલિક જયસુખ પટેલને ખોટી રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે. તેમના ઉપર ખોટા આરોપ લગાવવામાં આવ્યો છે. તેમણે આ દુર્ઘટનામાં SIT ના રિપોર્ટ પર એક તરફી રહેવાનું નિવેદન આપ્યું છે. આ સાથે જ મોરબી કલેક્ટર, નગરપાલિકાના ચીફ ઓફિસર વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. તેમણે તૂટી ગયેલા ઝુલતા પુલને મોરબીની વિરાસત ગણાવતા કહ્યું કે, જ્યારે આ પુલ ધરાશાયી થયો ત્યારે સરકારે તંત્રના જવાબદાર અધિકારીઓને પકડવાને બદલે એક કંપનીના માણસોને પકડ્યા હતા. આ મામલે સરકાર પોતાની જવાબદારીમાંથી છટકી રહી હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. લલિત કગથરાએ કહ્યું કે, દુર્ઘટનાના SIT રિપોર્ટ એક તરફી છે. જેમાં અધિકારીઓને બચાવવા કોંટ્રાક્ટરોને હેરાન કરવામાં આવી રહ્યા છે. SIT એ માત્ર એક તરફી તપાસ કરી હોય તેવું લાગી રહ્યું છે. સાચી તપાસ કેમ નથી થઈ રહી તે સવાલ છે. જો સાચી તપાસ નહીં થાય તો આંદોલન કરવામાં આવશે. તમામ પાટીદાર સંસ્થાના વડીલોને મળીને આ મુદ્દે ચર્ચા કરીશું.

Advertisement

કેમ ઓરેવા ગ્રુપ પર જ ઉઠ્યા સવાલ : લલિત કગથરા

Advertisement

લલિત કગથરાએ વધુમાં કહ્યું કે, મોરબીનો ઝુલતો પુલ 1995 થી 2007 ની વચ્ચે બે વખત સંપૂર્ણ રીતે રીપેરિંગ કરવામાં આવ્યો હતો. જેમા એક એપેક્સ ફર્નિચર, રાજકોટને કામ આપવામાં આવ્યું હતું. અને ત્યારબાદ નરસિંહભાઈ ચાવડાને આ કામ આપવામાં આવ્યું હતું. આ બંને કંપનીઓ કેબલનું કામ કરવા માટે એક્સપર્ટ નહોતી. SIT દ્વારા ઓરેવા ગ્રુપ પર જે આરોપ લગાવવામાં આવ્યા છે કે તેની પાસે કેબલનું કામ કરવાનો કોઇ અનુભવ નહતો તો આવું જ આગળની બંને કંપનીઓ પાસે પણ કેબલનું કામ કરવાનો અનુભવ નહોતો. તે બંને કંપનીઓ પાસે અનુભવ ન હોવા છતા પણ જે તે સમયે નગરપાલિકાએ તેમની પાસે કેબલનું કામ કરાયું. તે સમયે પણ કોઇ ટેકનિકલ ફિટનેસ માટેનું કોઇની પણ પાસેથી સર્ટિફિકેટ લેવામાં આવ્યું નહોતું અને ઓરેવામાં પણ લીધું નહોતું. ત્યારે સવાલ ઉભો થાય છે કે, SIT એ જે પ્રશ્નો ઉઠાવ્યા છે ત્યારે તેમણે પોતાની તપાસમાં આ મુદ્દાઓ કેમ ધ્યાને ન લીધા કે આ કંપની પાસે પણ સર્ટિફિકેટ નહોતા તેમ છતા પણ નગરપાલિકાએ તેમની પાસે કામ કરાવ્યું.

ઓરેવાની જેમ તંત્ર પણ તેટલું છે જવાબદાર : લલિત કગથરા

કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત કગથરાએ કહ્યું કે, જ્યારે પણ કોઇપણ એગ્રિમેન્ટ બને છે અને તેમા જે બંધનકર્તા હોય છે તે ત્રણેય લોકો તેટલા જ જવાબદાર હોય છે જેટલા ઓરેવા ગ્રુપ જવાબદાર બને છે. આ એગ્રિમેન્ટમાં મોરબીના કલેક્ટર, ચીફ ઓફિસર, નગરપાલિકા ત્રણેયની સહી છે. આ ત્રણેય લોકોએ સાથે મળીને એગ્રિમેન્ટ કર્યું છે. જેટલી ઓરેવા ગ્રુપની જવાબદારી છે તેટલી જ કલેક્ટરની પણ જવાબદારી છે. તેમણે આગળ કહ્યું કે, કલેક્ટરે જ્યારે એગ્રિમેન્ટ બનાવ્યું ત્યારે તેમણે ઘણા બધા લુ ફોલ્સ નાખી દીધા છે. જેમકે અમુક ગણતરીના લોકોને જ જવા દેવું, તેવું એગ્રિમેન્ટમાં કરાર નથી. લાઇફ સેવિંગ જેકેટ જેવી કોઇ એગ્રિમેન્ટમાં શરતો નહોતી. હું વર્ષોથી ઝુલતા પુલને જોતો આવ્યો છું, આટલા વર્ષોમાં અહીં ક્યારે કોઇ બચાવની કામગીરીની કોઇ વ્યવસ્થા ક્યારે પણ નહોતી. ઘણા વર્ષો સુધી આ ઝુલતો પુલ નગરપાલિકા પાસે હતો તેમ છતા આવી કોઇ વ્યવસ્થા નહોતી. પણ આ દુર્ઘટના બન્યા પછી ઓરેવા ગ્રુપને ટાર્ગેટ કરીને SIT ને કેમ પાછળ જે થયું તે ન દેખાયું અને માત્ર ઓરેવા ગ્રુપ જ કેમ દેખાય છે. તેમણે આગળ કહ્યું કે, SOP માં નહોતા તેવા મુદ્દાની તપાસ SIT એ કરી છે. ઑરેવા ગ્રુપ વર્ષોથી ભાજપ સાથે સંકળાયેલું છે. ઓરેવા ગ્રુપમાં સહકારથી ચૂંટાયેલા લોકો પણ આજે તેની સાથે નથી. ચૂંટણીના કારણે ઓરેવા ગૃપને હોળીનું નારિયેળ બનવવામાં આવ્યું છે. સરકાર તટસ્થ તપાસ કરે નહી તો આંદોલન કરીશું. પાટીદારની ધાર્મિક સંસ્થાઓના આગેવાનોનું માર્ગદર્શન મેળવી આંદોલન કરીશું.

આ પણ વાંચો - મોરબી બ્રિજ દુર્ઘટનામાં SIT ટીમનો રિપોર્ટ કોર્ટમાં રજૂ કરાયો,ઓરેવા કંપની દુર્ઘટના માટે જવાબદાર

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.