મંગળ પર હતો ઉંડો સમુદ્ર, પૃથ્વી જેવો હતો મંગળનો રંગ, નવા સંશોધનો આવ્યા સામે
મંગળ આપણા સૌરમંડળનો એક એવો ગ્રહ છે જેણે વૈજ્ઞાનિકોને હંમેશા પોતાની તરફ આકર્ષિત કર્યા છે. વૈજ્ઞાનિકો શોધી રહ્યા છે કે આ ગ્રહ પર ક્યારેય જીવન હતું કે નહીં. હવે વૈજ્ઞાનિકો આ શોધમાં એક ડગલું નજીક પહોંચી ગયા છે. નવી શોધ મુજબ મંગળ પહેલા પૃથ્વી જેવો વાદળી હતો અને પાણીથી ભરેલો હતો. યુનિવર્સિટી ઓફ કોપનહેગનના અભ્યાસમાં વાત આવી સામે યુનિવર્સિટી ઓફ કોપનહેગનના અભ્યાસમાં આ વાત સામે આવી છે. મàª
Advertisement
મંગળ આપણા સૌરમંડળનો એક એવો ગ્રહ છે જેણે વૈજ્ઞાનિકોને હંમેશા પોતાની તરફ આકર્ષિત કર્યા છે. વૈજ્ઞાનિકો શોધી રહ્યા છે કે આ ગ્રહ પર ક્યારેય જીવન હતું કે નહીં. હવે વૈજ્ઞાનિકો આ શોધમાં એક ડગલું નજીક પહોંચી ગયા છે. નવી શોધ મુજબ મંગળ પહેલા પૃથ્વી જેવો વાદળી હતો અને પાણીથી ભરેલો હતો.
યુનિવર્સિટી ઓફ કોપનહેગનના અભ્યાસમાં વાત આવી સામે
યુનિવર્સિટી ઓફ કોપનહેગનના અભ્યાસમાં આ વાત સામે આવી છે. મંગળ પર કેટલું પાણી હતું એ પ્રશ્નનો સચોટ જવાબ હજુ મળ્યો નથી.પરંતુ અભ્યાસ મુજબ, 4.5 અબજ વર્ષો પહેલા આ ગ્રહ પર 300 મીટર ઊંડા સમુદ્ર સાથે ડૂબી શકે તેટલું પાણી હતું. સેન્ટર ફોર સ્ટાર એન્ડ પ્લેનેટ ફોર્મેશનના પ્રોફેસર માર્ટિન બિઝારો કહે છે,
બર્ફીલા એસ્ટરોઇડ દ્વારા પાણી પહોંચ્યું
આ એવો સમય હતો જ્યારે બરફથી ભરેલા એસ્ટરોઇડ મંગળ પર સતત પડી રહ્યા હતા. આ બધું મંગળના પ્રારંભિક 100 મિલિયન વર્ષોમાં થયું હતું. એક રસપ્રદ બાબત એ છે કે એસ્ટરોઇડમાં જૈવિક અણુઓ પણ હોય છે, જે જીવન માટે જૈવિક રીતે મહત્વપૂર્ણ છે.
પ્રાચીન મહાસાગરો ઓછામાં ઓછા 300 મીટર ઊંડા હતા
આ બર્ફીલા એસ્ટરોઇડ્સ માત્ર લાલ ગ્રહ પર પાણી પહોંચાડતા નથી, પણ એમિનો એસિડ જેવા જૈવિક રીતે મહત્વપૂર્ણ સંયોજનો પણ પહોંચાડે છે. જ્યારે ડીએનએ અને આરએનએ જીવનના કોષો બનાવવા માટે ભેગા થાય છે, ત્યારે એમિનો એસિડ આવશ્યક છે. આ સંશોધન જર્નલ સાયન્સ એડવાન્સિસમાં પ્રકાશિત થયું છે. નવા સંશોધન મુજબ ગ્રહના પ્રાચીન મહાસાગરો ઓછામાં ઓછા 300 મીટર ઊંડા હતા. ઘણી જગ્યાએ તે એક કિલોમીટરની ઊંડાઈએ હશે. માર્ટિન બિઝારોના મતે મંગળની સરખામણીમાં પૃથ્વી પર પાણીનું પ્રમાણ ઘણું ઓછું છે.
અબજો વર્ષ જુની ઉલકાના કારણે સંશોધનો
સૌથી મોટો પ્રશ્ન એ છે કે મંગળ પર પાણી હતું કે કેમ ? તેના પર સંશોધન કેવી રીતે થયું. અબજો વર્ષ જૂની ઉલ્કાના કારણે મંગળ પર પાણી વિશે સંશોધનો થયા છે. આ ઉલ્કા મંગળના પ્રારંભિક પોપડાનો ટુકડો હતો. તે સૂર્યમંડળની રચનાના પ્રારંભિક દિવસો વિશે મહત્વપૂર્ણ માહિતી આપે છે. આ ઉલ્કાપિંડમાં તમામ રહસ્યો છુપાયેલા છે. ઉલ્કા પિંડની અસરને કારણે મંગળની સપાટીનો કેટલોક ભાગ પૃથ્વી પર પહોંચી ગયો હતો. સંશોધકોએ આવા 31 પત્થરોનું વિશ્લેષણ કર્યું છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.