Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Dhari Forest Department: વન વિભાગે વન્યપ્રાણીઓ માટે કાળઝાળ ગરમીમાં ખાસ વ્યવસ્થા કરી

Dhari Forest Department: ધારીનો ગીર વિસ્તાર એટલે સિંહો (Lions) નો ગઢ કહેવાય છે. ધારીમાં વિવિધ વન્યપ્રાણી (Animals) ઓ માટે મુખ્ય વસવાટ વિસ્તાર તરીકે ગણાય છે. આ વિસ્તારમાં રાજ્યક્ષેત્રે સિંહો (Lions) નું પ્રમાણ સૌથી વધુ છે. ત્યારે ધારી વનતંત્ર દ્વારા કાળઝાળ...
dhari forest department  વન વિભાગે વન્યપ્રાણીઓ માટે કાળઝાળ ગરમીમાં ખાસ વ્યવસ્થા કરી

Dhari Forest Department: ધારીનો ગીર વિસ્તાર એટલે સિંહો (Lions) નો ગઢ કહેવાય છે. ધારીમાં વિવિધ વન્યપ્રાણી (Animals) ઓ માટે મુખ્ય વસવાટ વિસ્તાર તરીકે ગણાય છે. આ વિસ્તારમાં રાજ્યક્ષેત્રે સિંહો (Lions) નું પ્રમાણ સૌથી વધુ છે. ત્યારે ધારી વનતંત્ર દ્વારા કાળઝાળ ગરમીમાં વન્યપ્રાણી (Animals)  ઓ માટે ખાસ વ્યવસ્થામાં કરવામાં આવી છે.

Advertisement

  • ધારી વન વિભાગે વન્યપ્રાણીઓ માટે સુંદર કામગીરી કરી
  • વન વિભાગએ વન્યપ્રાણીઓની ગણતરી કરી
  • વન્યપ્રાણી માટે પાણીથી પલાળેવા કોથળા મૂકાયા

Dhari Forest Department

ધારી તાલુકો આમ પણ ગીરનો દરવાજો કહેવાય છે. તો વન વિભાગ (Forest Department) ની પ્રમુખ કચેરી પણ અહી આવેલી છે. તેમજ અલગ અલગ 8 જેટલી તેમની રેન્જ પણ આવેલી છે. જે મુજબ દરેક રેન્જમાં RFO ના માર્ગદર્શન હેઠળ વન વિભાગ (Forest Department) ની કામગીરી થતી હોય છે. હાલ કાળઝાળ ઉનાળાની સિઝનમાં વન વિભાગ (Forest Department) દ્વારા સિંહો (Lions) સાથે વન્યપ્રાણીઓ (Animals) ને 247 જેટલા પાણીના પોઇન્ટ ઊભા કરવામાં આવ્યા છે.

Advertisement

વન વિભાગએ વન્યપ્રાણીઓની ગણતરી કરી

જેમાં પવનચક્કી, ટેન્કર, રકાબી આકારમાં બનાવેલ પોઇન્ટમાં પાણી ભરવું, તેમજ પાણીની કુંડીના સ્ત્રોતો આવેલા છે. જેનાથી સિંહો (Lions) કે વન્યપ્રાણી (Forest Department) ઓને પીવાના પાણી માટે ભટકવું ના પડે, તેવી સુંદર વ્યવસ્થા ધારી વનતંત્ર દ્વારા કરવામાં આવી છે. જોકે હાલમાં વન વિભાગ (Forest Department) એ વન્યપ્રાણી (Animals) ઓની ગણતરી કરી હતી. ત્યારે સિંહોની સંખ્યામાં વધારો નોંધાયો હતો.

Dhari Forest Department

Advertisement

વન્યપ્રાણી માટે પાણીથી પલાળેવા કોથળા મૂકાયા

ધારીના ગીર વિસ્તારમાં 645 થી પણ વધારે એશિયાન્ટીક સિંહ (Animals) જંગલમાં અને બૃહદ વિસ્તારોમાં વસવાટ કરે છે. તેની સાથે દીપડા તેમજ તૃણાહારી પશુ તરીકે જાણીતા ચિંકારા નીલગાય અને અલગ અલગ પશુ-પ્રાણીઓ જંગલમાં વસવાટ કરી રહ્યા છે. ત્યારે વન્યપ્રાણી (Animals) ને પીવાના પાણીને લઈને કોઈ સમસ્યા ઉત્પન્ન ન થાય, તે માટે ફેબ્રુઆરીથી લઈને જૂન સુધી વન વિભાગ દ્વારા વન્યપ્રાણી (Animals)  માટે પાણીની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. તે ઉપરાંત ઉનાળાની કાળઝાળ ગરમીથી વન્યપ્રાણીઓને રાહત મળે અને ઠંડક મળે તેવા હેતુથી પાણીના પોઇન્ટની બાજુમા પલાળીને કોથળાઓ રાખવામાં આવ્યા છે. જેથી વન્યપ્રાણી ત્યાં આરામ કરી શકે છે.

આ પણ વાંચો: Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાનાં સમર્થનમાં મુસ્લિમ સમાજ! આ રીતે કર્યું ભવ્ય સ્વાગત

આ પણ વાંચો: VADODARA : ફી રેગ્યુલેશન એક્ટને “શ્રદ્ધાંજલિ”, શાળા સંચાલકોની મનમાની સામે રોષ

આ પણ વાંચો: Complain : ગુજરાત વિધાનસભા અધ્યક્ષ સામે આચારસંહિતા ભંગની કોંગ્રેસે કરી ફરિયાદ

Tags :
Advertisement

.