Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Kutch Fake TollPass: કચ્છમાં બારોબાર રૂપિયા લઇને વાહન પસાર કરાવવાનું વધુ એક ટોલનાકું કૌભાંડ

Kutch Fake TollPass: ગુજરાતમાં થોડા દિવસો અગાઉ જ વાંકાનેર-મોરબી હાઈવે પર નકલી ટોલનાકાનું કૌભાંડ સામે આવ્યું હતું. ત્યારે હવે રાજ્યમાં વધુ એક નકલી ટોલાનાકાનો પર્દાફાશ થયો છે. વાંકાનેર-મોરબી બાદ કચ્છમાં ટોલનાકા કૌભાંડ આવ્યું સામે નકલી ટોલ પ્લાઝાની રમત રાજકીય નેતાઓના...
kutch fake tollpass  કચ્છમાં બારોબાર રૂપિયા લઇને વાહન પસાર કરાવવાનું વધુ એક ટોલનાકું કૌભાંડ
Advertisement

Kutch Fake TollPass: ગુજરાતમાં થોડા દિવસો અગાઉ જ વાંકાનેર-મોરબી હાઈવે પર નકલી ટોલનાકાનું કૌભાંડ સામે આવ્યું હતું. ત્યારે હવે રાજ્યમાં વધુ એક નકલી ટોલાનાકાનો પર્દાફાશ થયો છે.

  • વાંકાનેર-મોરબી બાદ કચ્છમાં ટોલનાકા કૌભાંડ આવ્યું સામે
  • નકલી ટોલ પ્લાઝાની રમત રાજકીય નેતાઓના ઈશારે ચાલી રહી
  • આ બાબત આજ સુધી કોઈના ધ્યાને કેમ ન આવી?

વાંકાનેર-મોરબી બાદ કચ્છમાં ટોલનાકા કૌભાંડ આવ્યું સામે

Kutch Fake TollPass

Advertisement

કચ્છના ભુજ-નલિયા રોડ પર આવેલા ટોલનાકાની નજીક એક ખાનગી જમીન પર ખાનગી રોડ બનાવી દેવાયો છે. સ્થાનિક લોકોએ આરોપ લગાવ્યો છે કે, આ સમગ્ર નકલી ટોલ પ્લાઝાની રમત રાજકીય નેતાઓના ઈશારે ચાલી રહી છે. ભુજ-નલિયા હાઇવે પરથી દરરોજ મોટી સંખ્યામાં વાહનો પસાર થાય છે.

Advertisement

અહીં કેટલાક લોકો અસલી ટોલ પ્લાઝાથી 200 મીટર દૂર ઉભા રહેતા હતા. જે લોકો ત્યાંથી પસાર થતા વાહનચાલકોને નકલી ટોલ પ્લાઝા પરથી જવા માટે કહેતા હતા. આવી જ રીતે આ સમગ્ર કૌભાંડ ચાલી રહ્યું છે.

આ બાબત આજ સુધી કોઈના ધ્યાને કેમ ન આવી?

Kutch Fake TollPass

લોકોનો આક્ષેપ છે કે વાહનો પસાર કરવા માટે ગેરકાયદેસર રીતે નાણાં વસૂલવામાં આવે છે. જેના કારણે સરકારી તિજોરીને કરોડોનું નુકસાન થઈ રહ્યું છે. નવાઈની વાત એ છે કે આ બાબત આજ સુધી કોઈના ધ્યાને કેમ ન આવી?. જોકે આ મામલે જિલ્લા પ્રશાસન તરફથી તપાસના આદેશ અપાયા છે. વહીવટીતંત્રનું કહેવું છે કે મામલાની તપાસ કરાશે અને જવાબદારો સામે કાર્યવાહી કરાશે.

આ પણ વાંચો: Mehsana Alcohol Seize: SMC એ મહેસાણામાં પોલીસ સ્ટેશનની હદમાંથી દારૂની હેરાફેરી કરતું ટેન્કર પકડી પાડ્યું

Tags :
Advertisement

.

×