Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Merry Christmas 2024: નાતાલની શુભકામનાઓ કરતી વખતે આ ભૂલ ન કરો, થઇ જશે અર્થનો અનર્થ

આ દિવસે ફક્ત 'મેરી' ક્રિસમસ જ કેમ કહેવામાં આવે છે અને 'હેપ્પી' ક્રિસમસ કેમ નહી?
merry christmas 2024  નાતાલની શુભકામનાઓ કરતી વખતે આ ભૂલ ન કરો  થઇ જશે અર્થનો અનર્થ
Advertisement
  • જાણો મેરીનો (Merry) અર્થ શું છે?
  • મેરી ક્રિસમસ કહેવાનું કારણ જાણો
  • ઈંગ્લેન્ડમાં હજી પણ 'હેપ્પી ક્રિસમસ' કહેવાય છે

Merry christmas: આજે 25મી ડિસેમ્બરે વર્ષના અંતે નાતાલનો તહેવાર સમગ્ર વિશ્વમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. નાતાલનો તહેવાર વર્ષના અંતમાં આવે છે, તેથી તેને વર્ષનો સૌથી મોટો છેલ્લો તહેવાર પણ કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ઇસુનો જન્મ થયો હતો. તેથી, ભગવાન ઇસુના જન્મદિવસ પર, સમગ્ર વિશ્વમાં લોકો, ખાસ કરીને ખ્રિસ્તી ધર્મના લોકો નાતાલ (Merry christmas)ની ઉજવણી કરે છે. આ દિવસે લોકો એકબીજાને અભિનંદન આપે છે. સામાન્ય રીતે, આપણે કોઈપણ તહેવારને ખુશ શબ્દો ઉમેરીને અભિનંદન આપીએ છીએ (જેમ કે હેપી ન્યુ યર, હેપ્પી હોળી વગેરે). પરંતુ નાતાલની શુભેચ્છા આપતી વખતે આપણે મેરી ક્રિસમસ કહીએ છીએ. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ દિવસે ફક્ત 'મેરી' ક્રિસમસ જ કેમ કહેવામાં આવે છે અને 'હેપ્પી' ક્રિસમસ કેમ નહી?

Advertisement

મેરીનો (Merry) અર્થ શું છે?

સૌ પ્રથમ, એ જાણવું જરૂરી છે કે મેરીનો અર્થ શું છે અને તેનો ઉપયોગ ફક્ત નાતાલ (Merry christmas)સાથે જ શા માટે થાય છે. ખરેખર, મેરી શબ્દ જર્મન અને જૂના અંગ્રેજીમાંથી બનેલો છે. તેનો અર્થ પણ ખુશી છે.

Advertisement

ચાલો જાણીએ મેરી ક્રિસમસ કહેવાનું કારણ:

ઐતિહાસિક કારણ:

Advertisement

'મેરી' શબ્દ ઈંગ્લેન્ડના બિશપ જોન ફિશર સાથે જોડાયેલો છે. તેમણે હેનરી VIII ના મુખ્ય પ્રધાન થોમસ ક્રોમવેલને 1534 માં એક પત્ર લખ્યો, તેમને "મેરી ક્રિસમસ" (Merry christmas) કહી શુભેચ્છા પાઠવી.

સાંસ્કૃતિક કારણ:

16મી સદીમાં, 1843માં ચાર્લ્સ ડિકન્સની નવલકથામાં ‘વી વિશ યુ અ મેરી ક્રિસમસ’ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જે ત્યારથી સામાન્ય લોકોમાં ખૂબ ફેમસ થઈ ગઈ હતી. તે જ વર્ષથી આ શબ્દ ક્રિસમસ કાર્ડ પર પણ દેખાવા લાગ્યો. ધીરે ધીરે 'મેરી' શબ્દ ક્રિસમસ સાથે એટલો જોડાઈ ગયો કે 'મેરી' નામ સાંભળતા જ ક્રિસમસ મનમાં આવી જાય છે.

ઈંગ્લેન્ડમાં હજી પણ 'હેપ્પી ક્રિસમસ' કહેવાય છે:

તમને જણાવી દઈએ કે હાલ પણ ઈંગ્લેન્ડમાં લોકો 'મેરી'ને બદલે 'હેપ્પી' ક્રિસમસ કહે છે. અમેરિકામાં 'મેરી ક્રિસમસ' (Merry christmas)નો ઉપયોગ વધુ લોકપ્રિય છે. જ્યારે યુનાઇટેડ કિંગડમમાં 'હેપ્પી ક્રિસમસ'નો ઉપયોગ થાય છે. દર વર્ષે ઈંગ્લેન્ડની રાણી એલિઝાબેથ દ્વિતીય લોકોને ક્રિસમસની શુભકામનાઓ આપતી હતી. એવું કહેવાય છે કે રાણીએ 'મેરી' કરતાં 'હેપ્પી' પસંદ કર્યું કારણ કે 'મેરી' શબ્દ ઉત્સાહની લાગણી સાથે સંકળાયેલો છે.

'મૈરી ક્રિસમસ' કે 'મેરી ક્રિસમસ' (Merry christmas):

એક ભૂલ જે લોકો વારંવાર નાતાલ પર કરે છે તે છે 'મૈરી ક્રિસમસ' લખીને શુભેચ્છા પાઠવે છે. જ્યારે 'મેરી ક્રિસમસ' લખવાનું હોય છે. મૈરી (marry) નો અર્થ 'લગ્ન' એટલે લગ્ન કરવા જ્યારે 'મેરી' એટલે આનંદ હોય છે.

આ પણ વાંચો: NON VEG ભોજન વગર પણ મળશે ભરપુર પ્રોટીન... ડાયેટમાં આ વસ્તુ એડ કરો અને રહો હેલ્ધી

Tags :
Advertisement

Related News

featured-img
લાઇફ સ્ટાઇલ

Skincare: ઉનાળામાં ચહેરા પર નિખાર લાવશે આ લેપ, જાણો બનાવવાની રીત

featured-img
લાઇફ સ્ટાઇલ

Health Tips : ડાયાબિટીસ કિડનીને કેવી રીતે નુકસાન પહોંચાડે છે, નિષ્ણાતો પાસેથી જાણો

featured-img
લાઇફ સ્ટાઇલ

AIIMS research : યોગ અને આયુર્વેદથી થઈ શકે છે હાર્ટ એટેક અને સ્ટ્રોકનો ઈલાજ, AIIMSના સંશોધનમાં ખુલાસો

featured-img
લાઇફ સ્ટાઇલ

TIPS : ઉંમર પ્રમાણે આટલી હોવી જોઇએ દોડવાની સ્પીડ, ઓછી હોય તો ખતરો

featured-img
લાઇફ સ્ટાઇલ

Health Tips : પુરતી ઊંઘ ન મળવાથી વધે છે આ રોગોનું જોખમ! ડૉક્ટર પાસેથી જાણો યોગ્ય પદ્ધતિ

featured-img
લાઇફ સ્ટાઇલ

Roasted chickpeas : જો તમે દરરોજ શેકેલા ચણા ખાઓ તો શું થાય છે?

×

Live Tv

Trending News

.

×