Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મમતા બેનર્જીનો દાવો, INDIA ગઠબંધન બનાવી શકે છે સરકાર

લોકસભા ચૂંટણી (Lok Sabha Election) માં પશ્ચિમ બંગાળ (West Bengal) માં તૃણમૂલ કોંગ્રેસ (TMC) એ શાનદાર પ્રદર્શન કર્યું છે. તૃણમૂલ કોંગ્રેસ (TMC) એ પશ્ચિમ બંગાળમાં ભાજપ (BJP) ને આવતા રોકી દીધુ છે. હવે તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના વડા મમતા બેનર્જી (Mamata...
મમતા બેનર્જીનો દાવો  india ગઠબંધન બનાવી શકે છે સરકાર

લોકસભા ચૂંટણી (Lok Sabha Election) માં પશ્ચિમ બંગાળ (West Bengal) માં તૃણમૂલ કોંગ્રેસ (TMC) એ શાનદાર પ્રદર્શન કર્યું છે. તૃણમૂલ કોંગ્રેસ (TMC) એ પશ્ચિમ બંગાળમાં ભાજપ (BJP) ને આવતા રોકી દીધુ છે. હવે તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના વડા મમતા બેનર્જી (Mamata Banerjee) એ એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે એક મજબૂત સંકેત આપ્યો છે કે INDIA ગઠબંધન ટૂંક સમયમાં કેન્દ્રમાં સત્તા સંભાળી શકે છે. તેમણે કહ્યું કે કદાચ INDIA ગઠબંધને હાલમાં સરકાર બનાવવાનો દાવો કર્યો નથી, પરંતુ તેનો અર્થ એ નથી કે તે ભવિષ્યમાં પણ દાવો નહીં કરે.

Advertisement

શપથવિધિમાં નહીં જાય મમતા બેનર્જી

તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના વડા મમતા બેનર્જીએ કહ્યું કે, સરકારો "ક્યારેક માત્ર એક દિવસ માટે જ ચાલે છે." તેમનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે નરેન્દ્ર મોદી આવતીકાલે એટલે કે રવિવારે સાંજે સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેવા જઈ રહ્યા છે. આ શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા અંગેના પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે, મને ન તો આમંત્રણ મળ્યું છે અને ન તો હું જઈશ. જણાવી દઇએ કે, મમતા બેનર્જીએ તૃણમૂલ કોંગ્રેસના નવા ચૂંટાયેલા સાંસદો સાથે બેઠક યોજી હતી. આ પ્રસંગે લોકસભામાં પાર્ટીની રણનીતિ પર ચર્ચા કરવામાં આવી હતી. ઉપરાંત, પક્ષના સંસદીય દળના નેતા, લોકસભા અને રાજ્યસભામાં પક્ષના નેતા, ઉપનેતા અને મુખ્ય દંડક પર નિર્ણય લેવામાં આવ્યો હતો. મમતાએ પોતે આ વિશે માહિતી શેર કરી છે. આ સાથે તેમણે ભાજપને સરકાર બનાવવા બદલ અભિનંદન આપવાનો ઈન્કાર કર્યો છે. પાર્ટીના સાંસદો સાથેની બેઠક બાદ મીડિયા સાથે વાત કરતા મમતા બેનર્જીએ કહ્યું કે તેઓ "નબળી અને અસ્થિર" સરકારને સત્તા પરથી હટાવવામાં ખુશ થશે. તેમણે કહ્યું કે ભાજપ "અલોકતાંત્રિક અને ગેરકાયદેસર" રીતે સરકાર બનાવી રહી છે.

મમતા TMC સંસદીય દળના નેતા તરીકે ચૂંટાયા

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે, 'હું અખિલ ભારતીય તૃણમૂલ કોંગ્રેસ (TMC) સંસદીય દળના અધ્યક્ષ, પાર્ટીના સાંસદ સુદીપ બંદોપાધ્યાયને લોકસભામાં પાર્ટીના નેતા, ડૉ. કાકોલી ઘોષ દસ્તીદારને લોકસભામાં ઉપનેતા, કલ્યાણ બેનર્જીને મુખ્ય દંડક તરીકે પસંદ કરવામાં આવ્યા. રાજ્યસભામાં, TMC સાંસદ ડેરેક ઓ'બ્રાયન પાર્ટીના નેતા તરીકે ચૂંટાયા હતા, સાગરિકા ઘોષને ડેપ્યુટી લીડર તરીકે પસંદ કરવામાં આવ્યા હતા અને નદીમુલ હકને મુખ્ય દંડક તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. મમતા બેનર્જીએ કહ્યું, 'હું દિલગીર છું, પરંતુ હું ગેરબંધારણીય, ગેરકાયદેસર પાર્ટીને સરકાર બનાવવા માટે શુભેચ્છા ન આપી શકું. મારી શુભકામનાઓ દેશ માટે રહેશે, હું તમામ સાંસદોને કહીશ કે તેમની પાર્ટીને મજબૂત કરો, અમે તમારી પાર્ટી નહીં તોડીએ પરંતુ તમારી પાર્ટી અંદરથી તૂટી જશે, તમારી પાર્ટીમાં લોકો ખુશ નથી.

Advertisement

મમતાએ પાર્ટીના સાંસદોને અભિનંદન પાઠવ્યા

મમતા બેનર્જીએ શનિવારે તૃણમૂલ કોંગ્રેસના નવા ચૂંટાયેલા સાંસદો અને પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સાથે બેઠક યોજી હતી અને લોકસભામાં પાર્ટીની વ્યૂહરચના અંગે ચર્ચા કરી હતી. તૃણમૂલ કોંગ્રેસના નેતાઓની આ બેઠક સાંજે 4.30 કલાકે શરૂ થઈ હતી. બેઠકની શરૂઆતમાં મમતાએ પાર્ટીના નવા ચૂંટાયેલા સાંસદોને, ખાસ કરીને યુસુફ પઠાણ, રચના બેનર્જી, મિતાલી બાગ, જગદીશ ચંદ્ર બર્મા બસુનિયા સહિત પ્રથમ વખત ચૂંટાયેલા સાંસદોને અભિનંદન પાઠવ્યા હતા.

આ પણ વાંચો - બે વખત જેમણે જીત અપાવી શું હવે તેમને જ છોડશે રાહુલ ગાંધી?

Advertisement

આ પણ વાંચો - સોનિયા ગાંધી કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ તરીકે ચૂંટાયા, વિપક્ષના નેતા તરીકે રાહુલ ગાંધીના નામની ચર્ચા

Tags :
Advertisement

.