Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Lord Shanidev : આજે શનિવાર, ન્યાયના દેવતા શનિદેવને આ રીતે કરો પ્રસન્ન, દરેક મનોકામના થશે પૂર્ણ!

Lord Shanidev : સનાતન (Sanatan) હિંદુ ધર્મમાં ભગવાન શનિદેવની પૂજાનું વિશેષ મહત્ત્વ રહેલું છે. ભગવાન શનિદેવને ન્યાયના દેવતા પણ કહેવામાં આવે છે. શનિવારે ન્યાયનાં દેવની (God of Justice) પૂજા કરવાની પરંપરા છે. કહેવાય છે કે આ દિવસે રવિપુત્રની પૂજા કરવાથી...
lord shanidev   આજે શનિવાર  ન્યાયના દેવતા શનિદેવને આ રીતે કરો પ્રસન્ન  દરેક મનોકામના થશે પૂર્ણ

Lord Shanidev : સનાતન (Sanatan) હિંદુ ધર્મમાં ભગવાન શનિદેવની પૂજાનું વિશેષ મહત્ત્વ રહેલું છે. ભગવાન શનિદેવને ન્યાયના દેવતા પણ કહેવામાં આવે છે. શનિવારે ન્યાયનાં દેવની (God of Justice) પૂજા કરવાની પરંપરા છે. કહેવાય છે કે આ દિવસે રવિપુત્રની પૂજા કરવાથી વ્યક્તિનું ભાગ્ય સુધરે છે. આવી સ્થિતિમાં સવારે વહેલા ઉઠીને પવિત્ર સ્નાન કરી પીપળનાં ઝાડને જળ ચઢાવવું જોઈએ. ત્યારબાદ સાંજે સરસવનાં તેલનો દીવો પ્રગટાવો જોઈએ. એવું માનવામાં આવે છે કે ભગવાનની પૂજા કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે અને તે જીવનનાં તમામ અવરોધો પણ દૂર કરે છે.

Advertisement

આ પણ વાંચો - Nag Panchami 2024: નાગ પંચમીમાં આજે દુર્લભ સંયોગ,જાણો શુભ સમય

શનિદેવને કેવી રીતે પ્રસન્ન કરવા

સૂર્ય પુત્ર શનિદેવને (Lord Shanidev) પ્રસન્ન કરવા માટે શનિવારનાં દિવસે વ્રત રાખવામાં આવે છે. આ દિવસે કાળા વસ્ત્રો પહેરવા, કાળા તલ, અડદની દાળ અને તેલનું દાન કરવાનું મહત્ત્વ છે. શાસ્ત્રો મુજબ, ભગવાન શનિદેવને પીપળ અને શમીનાં છોડ ખૂબ જ પ્રિય હોય છે. આથી, ઘરમાં શમીનો છોડ લગાવવાથી અને પીપળનાં ઝાડ નીચે સરસવનો દીવો પ્રગટાવવાથી શનિદેવ પ્રસન્ન થાય છે, એવી માન્યતા છે.

Advertisement

આ પણ વાંચો - Grah Gochar:500 વર્ષ પછી આ 5 ગ્રહોની ચાલથી સર્જાયો સંયોગ! આ 3 રાશિઓ થશે માલામાલ

Advertisement

શનિદેવ શુભ ફળ પણ આપે છે

માન્યતાઓ મુજબ, શનિદેવ શુભ ફળ પણ આપે છે. જો કોઈ વ્યક્તિ સત્યનાં માર્ગ પર ચાલે છે અને હંમેશા જરૂરિયાતમંદ લોકોની મદદ કરે છે, તો ભગવાન શનિદેવ (Lord Shanidev) ચોક્કસપણે તે વ્યક્તિની સુરક્ષા કરે છે. આ સાથે જે લોકો શનિવારે (Saturday) ગરીબોને દાન કરે છે અને શનિ મંદિરમાં (Shanidev Temple) શનિદેવને તેલ ચઢાવે છે, શનિદેવ તેમની મનોકામના પણ પૂર્ણ કરે છે. દરરોજ શનિ ચાલીસાનો પાઠ કરવાથી શનિદેવ શુભ ફળ આપે છે. શનિને ખુશ રાખવા માટે સારા કાર્યો કરવા જોઈએ.

આ પણ વાંચો - NEW MOON હવે લાવશે આ રાશિના જાતકોમાં ચમત્કારિક પરિવર્તન

Disclaimer: આ લેખમાં દર્શાવેલ ઉપાયો/લાભ/સલાહ અને નિવેદનો માત્ર સામાન્ય માહિતી માટે છે. અમે તેને સમર્થન આપતા નથી. આ લેખમાં સમાવિષ્ટ માહિતી વિવિધ માધ્યમો/જ્યોતિષીઓ/પંચાંગો/ઉપદેશો/માન્યતાઓ/શાસ્ત્રો/દંતકથાઓમાંથી એકત્રિત કરવામાં આવી છે. વાચકોને વિનંતી છે કે તેઓ લેખને અંતિમ સત્ય કે દાવો ન માને અને તેમની વિવેકબુદ્ધિનો ઉપયોગ કરે.

Tags :
Advertisement

.