ધીરેન્દ્ર શાસ્ત્રી સાથે લગ્ન કરવા MBBS વિદ્યાર્થીનીની ગંગોત્રીથી પદયાત્રા
યુવા સંત બાગેશ્વર ધામ સરકાર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી દેશને હિંદુ રાષ્ટ્ર બનાવવા માટે અવાજ ઉઠાવી રહ્યા છે. બીજી તરફ બાબા પ્રત્યે શ્રદ્ધા ધરાવનારા લોકોની સંખ્યા પણ વધી રહી છે. હવે એમબીબીએસની વિદ્યાર્થીની શિવરંજની તિવારીએ બાગેશર ધામ સરકારના પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ...
યુવા સંત બાગેશ્વર ધામ સરકાર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી દેશને હિંદુ રાષ્ટ્ર બનાવવા માટે અવાજ ઉઠાવી રહ્યા છે. બીજી તરફ બાબા પ્રત્યે શ્રદ્ધા ધરાવનારા લોકોની સંખ્યા પણ વધી રહી છે. હવે એમબીબીએસની વિદ્યાર્થીની શિવરંજની તિવારીએ બાગેશર ધામ સરકારના પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી સાથે લગ્નની ઈચ્છા સાથે પદયાત્રા કાઢી હતી. શિવરંજની દ્વારા શ્રી ગંગોત્રી ધામથી શ્રી બાગેશ્વર ધામ સુધીની પદયાત્રાનો પ્રારંભ માથા પર ગંગાજળનો કલશ લઈને કરવામાં આવ્યો છે.
શિવરંજની તિવારી ચિત્રકૂટના સંતોષી અખાડામાં પહોંચી
શનિવારે, શિવરંજની તિવારી ચિત્રકૂટના સંતોષી અખાડામાં પહોંચી, જ્યાં તેણે ચિત્રકૂટના સંતોની સામે ભજન ગાતી વખતે પોતાની ઈચ્છાઓ પૂરી કરવા માટે આશીર્વાદ મેળવ્યા. શિવરંજની તિવારીએ જણાવ્યું કે તે માથે ગંગા જળનો કલશ લઈને પદયાત્રા કરી રહી છે.
ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી સાથે લગ્નની ઈચ્છા સાથે આ પદયાત્રા શરૂ કરી
બીજી તરફ લોકોએ જણાવ્યું કે, બાગેશ્વર ધામ સરકારે પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી સાથે લગ્નની ઈચ્છા સાથે આ પદયાત્રા શરૂ કરી છે. આ અંગે વારંવાર પૂછવામાં આવ્યા બાદ શિવરંજની તિવારીએ એટલું જ કહ્યું કે દરેકે આગામી 16મી તારીખની રાહ જોવી જોઈએ. પરંતુ તેના શબ્દો પરથી સ્પષ્ટપણે અનુમાન લગાવી શકાય છે કે તે લગ્નની ઈચ્છાથી જ પદયાત્રા કરી રહી છે. તે પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીજીને પ્રાણનાથ કહે છે.
16 તારીખે થશે ખુલાસો
શિવરંજની મધ્યપ્રદેશના સિવનીની રહેવાસી છે અને જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સ્વરુપાનંદ સરસ્વતિના પરિવાર સાથે સંબંધ ધરાવે છે. તેણે સંગીતનું શિક્ષણ પણ લીધું છે. શિવરંજનીએ કહ્યું કે 16મીએ માત્ર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીજી જ તેમના મનની વાત કહેશે. તેની સાથે તેના પિતા અને ભાઇ સહિતના પરિવારના સભ્યો પણ જોડાયા છે.
ધીરેન્દ્ર શાસ્ત્રી કોઇ ખુલાસો કરતા નથી
અવાર નવાર ધીરેન્દ્ર શાસ્ત્રીના લગ્નના સમાચારો બહાર આવે છે પણ ધીરેન્દ્ર શાસ્ત્રી માત્ર એમ જ કહે છે કે તેઓ લગ્ન કરશે પણ ક્યારે કરશે તેનો ખુલાસો કરતાં નથી. પોતાને જે જવાબદારી મળશે તેનું તે નિર્વહન કરશે તેમ તેઓ જણાવે છે
Advertisement