Machchhu dam: 42 વર્ષમાં બાદ રીપેર કરવામાં આવશે મચ્છુ ડેમના દરવાજા, 34 ગામોમાં એલર્ટ જાહેર
Machchhu dam: મોરબી માટે જીવાદોરી સમાન રહેલો મચ્છુ 2 ડેમના દરવાજા રીપેરીંગ કામગીરી ખોલવામાં આવશે તેવી સમાચાર સામે આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, તારીખ 12 મેથી તારીખ 15 મે સુધી મચ્છુ 2 ડેમ ક્રેસ્ટ લેવલ સુધી ખાલી કરવાનું આયોજન કરાયું છે. નોંધનીય છે કે, મચ્છુ-2 ડેમ અને મચ્છુ-3 ડેમની હેઠવાસમા આવતા મોરબી અને માળીયા તાલુકાની હદમાં આવતા આવતા ગામોમાં એલર્ જાહેર કરવામાં આવ્યું છે. અત્યારે મચ્છુ -2 ડેમ ખાલી કરવાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. ઘણા વર્ષોથી ડેમના દરવાજાઓમાં રીપેરીંગ કામગીરી કરવામાં આવી નથી. જેથી તંત્ર દ્વારા રીપેરીંગ કામગીરીના ભાગ રૂપે ડેમ ખાલી કરવાનો નિર્ણય લેવાયો છે.
ડેમ રીપેરીંગ અર્થે આ ડેમને ખાલી કરવાની કાર્યવાહી શરૂ કરી દેવાઈ
તમને જણાવી દઇએ કે, મહાકાય મચ્છુ -2 ડેમ રીપેરીંગ અર્થે આ ડેમને ખાલી કરવાની કાર્યવાહી શરૂ કરી દેવાઈ છે. જેના માટે થઈને મોરબી જિલ્લા કલેકટર દ્વારા શહેરમાં આવેલ કોઝ વે પર પ્રવેશ કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ સાથે તારીખ 12 થી આગામી તારીખ 15 સુધી કોઝ વે પરથી પસાર થવા પાર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. મોરબી અને માળીયા તાલુકાના 34 ગામોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મોરબીનાં મચ્છુ-2 ડેમમાં પાંચ દરવાજા રિપેર કરવાના હોવાથી ડેમનું પાણી નદીમાં છોડવાનો સિંચાઈ વિભાગ તરફથી નિર્ણય કરાયો છે.
42 વર્ષમાં ડેમમાં માત્ર નાનું મોટું રીપેરીંગ કરવામાં આવ્યું છે
મળતી વિગતો પ્રમાણે હાલમાં આ મચ્છુ ડેમમાં કુલ 38 દરવાજા છે, જેમાંથી 18 જુના અને 20 નવા દરવાજા છે. નોંધનીય છે કે, 1981થી અત્યાર સુધીમાં એટલે કે, છેલ્લા 42 વર્ષમાં ડેમમાં માત્ર નાનું મોટું રીપેરીંગ કરવામાં આવ્યું છે પરંતુ દરવાજાનું રીપેરીંગ 42 વર્ષ બાદ પ્રથમ થઈ રહ્યું છે. ઉલ્લેખીય છે કે, ડેમની સુરક્ષાને ધ્યાને રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. આજની વાત કરવામાં આવે તો આજથી બે દિવસ મચ્છુ-2 ડેમના બે દરવાજા બે ફૂટ ખોલીને 1400 ક્યુસેક પ્રવાહથી પાણી છોડવામાં આવ્યું છે.અને મોરબી વાસીઓ ને દૈનિક 100 MLD પાણીની જરૂરિયાત છે ત્યારે નર્મદા બ્રાન્ચ કેનાલ મારફતે મોરબી વાસીઓને પૂરતું પાણી ઉપલબ્ધ કરાવવામાં આવશે અને આ ઉપરાંત ડેમમાં 10 દિવસનો બફર સ્ટોક પણ રાખવામાં આવશે.