Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

બનાસકાંઠા જિલ્લામાં વિધાનસભાના અધ્યક્ષના હસ્તે મેમોગ્રાફી વાનનો પ્રારંભ કરાયો

અહેવાલ - સચિન શેખલીયા  બનાસ ડેરી પ્રેરિત ગલબાભાઈ નાનજીભાઈ પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત બનાસ મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ મોરિયા,પાલનપુર ખાતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં અને સાંસદ પરબતભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં મેમોગ્રાફી વાનનો લોકાર્પણ સમારોહ યોજાયો હતો. જે...
બનાસકાંઠા જિલ્લામાં વિધાનસભાના અધ્યક્ષના હસ્તે મેમોગ્રાફી વાનનો પ્રારંભ કરાયો
અહેવાલ - સચિન શેખલીયા 
બનાસ ડેરી પ્રેરિત ગલબાભાઈ નાનજીભાઈ પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત બનાસ મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ મોરિયા,પાલનપુર ખાતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં અને સાંસદ પરબતભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં મેમોગ્રાફી વાનનો લોકાર્પણ સમારોહ યોજાયો હતો. જે અંતર્ગત અધ્યએ લીલીઝંડી આપી મેમોગ્રાફી વાન તેમજ પૂર્વ શિક્ષણમંત્રીએ 35 લાખ રૂપિયાના દાન સહાયથી શરૂ કરાયેલ એ.એલ.એસ.(એડવાન્સ લાઈફ સપોર્ટ )વાનનું લોકાર્પણ કર્યું હતું.
Image preview
એક કરોડ રૂપિયાથી વધુના ખર્ચે અદ્યતન મશીનરી સાથે વિકસાવાયેલી મેમોગ્રાફી વાન બનાસકાંઠા જિલ્લાના ગામેગામ ફરશે. મહિલાઓના સ્તન કેન્સર અને ગર્ભાશયના કેન્સરનું સચોટ નિદાન કરી સમયસર સારવાર ઉપલબ્ધ કરાવશે. આ સુવિધાથી લાખો મહિલાઓને સ્તન કેન્સર અને ગર્ભાશય કેન્સરની નિઃશુલ્ક સારવાર ઘર આંગણે મળી શકશે. જિલ્લામાં  મેમોગ્રાફી વાનના લોકાર્પણ થકી મહિલાઓની આરોગ્ય સુખાકારી માટેની એક નવતર પહેલનો સમગ્ર રાજ્યમાં પ્રથમવાર પાલનપુર ખાતેથી પ્રારંભ થયો છે. આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે, આપણા સૌની ચિંતા કરતા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણા અને માર્ગદર્શનથી આપણા જિલ્લામાં સમગ્ર રાજ્યમાં સૌ પ્રથમ એવી મેમોગ્રાફી વાનની સુવિધા ઉપલબ્ધ બની છે.
Image preview
આજે પૂર્ણિમાના દિવસે મા અંબા સમાન શક્તિસ્વરૂપા માતા બહેનો માટે આ વાનનું લોકાર્પણ કરતાં એક અનેરી ખુશી થાય છે, આપણી માતાઓ બહેનો સ્તન કેન્સર કે ગર્ભાશયના કેન્સરની બીમારીમાં પરિવારને જણાવતાં પણ શરમ સંકોચ અનુભવતા હોય છે. જેના લીધે વહેલું નિદાન ન થઈ શકતાં માતા બહેનોએ પોતાનો જીવ ગુમાવવો પડે છે. આ પરિસ્થિતિ ન સર્જાય એ માટે આ મેમોગ્રાફીવાન જિલ્લાના રણવિસ્તાર, આદિવાસી વિસ્તાર અને તમામ ગામડાઓમાં ફરશે અને તેનું સચોટ નિદાન કરશે. આ વાનમાં સ્ટાફ પણ મહિલાઓનો હશે જેથી કેન્સરના નિદાનમાં માતા બહેનો શરમ સંકોચ રાખ્યા વિના પોતાની તકલીફ જણાવી શકશે. જેથી કેન્સરના પહેલા સ્ટેજ સુધીમાં સમયસર સારવાર મળતાં માતા બહેનોને બચાવવાનું કામ થઈ શકશે.
આ વાનની સુવિધાથી આપણે એક પણ મહિલાનો જીવ બચાવી શકીશું તો કરોડો રૂપિયાનું કામ સાર્થક ગણાશે આગામી સમયમાં બનાસ મેડિકલ કોલેજ ખાતે કેન્સર ટ્રીટમેન્ટ સેન્ટર શરૂ કરવાની પણ જાહેરાત કરી હતી. તેમજ હૃદયરોગની સારવાર માટેની અદ્યતન સુવિધાઓ પણ આગામી સમયમાં બનાસવાસીઓને મળી રહે તેવું આયોજન ચાલી રહ્યું હોવાનું કહ્યું હતું.
Advertisement
Tags :
Advertisement

.