Mirzapur Season 3: જાણો... Mirzapur Series માં ગુડ્ડૂ પંડિત કે પછી કાલીન ભૈયાને સૌથી વધુ પૈસા મળ્યા?
Mirzapur Season 3: હાલ, લોકોમાં Mirzapur Season 3 ને લઈ ચર્ચાનો વિષય બન્યો છે. કારણ કે.... ભારતમાં Mirzapur Web series એ સૌથી લોકપ્રિય સિરીઝ છે. જોકે Mirzapur Season 3 Release કરવામાં આવી છે. જોકે આ Series પહેલાથી જ લોકોમાં એક અલગ ઓળખ અને સ્થાન બનાવ્યું છે. ત્યારે Mirzapur ની સીઝન 3 માં માત્ર બે અભિનેતા વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી હતી. પરંતુ આ લડાઈ મીર્ઝાપુર સીઝનમાં નહીં, પરંતુ પૈસાને લઈને મુકાબલો જોવા મળે છે.
અભિનય પાછળ મેકર્સે અભિનેતાઓને ભારે રકમ ચૂકવી
એક સીઝન માટે 1 કરોડ 20 લાખ રુપિયા ચૂકવ્યા
શ્વેતા ત્રિપાઠીને 2 લાખ 20 હજાર રુપિયા ચૂકવ્યા છે
તો સૌથી Mirzapur માં ચર્ચા કાલીન ભયૈ એટલે Punkaj Tripathi અને ગુડ્ડૂ પંડિત એટલે Ali Fazal ની થઈ રહી છે. આ બંને અભિનેતાએ દરેક વખતે લોકોને પોતાના અભિનયથી ચોંકાવ્યા છે. પરંતુ આ અભિનય પાછળ મેકર્સે અભિનેતાઓને ભારે રકમ ચૂકવી છે. ત્યારે આ બંનેમાંથી સૌથી વધુ રકમ કોને આપવામાં આવી હશે, તેના વિશે દરેક લોકો વિચારી રહ્યા છે. ત્યારે આ અહેવાલમાં Mirzapur Season માં કોને સૌથી વધુ ફી આપવામાં આવી છે, તેના વિશે માહિતગાર કરાશે.
એક સીઝન માટે 1 કરોડ 20 લાખ રુપિયા ચૂકવ્યા
kaafi bum-pilaat visuals hain 🤌💥#MirzapurOnPrime, Watch Now pic.twitter.com/tVYuNJT9L5
— prime video IN (@PrimeVideoIN) July 8, 2024
ત્યારે અહેવાલો અનુસાર Ali Fazal ને ગુડ્ડૂ પંડિતના કિરદાર માટે દરેક એપિસોટ માટે 12 લાખ રુપિયા આપ્યા છે. ત્યારે એક સીઝન માટે આશરે 1 કરોડ 20 લાખ રુપિયા ચૂકવ્યા છે. જોકે Ali Fazal ને Mirzapur Season 1 માટે આ રકમ ચૂકવવામાં આવી હતી. ત્યારે આ વખતે લોકપ્રિયતાની દ્રષ્ટિએ તેમનો આંકડો વધી ગયો હોય, તેવુ લાગી રહ્યું છે. ત્યારે વાત કરીએ કાલીન ભૈયા એટલે Punkaj Tripathi ની તો, તેમને મેકર્સે સૌથી વધુ રકમ ચૂકવી છે.
શ્વેતા ત્રિપાઠીને 2 લાખ 20 હજાર રુપિયા ચૂકવ્યા છે
Punkaj Tripathi એ એક સિઝન માટે 10 કરોડ રુપિયા વસૂલ કર્યા છે. એટલે કે મેકર્સે Punkaj Tripathi ને દરેક એપિસોડ માટે 1 કરોડ રુપિયા આપ્યા છે. તો Mirzapur Season 3 માં તેમની અને Ali Fazal ની રકમમાં વધારો થઈ શકે તેમ છે. તે ઉપરાંત ગોલૂનો કિરદાર નિભાવનાર શ્વેતા ત્રિપાઠીને 2 લાખ 20 હજાર રુપિયા ચૂકવ્યા છે. તો બીના ભાભીનું કિરદાર અદા કરવા માટે રસિકા દુગ્ગલને 2 લાખ રુપિયા ચૂકવ્યા છે.