Mahashivratri History: જાણો... મહાશિવરાત્રીના દિવસે જુનાગઢમાં અખાડા અને મૃગીકુંડનું ઈતિહાસ
Mahashivratri History: દેશમાં કાલે દેવોના દેવ મહાદેવનો દિવસ ઉજવાશે.... એટલે કે, મહાશિવરાત્રી (Mahashivratri) ની ઉજવણી કરવામાં આવશે. ત્યારે દેશના વિવિધ રાજ્યો, શહેરો અને ગામડાઓમાં હર્ષો-ઉલ્લાસથી મહાદેવની પૂજા-અર્ચના કરવામાં આવશે. કાલે દેશભરમાં લોકોના મુખે હર હર મહાદેવ અને જય હો મહાકાલનો સાદ સંભળાશે.
- મહાશિવરાત્રીના દિવસે મહાદેવ પાતાળ લોકમાંથી બહાર આવ્યા હતા
- મહાશિવરાત્રીના દિવસે અખાડાનું આયોજન
- મૃગીકુંડનું મહત્ત્વ મહાશિવરાત્રીના દિવસે જુનાગઢમાં
ગુજરાત (Gujarat) ના જુનાગઢ (Junagadh) માં મહાશિવરાત્રી (Mahashivratri) નો પાવન પર્વ નાગરિકો દ્વારા ઘામઘૂમથી ઉજવવામાં આવે છે. તો મહાશિવરાત્રી (Mahashivratri) ના મહાપર્વ પર ભાંગનું અને અખાડાનું પણ અનોખું મહત્ત્વ હોય છે. કહેવામાં આવે મહાશિવરાત્રી (Mahashivratri) ના દિવસે મહાદેવ શંકર પાતાળ લોકમાંથી બહાર આવ્યા હતા.
મહાશિવરાત્રીના દિવસે અખાડાનું આયોજન
તો મહાશિવરાત્રી (Mahashivratri) માં વિવિધ પ્રકારના 13 અખાડ યોજાય છે. તે ઉપરાંત તમામ અખાડાનું પોતાનું નિશ્ચિત બંધારણ હોય છે. આ બંધારણનું નિર્માણ ધર્મને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે. આ દરેક અખાડામાં દર 3 વર્ષે અલગ-અલગ પદની વ્ચક્તિ નિયુક્તિ કરવામાં આવે છે. આ સાથે જ તમામ 13 અખાડા મળી એક અધ્યક્ષની નિયુક્તિ કરે છે.
મૃગીકુંડનું મહત્ત્વ મહાશિવરાત્રીના દિવસે જુનાગઢમાં
અખાડામાં શાસ્ત્ર અને શસ્ત્રનું જ્ઞાન આપવામાં આવે છે. સત્ય અને ધર્મની રક્ષા માટે જે પણ વ્યવસ્થાની જરૂર પડે, તે પૂરું પાડવાનું કામ અખાડાનું હોય છે. તે ઉપરાંત હિમાલયમાંથી મહાદેવ શંકર દ્વારા મૃગને ફેંકવામાં આવ્યું હતું. ત્યારે લોકોને ખબર પડી હતી કે, મહાદેવનું હિમાલયમાં સ્થાન છે. તે ઉપરાંત જુનાગઢમાં જ્યા મૃગીકુંડ આવેલું છે. ત્યાં દરેક મહાશિવરાત્રી (Mahashivratri) ના દિવસે સાધું-સંતો દ્વારા મહાદેવ શંકરની શાહી સવારી નીકાળીને અંતે મૃગીકુંડમાં સાધું-સંતો સ્નાન કરે છે. આ મૃગીકુંડને ભારતીય સંસ્ક્રૃતિની પવિત્ર 3 નદી ગંગા, જમુના અને સરસ્વીના પવિત્રતા આપવામાં આવી છે.
આ પણ વાંચો: VADODARA : ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે કરાયું 101 બસોનું લોકાર્પણ