ઔરંગાબાદમાંથી 3 કંપનીઓમાંથી 500 કરોડનું ડ્રગ્સ જપ્ત
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને ડીઆરઆઇએ સંયુક્ત ઓપરેશન કરીને મહારાષ્ટ્રના ઔરંગાબાદમાંથી 3 કંપનીઓમાંથી 500 કરોડનું ડ્રગ્સ જપ્ત કર્યું છે. છેલ્લા 15 દિવસથી ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઔરંગાબાદમાં ધામા નાખીને બેઠી હતી.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને DRI દ્વારા આ સંયુક્ત ઓપરેશન
મહારાષ્ટ્રથી 500 કરોડનું ડ્રગ્સ ઝડપાયું છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને DRI દ્વારા આ સંયુક્ત ઓપરેશન હાથ ધરાયું હતું. છેલ્લા 15 દિવસથી ક્રાઈમ બ્રાન્ચની ટીમો ઔરંગાબાદ ખાતે ધામા નાખીને બેઠી હતી. ક્રાઇમ બ્રાન્ચ અને ડીઆરઆઇએ ઔરંગાબાદની 3 કંપનીઓમાં દરોડા પાડી 500 કરોડનું ડ્રગ્સ જપ્ત કર્યું હતું. ફેક્ટરીમાંથી 200 કરોડનું ડ્રગ્સ અને 300 કરોડનું ડ્રગ્સ મળીને 500 કરોડનું ડ્રગ્સ જપ્ત કરાયું હતું.
મુખ્ય આરોપી સુરત શહેરનો
મળતી માહિતી મુજબ ડ્રગ કેસમાં મુખ્ય આરોપી સુરત શહેરનો હોવાનું સામે આવ્યું છે. ડ્રગ્સ સાથે 25,000 લિટર જેટલું રો- મટીરીયલ ઝડપી લેવામાં આવ્યું છે. દેશના અલગ અલગ રાજ્યોમાં આ ડ્રગ્સ પૂરું પાડવામાં આવતું હોવાનું બહાર આવ્યું છે.
અમદાવાદ ક્રાઈમ બ્રાંચને મોટી સફળતા
મહારાષ્ટ્રમાંથી 500 કરોડનું ડ્રગ્સ જપ્ત કર્યુ
DRI, અમદાવાદ ક્રાઈમ બ્રાંચનું સંયુક્ત ઓપરેશન
કોકેઈન અને MD ડ્રગ્સ કબ્જે કરાયું#ahmedabad #crimebranch #Maharashtra @GujaratPolice #Cocaine #MDdrugs #seized #Gujaratfirst #BreakingNews pic.twitter.com/VCRMggE97H— Gujarat First (@GujaratFirst) October 22, 2023
ત્રણ આરોપીઓની ધરપકડ
રૂ.500 કરોડના ડ્રગ્સના જથ્થા સાથે ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ ડ્રગ્સ 3 અલગ અલગ ફેકટરીમાંથી પકડવામાં આવ્યું હતું. હાલમાં પૂછપરછના આધારે મહારાષ્ટ્ર પોલીસ અને ગુજરાત પોલીસ સાથે DRI ની તપાસ તેજ બની છે. નવાઇની વાત તો એ છે કે આ 3 ફેક્ટરી કેન્દ્ર સરકારની મોટી એજન્સીઓની જાણ બહારચાલી રહી હતી. 5 દિવસમાં કુલ 800 કરોડનો મુદ્દામાલ તપાસ એજન્સીએ કબજે કર્યો છે. ડ્રગ્સ બનાવવા અંગેનો તમામ મટીરીયલ સાથે મુદ્દામાલ કબજે લેવાયો છે.
આ પણ વાંચો----NADIAD : ‘9 દિવસમાં પણ સેટિંગ ન કરી શક્યા તો ખાલી ગરબા રમ્યા’