Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

MM Naravane Book: કેન્દ્રીય રક્ષા મંત્રાલયનું શું રહસ્ય છુપાયેલું છે આ પુસ્તકમાં

MM Naravane Book: ભૂતપૂર્વ Indian Army પ્રમુખ જનરલ M.M. Naravane ના પુસ્તકની સેના દ્વારા સમીક્ષા કરવામાં આવી રહી છે. આ પુસ્તકનું નામ For Stars Of Destiny છે. આ પુસ્તક આ મહિને પ્રકાશિત થશે. એક અહેવાલ અનુસાર ગત મહિને તેના અંશો...
mm naravane book  કેન્દ્રીય રક્ષા મંત્રાલયનું શું રહસ્ય છુપાયેલું છે આ પુસ્તકમાં

MM Naravane Book: ભૂતપૂર્વ Indian Army પ્રમુખ જનરલ M.M. Naravane ના પુસ્તકની સેના દ્વારા સમીક્ષા કરવામાં આવી રહી છે. આ પુસ્તકનું નામ For Stars Of Destiny છે. આ પુસ્તક આ મહિને પ્રકાશિત થશે. એક અહેવાલ અનુસાર ગત મહિને તેના અંશો પ્રકાશિત કર્યા હતા. આ પુસ્તકમાં પૂર્વી લદાખમાં LOC જે India-Chine ની સરહદ તરીકે છે. તેને લઈને ભારતીય રક્ષા મંત્રી રાજનાથ સિંહ સાથે 31 ઓગસ્ટ, 2020ના રોજ થયેલી ચર્ચા વિશે જણાવવામાં આવ્યું છે.

Advertisement

MM Naravane Book

MM Naravane Book

નિયમો શું કહે છે?

એક અહેવાલ અનુસાર, Army Rules 1954 ની કલમ 21 હેઠળ આર્મી અથવા સિવિલ સર્વિસમાં કામ કરતા અધિકારીઓએ તેમનું પુસ્તક પ્રકાશિત કરાવવા માટે અમુક નિયમોનું પાલન કરવું પડે છે. પરંતુ નિવૃત્ત અધિકારીઓ માટે આ કાયદો થોડો અલગ છે.

Advertisement

Army Rules હેઠળ, કોઈપણ વ્યક્તિ કોઈપણ રાજકીય પ્રશ્ન અથવા સેવા સંબંધિત કોઈપણ વિષય વિશે મીડિયાને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે માહિતી આપી શકે નહીં. જો આમ કરવામાં આવે તો તેણે કેન્દ્ર સરકારની પરવાનગી લેવી પડશે.

ત્યારે જૂન 2021માં Personal And Training Department દ્વારા અમુક બદલાવ કરાયા હતા. તેના અંતર્ગત નિવૃત્ત સરકારી અધિકારીઓ કે જેઓ ગુપ્તચર વિભાગ અથવા સુરક્ષા સંબંધિત વિભાગમાં કામ કરી ચૂક્યા છે, તેઓ તેમની નિવૃત્તિ પછી પણ સરકારની પરવાનગી વિના કંઈપણ પ્રકાશિત કરી શકશે નહીં.

Advertisement

શું આ નિયમો જનરલ નરવણેને પણ લાગુ પડે છે?

કેટલાક અધિકારીઓએ જણાવ્યું હતું કે સશસ્ત્ર દળોના કર્મચારીઓ દ્વારા પ્રકાશિત કરવામાં આવનાર પુસ્તકોની સમીક્ષા પ્રક્રિયા Central Civil Service નિયમ 1972 માંથી લેવામાં આવી શકે છે. જેમાં કર્મચારી અને તાલીમ વિભાગ દ્વારા જૂન 2021માં સુધારો કરવામાં આવ્યો હતો.

વધુમાં જણાવ્યું હતું કે સેનાના નિવૃત્ત સિવિલ કર્મચારીઓ કે જેઓ આ કેટેગરીના નથી તેઓને પુસ્તક પ્રકાશિત કરવા માટે સરકારની મંજૂરી લેવાની જરૂર નથી. ભૂતકાળમાં પૂર્વ આર્મી ચીફ જનરલ વીપી મલિકના પુસ્તક 'કારગિલઃ ફ્રોમ સરપ્રાઈઝ ટુ વિક્ટરી' અને રિટાયર્ડ જનરલ વીકે સિંહના પુસ્તક 'કૉરેજ એન્ડ કન્વિક્શનઃ એન ઓટોબાયોગ્રાફી' પ્રકાશિત થઈ ચૂક્યા છે.

આ પુસ્તકમાં કયા મુદ્દાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે?

પૂર્વ Army Chief જનરલ M.M. Naravane એ પોતાના સંસ્મરણ For Stars Of Destiny માં રક્ષા મંત્રી રાજનાથ સિંહ સાથે થયેલી વાતચીતનો ખુલાસો કર્યો છે. જો કે 18 ડિસેમ્બરે For Stars Of Destiny સંસ્મરણના અંશો પ્રકાશિત કરવામાં આવ્યા હતા. આ પુસ્તકના પ્રકાશક પેંગ્વિન રેન્ડમ હાઉસને સમીક્ષા પૂર્ણ ન થાય ત્યાં સુધી પુસ્તકના અવતરણો અથવા સોફ્ટ કોપી શેર ન કરવા માટે કહેવામાં આવ્યું છે.

આ સંસ્મરણોમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે આ સમગ્ર ઘટનામાં સંરક્ષણ મંત્રાલય પણ અમુક સ્તરે સામેલ હતું. For Stars Of Destiny માં નરવણેએ રાજનાથ સિંહની સૂચનાઓ તેમજ સંરક્ષણ પ્રધાન, વિદેશ પ્રધાન, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અને ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ (CDS) વચ્ચે તે રાત્રે ફોન કોલ્સનું પણ વર્ણન કર્યું છે.

આ પણ વાંચો: ISRO Chief: Aditya-L1 ની સફળતા પર S Somanath નું નિવેદન

Tags :
Advertisement

.