Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મંત્રી કુંવરજી હળપતિએ 156 દીકરા-દીકરીઓના કરાવ્યા લગ્ન, આશીર્વાદ આપવા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ હાજર

સુરતના માંડવી ખાતે સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમૂહ લગ્નનું આયોજન માંડવી વિધાનસભાના ધારાસભ્ય અને મંત્રી કુંવરજી હળપતિ દ્વારા કરવામાં આવ્યું હતું. સમૂહ લગ્નમાં 156 યુગલોએ ભાગ લીધો હતો, ત્યારે નવદંપતીઓને આશીર્વાદ પાઠવવા માટે પ્રદેશ...
મંત્રી કુંવરજી હળપતિએ 156 દીકરા દીકરીઓના કરાવ્યા લગ્ન  આશીર્વાદ આપવા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ હાજર

સુરતના માંડવી ખાતે સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમૂહ લગ્નનું આયોજન માંડવી વિધાનસભાના ધારાસભ્ય અને મંત્રી કુંવરજી હળપતિ દ્વારા કરવામાં આવ્યું હતું. સમૂહ લગ્નમાં 156 યુગલોએ ભાગ લીધો હતો, ત્યારે નવદંપતીઓને આશીર્વાદ પાઠવવા માટે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ પણ માંડવી ખાતે પહોંચ્યા હતા. જ્યાં સી.આર.પાટીલે ભવ્ય સમૂહ લગ્નના આયોજન બદલ અભિનંદન પાઠવ્યા હતા.

Advertisement

આદિવાસી વિસ્તારમાં દીકરીઓ વધુ છે માટે દીકરીઓને ભણાવવી પણ ખૂબ જ જરૂરી છે, જે દીકરીના માતા પિતાઓને લગ્નના ખર્ચની ખૂબ ચિંતા હોય છે. ત્યારે આવા ભવ્ય સમૂહ લગ્નનું આયોજનની પ્રશંસા કરી હતી અને મંત્રી કુંવરજી હળપતિ આવનારા સમયમાં પણ આજ પ્રમાણે ગરીબ પરિવારના દીકરા દીકરીઓના લગ્ન કરાવતાં રહેશે તેમ જણાવ્યું હતું. વધુમાં પાટીલે ગર્ભ પરીક્ષણ ઉપર ભાર આપી ગર્ભ પરીક્ષણ નહી કરાવવા માટે અનુરોધ કર્યો હતો, દીકરી ભણે છે ત્યારે બે કુંટુંબો ભણતાં હોય છે માટે દીકરીનો જન્મ થવા દેવા પાટીલે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું. માંડવી ખાતે યોજાયેલા સમૂહ લગ્નના આયોજનને લઈને સી.આર.પાટીલે માંડવીના ધારાસભ્ય અને મંત્રી કુંવરજી હળપતિના ભરપેટ વખાણ કર્યા હતા.

Advertisement

યોજાયેલા સમૂહ લગ્નમાં સાધુ સંતો પણ હાજર રહ્યા હતા. સંતો દ્વારા પણ સમૂહ લગ્નમાં નવ દંપતીઓને આશીર્વાદ પાઠવ્યા હતા. મંત્રીએ સમૂહ લગ્નની સાથે કન્યાઓને કરિયાવરમાં ચાંદીનું મંગળ શુત્ર, સોનાની જળ, કબાટ સહિતનો સામાન આપવામાં આવ્યો છે. માંડવી તાલુકો ટ્રાઈબલ તાલુકો છે ત્યારે આ વિસ્તારમાં સૌ પ્રથમ વાર આવા ભવ્ય સમૂહ લગ્નનું આયોજન કરવા બદલ મંત્રી કુંવરજી હળપતિને અભિનંદન પાઠવ્યા હતા. આ સમૂહ લગ્નમાં સર્વ જ્ઞાતિના દીકરા દીકરીઓએ ભાગ લીધો હતો ત્યારે આવા સફળ અને ભવ્ય લગ્નના આયોજન બદલ મંત્રી કુંવરજી હળપતિ પ્રશંસા કરવામાં આવી હતી.

Advertisement

મંત્રી કુંવરજી હળપતિએ એક ભગીરથ બીડું ઝડપ્યું છે ત્યારે મંત્રી કુંવરજી હળપતિના આ સેવાકિય યજ્ઞથી 156 ગરીબ દીકરા-દીકરીના માં-બાપને એક આર્થિક રાહત મળી છે. માંડવી વિધાનસભાના ધારાસભ્ય બન્યા બાદ મંત્રીના આ પહેલા ભવ્ય સમૂહ લગ્નના આયોજનથી દંપતીઓના પરિવાર તેમજ આદિવાસી સમાજમાં પણ ખુશીની લહેર જોવા મળી રહી છે. ત્યારે આ સમૂહ લગ્ન ગરીબ આદિવાસી પરિવાર માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે.

આ પણ વાંચો - ગુજરાતમાં શાતિપૂર્ણ માહોલમાં તલાટીની પરીક્ષા સંપન્ન, પેપર લાંબુ હોવાનો ઉમેદવારોનો મત

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

અહેવાલ - ઉદય જાદવ

Tags :
Advertisement

.