Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Mass Marriage Program: ધારાસભ્ય કેતન ઈનામદારે સતત 9 માં વર્ષે સર્વ જ્ઞાતિય સમૂહ મહોત્સવનું કર્યું આયોજન

Mass Marriage Program: ફરી એકવાર વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં સર્વ જ્ઞાતિય સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન કરવામાં આવશે. ત્યારે આ મહોત્સવનું આયોજન અને કમાન દરેક વર્ષની જેમ સાવલી તાલુકાના ધારાસભ્ય કેતન ઈનામદાર સંભાળશે. જોકે છેલ્લા 8 વર્ષથી સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદાર...
mass marriage program  ધારાસભ્ય કેતન ઈનામદારે સતત 9 માં વર્ષે સર્વ જ્ઞાતિય સમૂહ મહોત્સવનું કર્યું આયોજન

Mass Marriage Program: ફરી એકવાર વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં સર્વ જ્ઞાતિય સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન કરવામાં આવશે. ત્યારે આ મહોત્સવનું આયોજન અને કમાન દરેક વર્ષની જેમ સાવલી તાલુકાના ધારાસભ્ય કેતન ઈનામદાર સંભાળશે. જોકે છેલ્લા 8 વર્ષથી સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદાર સર્વ જ્ઞાતિય સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન કરતા હોય છે.

Advertisement

  • સાવલીમાં સર્વ જ્ઞાતિય સમૂહ લગ્નનું આયોજન
  • આ વર્ષે સમૂહ લગ્નમાં કુલ 711 જોડાઓ લગ્ન કરશે
  • દર વર્ષે 4 એપ્રિલે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે

Mass Marriage Program

ત્યારે આ વર્ષે પણ 9 મી વખત સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારની આગેવાની હેઠળ સવાલી તાલુકામાં સર્વ જ્ઞાતિય સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જોકે આ મહોત્સવનું આયોજન ધારાસભ્ય કેતન ઈનામદારના પિતા મહેન્દ્રભાઈ ઈનામદારના જન્મદિવસ નિમિત્તે કરવામાં આવે છે. જોકે આ મહોત્સવ અંતર્ગત અને સવાલી તાલુકા ધારાસભ્યની આગેવાની હેઠળ 8 વર્ષની અંદર કુલ 4000 જોડાઓના લગ્ન કરાવ્યા છે.

Advertisement

આ વર્ષે સમૂહ લગ્નમાં કુલ 711 જોડાઓ લગ્ન કરશે

તો આ વર્ષે કુલ 711 જેટલા જોડાઓના લગ્નજીવનનો પ્રારંભ આ મહોત્સવ થકી થશે. તેમજ આ સમૂહ લગ્ન મહોત્સવમાં આસપાસના જિલ્લાઓ અને તાલુકામાંથી જોડાઓ ભાગરૂપ થતા હોય છે. તે ઉપરાંત આ સમૂહ લગ્નમાં સામાજિક સેવા આપતા કાર્યકારો અને આગેવાનો પણ જોડાય છે. જે ધારાસભ્ય કેતન ઈનામદાર સાથે મળી સમૂગ લગ્ન મહોત્સવમાં સામાજિક સેવા આપતા હોય છે.

Mass Marriage Program

Advertisement

દર વર્ષે 4 એપ્રિલે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે

જોકે ધારાસભ્ય કેતન ઈનામદાર દ્વારા વર્ષ 2021 થી 4 એપ્રિલના રોજ આ સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. તો તેમની સાથે દર વર્ષે સામાજિક સેવામાં કાર્યરત સ્વંય સેવકો એક મહિના પહેલા જ આ સમૂહ લગ્નની તૈયારીઓ શરૂ કરી દે છે. આ સમૂહ લગ્નમાં મોટા પ્રમાણમાં જિલ્લાના યુવાનો સેવા આપતા જોવા મળે છે. આ સમૂહ લગ્નમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે. તેની સાથે હર્ષો-ઉલ્લાસ સાથે આ મહયજ્ઞનું સમાપન થતું હોય છે.

આ પણ વાંચો: Bharuch Lok Sabha : 1989થી ભરુચ બેઠક પર ભાજપનો દબદબો

આ પણ વાંચો: CHHOTA UDEPUR : પંચાયતની 45 વર્ષ જૂની ઇમારત હવે અધ્યતન સુવિધાઓ સભર 3 કરોડના ખર્ચે નિર્માણ પામશે

આ પણ વાંચો: ઊંટડીના દૂધના પ્રયોગ દ્વારા મનો દિવ્યાંગના બાળકોને સમાજમાં પુનઃસ્થાપિત કરવા સરહદ ડેરી દ્વારા પ્રયાસ

Tags :
Advertisement

.