Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મમતાની બેઇજ્જતી! 2 કલાક બેસી રહ્યા પણ કોઇ મીટિંગમાં ન આવ્યું

મુખ્યમંત્રી મમતા બેનર્જી કલાકો સુધી બેસી રહ્યા પણ કોઇ ન આવ્યું જુનિયર ડોક્ટર્સ દ્વારા મમતા બેનર્જીની બેઠકનો બહિષ્કાર કરવામાં આવ્યો મમતા બેનર્જીએ કહ્યું જો જનતા ઇચ્છે તો હું રાજીનામું પણ આપવા તૈયાર છું કોલકાતા : મમતા સરકારે ત્રીજી વખત...
મમતાની બેઇજ્જતી  2 કલાક બેસી રહ્યા પણ કોઇ મીટિંગમાં ન આવ્યું
  • મુખ્યમંત્રી મમતા બેનર્જી કલાકો સુધી બેસી રહ્યા પણ કોઇ ન આવ્યું
  • જુનિયર ડોક્ટર્સ દ્વારા મમતા બેનર્જીની બેઠકનો બહિષ્કાર કરવામાં આવ્યો
  • મમતા બેનર્જીએ કહ્યું જો જનતા ઇચ્છે તો હું રાજીનામું પણ આપવા તૈયાર છું

કોલકાતા : મમતા સરકારે ત્રીજી વખત કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલ કાંડની વિરુદ્ધ એક મહિનાથી પ્રદર્શન કરી રહેલા જુનિયર ડોક્ટરોને વાતચીત માટે બોલાવ્યા હતા. જો કે મીટિંગની લાઇવ સ્ટ્રીમિંગ અંગે હડતાળી ડોક્ટર અડગ રહ્યા અને તેના કારણે મીટિંગ થઇ શકી નહોતી. મમતા બેનર્જી આશરે 2 કલાક સુધી ડોક્ટર્સની કોન્ફરન્સ હોલમાં રાહ જોતા રહ્યા અને આખરે તેઓએ ચાલતી પકડી.

Advertisement

આ પણ વાંચો : IC 814 પ્લેન હાઇજેક પર તત્કાલિન CM ફારુક અબ્દુલ્લાએ કેન્દ્ર સરકારના કાન મરોડ્યા

પશ્ચિમ બંગાળ સરકારે જુનિયર ડોક્ટર્સને આમંત્રણ આપ્યું

પશ્ચિમ બંગાળ સરકારે ગુરૂવારે આંદોલન કરી રહેલા ડોક્ટરે આજે સાંજે ફરીથી વાતચીત માટે બોલાવવામાં આવ્યા. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ મમતા સરકારે ત્રીજી વખત કોલકાતાના આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલ કાંડ વિરુદ્ધ એક મહિનાથી પ્રદર્શન કરી રહેલા જુનિયર ડોક્ટર્સને વાતચીત માટે બોલાવ્યા હતા. જો કે મીટિંગનું લાઇવ સ્ટ્રીમિંગ કરવામાં આવે તેવી ડોક્ટર્સની માંગ હતી. આ માંગ મામલે બંન્ને પક્ષો અડી જતા આ મીટિંગ થઇ શકી નહોતી. મુખ્યમંત્રી 2 કલાક સુધી રાહ જોયા બાત ચાલતી પકડી હતી.

Advertisement

આ પણ વાંચો : ચીન મામલે જયશંકરનો ઘટસ્ફોટ: LAC પર ચીન સાથે તેની જ ભાષામાં વાત થશે

મમતા બેનર્જી 2 કલાક રાહ જોઇને બેઠા પણ કોઇ ન આવ્યું

ડોક્ટર્સ સાથે મીટિંગમાં પહોંચેલા મમતા બેનર્જીએ જણાવ્યું કે, અમે ડોક્ટર્સ સાથે બેઠક માટે 2 કલાક સુધી રાહ જોઇ. અમે જોયું કે તેમની તરફથી કોઇ જ પ્રતિક્રિયા આવી નથી. અમે તેમની સાથે વાતચીત માટે મુક્ત મને આગળ આવવા માટે જણાવ્યું. વાતચીત પૂર્ણ થયા બાદ જ સમાધાન થઇ શકે છે. આ અગાઉ એક અન્ય અવસરે પણ મે વાતચીત માટે રાહ જોઇ હતી. કોઇ વાંધો નહીં હું તેમને માફ કરુ છું કારણ કે તેઓ હજી યુવાન છે. અમારી પાસે બેઠકને રેકોર્ડ કરવાની સંપુર્ણ વ્યવસ્થા હતી. પ્રક્રિયાની પારદર્શિતા અને સટીક દસ્તાવેજીકરણ માટે તથા અમે સુપ્રીમ કોર્ટની અનુમતી સાથે રેકોર્ડિંગ શેર કરવા માટે પણ તૈયાર હતા.

Advertisement

આ પણ વાંચો : મહિલાએ 10 પુરૂષો સાથે સંબંધો બાંધ્યા પછી તમામ પર લગાવ્યા બળાત્કારનો આક્ષેપ

લોકોમાં મમતા બેનર્જી સરકાર વિરુદ્ધ ભારે રોષ

સીએમએ કહ્યું કે, જ્યારે મામલો વિચારાધિન હોય ત્યારે આ મામલે બારીક વિષયો પર ચર્ચા કરી શકીએ નહીં. માટે અમારી પાસે કાર્યવાહીને રેકોર્ડ કરવા માટેની સુવિધા હતી. મે વિચાર કર્યો હતો કે, મૃતક પીડિતા અને સીતારામ યેચુરીની યાદમાં એક પ્રસ્તાવ પાસ કરીશું જે આજે અમને છોડીને જતા રહ્યા છે. અમે પણ ન્યાય ઇચ્છીએ છીએ, પરંતુ કેસ હવે અમારી પાસે નથી પરંતુ CBI તપાસ કરી રહી છે. અમે લાઇવ ટેલીકાસ્ત અંગે પણ ખુલ્લા મનથી વિચારીએ છીએ પરંતુ મામલો વિચારાધીન હોવાના કારણે કેટલીક કાયદાકીય વ્યાધાનતા નડે છે.

આ પણ વાંચો : Shimla : 14 વર્ષના વિવાદનો આવશે અંત! હવે મુસ્લિમ પક્ષ પોતે મસ્જિદના ગેરકાયદેસર ભાગને તોડવા તૈયાર

Tags :
Advertisement

.