Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અમરેલીના ધારીમાં મેગા ડિમોલીશન,2 JCB સાથે 100 શ્રમિક કામે લાગ્યા

  અમરેલીના ધારીમાં મેગા ડીમોલિશન માર્ગ પરના 700 દબાણ હટાવવા કામગીરી 2 JCB સાથે 100 શ્રમિક કામે લાગ્યા 2 DySP, 3 PI અને 21 PSI બંદોબસ્તમાં 400 પોલીસકર્મીઓ બંદોબસ્તમાં જોડાયા કેટલાક દબાણ સ્વૈચ્છિક રીતે દૂર કરાયા   અમરેલી જિલ્લાના ધારીમાં...

Advertisement

  • અમરેલીના ધારીમાં મેગા ડીમોલિશન
  • માર્ગ પરના 700 દબાણ હટાવવા કામગીરી
  • 2 JCB સાથે 100 શ્રમિક કામે લાગ્યા
  • 2 DySP, 3 PI અને 21 PSI બંદોબસ્તમાં
  • 400 પોલીસકર્મીઓ બંદોબસ્તમાં જોડાયા
  • કેટલાક દબાણ સ્વૈચ્છિક રીતે દૂર કરાયા

અમરેલી જિલ્લાના ધારીમાં મેગા ડિમોલિશનની પૂર્વ સાંજના સમયે પોલીસની ફલેગ માર્ચ આયોજિત કરવામાં આવી હતી. આવતીકાલે ધારીમાં મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવશે. જેમાં 2 ડીવાયએસપી, 3 પીઆઈ, 21 પીએસઆઇ તેમજ 400 હથિયારધારી પોલીસ નો કાફલો તૈનાત રહેશે.ડીવાયએસપી હરેશ વોરા ની આગેવાનીમાં પોલીસની ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી.

Advertisement

ડિમોલીશન કામગીરીમાં 8 જેસીબી, 10 ટ્રેકટર અને 50 મજુરો જોડાશે
નોંધનીય છે કે આવતીકાલે ધારીમાં સરકારી વિભાગની જમીન ઉપર થયેલા 700 જેટલા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવશે. આ ડિમોલિશનમાં નડતર રૂપ વૃક્ષોની ડાળીઓ વન વિભાગે કાપવાની શરૂઆત કરી હતી. વહીવટી તંત્રની કાર્યવાહીમાં કોઈ અડચણ ન આવે તે માટે પોલીસનો મોટો કાફલો અને વરિષ્ઠ અધિકારીઓ પણ તૈનાત રહેશે

Advertisement

માર્ચ માસમાં દ્વારકામાં કરવામાં આવી હતી મેગા ડિમોલિશનની સફળ કામગીરી
દ્વારકા જિલ્લામાં માર્ચ માસમાં મેગા ડિમોલિશનની કામગીરી પૂર્ણ કરવામાં આવ હતી. દ્વારકાના હર્ષદ, નાવદ્રા અને ભોગાતમાં દબાણો દુર કરવામાં આવ્યા હતો. જો વિગતે વાત કરીએ તો કુલ 100 જેટલા રહેણાંક દબાણો,30 કોર્મશિયલ અને બે ધાર્મિક સ્થળોને તોડી પાડવામાં આવ્યા હતા અને આ દબાણો દુર કરીને 66 હજાર સ્કવેર જગ્યા ખાલી કરવામાં આવી હતી. અંદાજિત 26.43 લાખ કિંતની જગ્યાનુ દબાણ દુર કરવામાં આવ્યું હતું. દ્વારકાના દરિયાઇ પટ્ટા વિસ્તારમાં કુલ સાત દિવસ સુધી ડિમોલિશનની કામગીરી ચાલી હતી.

દરિયાકાંઠા પર સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે દબાણ કરવામાં આવેલા દબાણને દુર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી અને આ માટે અગાઉથી નોટીસ આપવામાં આવી હતી. જે બાદ તંત્ર દ્રારા વિસ્તારમાં દબાણ દુર કરવાનુ હોવાથી ખાલી કરવા માટે અપીલ કરવામાં આવી હતી. જેથી લોકોએ સ્વૈચ્છિક રીતે જગ્યા ખાલી કરી છે. તારીખ 11 માર્ચથી મેગા ડિમોલિશનની કામગીરી શરૂ કરવામાં આવી હતી.

ધારીમાં થનારા મેગા ડિમોલિશનની મુખ્ય વિગતો
સવારે 9 કલાકેથી મેગા ડિમોલિશન કાર્યવાહી કરવામાં આવશે
સરકારની વિવિધ જમીનો પરના ૭૦૦ ગેરકાયદે દબાણ હટાવાશે
8 જેસીબી, 10 ટ્રેકટર, 50 મજુરો મેગા ડિમોલિશનમાં જોડાશે
2 ડીવાયએસપી, 3 પીઆઈ, 21 પીએસઆઇ તેમજ 400 હથિયારધારી પોલીસ નો કાફલો તૈનાત રહેશે

આપણ  વાંચો- રાજકોટમાં વધુ એક યુવકનું હાર્ટ એટેકથી મોત,બાથરૂમમાં પડી જતા ખસેડાયો હતો હોસ્પિટલ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.