LEO ની આગળ લાગ્યું " BLOCKBUSTER " નું ટેગ, ફિલ્મની કમાણી પહોંચી 500 કરોડને પાર
સાઉથના સુપરસ્ટાર થાલાપથી વિજયની ફેન ફોલોઈંગ ખૂબ જ વધારે છે. ચાહકોમાં તેમની ફિલ્મોનો જબરદસ્ત ક્રેઝ છે. જ્યારે પણ તેમની કોઈ નવી ફિલ્મ રિલીઝ થાય છે ત્યારે તેને ચાહકો તરફથી ઘણો પ્રેમ મળે છે અને તે ઘણી કમાણી પણ કરે છે. આ દિવસોમાં વિજય તેમની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ LEO માટે ચર્ચામાં છે, જે 19 ઓક્ટોબરે થિયેટરોમાં રિલીઝ થઈ હતી.
વિજયની આ ફિલ્મને પણ લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. લોકો તેની એક્શનથી ભરપૂર સ્ટાઇલને ખૂબ પસંદ કરી રહ્યા છે. આ જ કારણ છે કે ફિલ્મને રિલીઝ થયાને માત્ર 11 દિવસ જ થયા છે અને માત્ર 11 દિવસમાં જ તેણે એક મોટો રેકોર્ડ બનાવી લીધો છે. આ ફિલ્મે વિશ્વભરમાં 500 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો છે.
LEO ની કમાણી 500 કરોડને પાર
#Leo box office collection: #Vijay, #LokeshKanagaraj film mints Rs 500 crore worldwide; is third Tamil film ever to do so https://t.co/4TrI8s9JO1
— DNA (@dna) October 30, 2023
અહેવાલોના અનુસાર 29 ઓક્ટોબરના રોજ, LEO એ વિશ્વભરમાંથી 25 કરોડ રૂપિયાની કમાણી કરી છે, ત્યારબાદ ફિલ્મની વિશ્વવ્યાપી કમાણી ( WORLDWIDE COLLECTION ) 509 કરોડ રૂપિયા થઈ ગઈ છે. 500 કરોડ માંથી 310 કરોડ રૂપિયાનો બિઝનેસ માત્ર ભારતમાં જ થયો છે. તમને જણાવી દઈએ કે, LEO 500 કરોડનો આંકડો પાર કરનારી ચોથી તમિલ ફિલ્મ બની છે. અગાઉ આ યાદીમાં, 2.0 પ્રથમ સ્થાને, PS1 બીજા સ્થાને અને JAILER ત્રીજા સ્થાને છે.
LEO નું નિર્દેશન લોકેશ કનાગરાજે કર્યું છે. આ ફિલ્મમાં વિજય સાથે સાઉથની જાણીતી અભિનેત્રી ત્રિશા કૃષ્ણન જોવા મળી છે. સંજય દત્ત પણ આ ફિલ્મનો એક ભાગ છે. તે ફિલ્મમાં મુખ્ય વિલન તરીકે જોવા મળ્યો છે. તેના પાત્ર અને લુકને લોકોએ ખૂબ પસંદ કર્યો.
આ પણ વાંચો -- ધર્મેન્દ્રના કિસિંગ સીન થી લઈને GADAR 2 ની સફળતા સુધી, દેઓલ ભાઈઓએ KWK પર ખૂલીને કરી ચિટ-ચેટ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે