Mayabhai Ahir in Australia : માયાભાઈ આહીર ઓસ્ટ્રેલિયાની સંસદનાં સ્પીકર બન્યા ?
- લોકસાહિત્ય કલાકાર માયાભાઈનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ (Mayabhai Ahir in Australia)
- એડિલેડમાં કર્યો લોક ડાયરાનો કાર્યક્રમ, સંસદમાં પડાવ્યા ફોટા
- 25 એ કેનબેરામાં જ્યારે 26 મી ઓક્ટોબરે સિડનીમાં કાર્યક્રમ
ગુજરાતનાં જાણીતા લોકસાહિત્ય કલાકાર માયાભાઈ આહીર હાલ ઓસ્ટ્રેલિયાનાં પ્રવાસે (Mayabhai Ahir in Australia) છે. અહીં, તેઓ અલગ-અલગ સિટીમાં લોક ડાયરાનો કાર્યક્રમ કરી રહ્યા છે. દરમિયાન, તેમણે પોતાનાં સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો શેર કરી છે જે તેમના ચાહકોમાં ચર્ચાનો વિષય બની છે.
આ પણ વાંચો - Vikasit Bharat @2047-આદિજાતિ વિકાસ વિભાગની ત્રિ-દિવસીય ચિંતન શિબિર
View this post on Instagram
એડિલેડમાં લોક ડાયરા કાર્યક્રમની તસવીરો શેર કરી
જણાવી દઈએ કે, લોકસાહિત્ય કલાકાર માયાભાઈ આહીરે (Mayabhai Ahir) તેમના ઇન્ટાગ્રામ એકાઉન્ટ પર ઓસ્ટ્રેલિયાનાં એડિલેડમાં (Adelaide) યોજાયેલ લોક ડાયરા કાર્યક્રમની કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં સ્ટેજ સહિત એડિલેટ સંસદની મુલાકાતની તસવીરો સામેલ છે. આ તસવીરોમાં માયાભાઈ આહીર સાઉથ ઓસ્ટ્રેલિયાની એડિલેટ સંસદમાં (Adelaide Parliament) સ્પીકરની ખુરશી પર બેઠા જોવા મળે છે.
આ પણ વાંચો - Bharuch : હોસ્પિટલની બિલ્ડિંગમાં ચાલે છે 'School' ? Gujarat First નાં અહેવાલની ધારદાર અસર
25મીએ કેનબેરામાં, 26મીએ સિડનીમાં કાર્યક્રમ
જો કે, આ તસવીરો જોઈને માયાભાઈના ફેન્સ વચ્ચે અનેક ચર્ચાઓ થઈ રહી છે. કેટલાક યુઝર્સે સવાલ કર્યો કે શું માયાભાઈ આહીર ઓસ્ટ્રેલિયાની સંસદનાં સ્પીકર બન્યા ? માયાભાઈની તસવીરોને (Mayabhai Ahir in Australia) ચાહકો ખૂબ પસંદ કરી રહ્યા છે. જણાવી દઈએ કે, 18 ઓક્ટોબરનાં રોજ માયાભાઈ અહીરે એડિલેડમાં લોકોને લોકડાયરાની મોજ કરાવી હતી. ત્યારે આવતીકાલે એટલે કે 25 ઓક્ટોબરનાં રોજ કેનબેરામાં (Canberra) જ્યારે 26 ઓક્ટોબરનાં રોજ સિડનીમાં (Sydney) લોક ડાયરાનો કાર્યક્રમ કરશે.
આ પણ વાંચો - Surat : ઓરિસ્સાથી સુરત ટ્રેન મારફતે ગાંજો લાવતા, એક પાયલોટિંગ કરતો, 2 દંપતી ખેપ મારતા !