Megastar Chiranjeevi ના નામે વધુ એક વિશ્વ રેકોર્ડ, આમિર ખાને કહ્યું કે...
- છેલ્લા 45 વર્ષોથી સતત સિનેમા જગતમાં પોતાનું યોગદાન આપી રહ્યા
- સિનેમા જગતના અનેક દિગ્ગજ કલાકારોએ અભિનંદ પાઠવ્યા
- હું મારા તમામ ચાહક વર્ગનો દિલથી આભાર માનું છું
Megastar Chiranjeevi Guinness World Records : Megastar Chiranjeevi એ પોતાનું નામ Guinness World Record માં નોંધાવ્યું છે. ત્યારે ભારતીય સિનેમાના ઈતિહાસમાં આ તારીખ સુવર્ણ અક્ષરોમાં લખવામાં આવશે. તો 22 સપ્ટેમ્બરના રોજ અભિનેતા ચિરંજીવીને આ સિદ્ધી પ્રાપ્ત થઈ છે. અભિનેતા ચિરંજીવીએ તેમના સિનેમા જગતની અંદર 45 વર્ષોની અંદર 156 ફિલ્મો અને 537 ગીતમાં 24000 ડાંસ મૂવ્સ કર્યા છે. આ કાર્ય હેઠળ અભિનેતાને Guinness World Record માં નામ સામેલ કરવામાં આવ્યું છે.
છેલ્લા 45 વર્ષોથી સતત સિનેમા જગતમાં પોતાનું યોગદાન આપી રહ્યા
Actor Chiranjeevi માં આજની તારીખ 22 સપ્ટેમ્બર ખુબ જ મહત્વપૂર્ણ છે કે, કારણ કે... 22 સપ્ટેમ્બર 1978 ના રોજ Actor Chiranjeevi ને સિનેમા જગતમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તો Actor Chiranjeevi છેલ્લા 45 વર્ષોથી સતત સિનેમા જગતમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે. Actor Chiranjeevi એ પોતાના અભિનયના માધ્યમથી અત્યાર સુધીમાં કુલ 156 ફિલ્મોમાં કામ કર્યું છે. તે ઉપરાંત તેમની ફિલ્મોના નામે સિનેમાઘરોમાં અને બોક્સ ઓફિસ ઉપર પણ અનેક રેકોર્ડ સામેલ છે. બીજી તરફ આજરોજ તેમનું નામ Guinness World Record માં સામેલ કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો: Famous Youtuber બન્યો પિતા, શેર કરી પોતાના દીકરાની તસવીરો, જુઓ...
The Guinness World Records has recognised #MegastarChiranjeevi Konidela as the Most Prolific Film Star in Indian Film Industry, Actor / Dancer.
Megastar #Chiranjeevi has performed 24000 dance moves in 537 songs in his 156 films in a span of 45 years. #GuinnessRecordForMEGASTAR pic.twitter.com/xJ67jveAdw
— Filmy Focus (@FilmyFocus) September 22, 2024
સિનેમા જગતના અનેક દિગ્ગજ કલાકારોએ અભિનંદ પાઠવ્યા
Actor Chiranjeevi ભારતીય સિનેમા જગતના અનેક દિગ્ગજ કલાકારોએ અભિનંદ પાઠવ્યા છે. ત્યારે તાજેતરમાં આમિર ખાને Actor Chiranjeevi ને આ સિદ્ધી હાંસલ કરવા બદલ અભિનંદન પાઠવ્યા છે. જોકે આમિર ખાન પણ ત્યારે હાજર હતાં, જ્યારે Actor Chiranjeevi ને આ અંગે પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. ત્યારે તેમણે પોતાના ભાષણમાં જણાવ્યું હતું કે, અહીંયા આવવું મારા માટે ખુશી અને સન્માન સમાન છે. હું Actor Chiranjeevi ના પ્રશંસકોને જોઈને ખુશ છું અને તેમાનો હું પણ તેમનો એક ચાહક છું. હું તેમને મારા મોટા ભાઈ તરીકે માનું છું.
હું મારા તમામ ચાહક વર્ગનો દિલથી આભાર માનું છું
Actor Chiranjeevi એ પોતાના અનોખા અને ખાસ ડાંસ મૂવ્સ માટે જાણીતા છે. તેમના દરેક ગીતમાં અલગ પ્રકારના ડાંસ મૂવ્સ હોય છે. અને દરેક ડાંસ મૂવ્સ તમારું દિવ જીતી લે છે. તે ઉપરાંત તે પણ ડાંસ મૂવ્સ ઈન્જોય કરતા જોવા મળે છે. ત્યારે તેમને અને તેમના ડાંસ મૂવ્સ ઉપરથી આપણી નજર ક્યારે પણ હટતી નથી. ત્યારે આ કાર્યક્રમમાં Actor Chiranjeevi એ પણ જણાવ્યું હતું કે, તેમણે ક્યારેય પણ વિચાર્યું ન હતું કે, આ સ્તરે તેમને સિનેમા જગતમાં અને વિશ્વભારમાં નામના મળશે. હું મારા તમામ ચાહક વર્ગનો દિલથી આભાર માનું છું.
આ પણ વાંચો: Bold actress પાર્ટીમાં ડાન્સ કરતા સમયે થઈ Oops Moment નો શિકાર