Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ahmedabad : આર્થિક સંકડામણના કારણે Kush Patel એ કરી આત્મહત્યા, સ્ટુડન્ટ વિઝા પર ગયો હતો લંડન

અમદાવાદના નરોડા વિસ્તારમાં રહેતા કુશ પટેલ આશરે 9 મહિના પહેલા સ્ટુડન્ટ વિઝા પર લંડન ગયો હતો ત્યાંથી તે નિયમિત પરિવાર સાથે સંપર્કમાં હતો પણ 11મી ઓગસ્ટ બાદ તેનો ફોન આવતો બંધ થઈ ગયો હોવાથી બે દિવસની રાહ જોયા બાદ પરિવારે...
ahmedabad   આર્થિક સંકડામણના કારણે kush patel એ કરી આત્મહત્યા  સ્ટુડન્ટ વિઝા પર ગયો હતો લંડન

અમદાવાદના નરોડા વિસ્તારમાં રહેતા કુશ પટેલ આશરે 9 મહિના પહેલા સ્ટુડન્ટ વિઝા પર લંડન ગયો હતો ત્યાંથી તે નિયમિત પરિવાર સાથે સંપર્કમાં હતો પણ 11મી ઓગસ્ટ બાદ તેનો ફોન આવતો બંધ થઈ ગયો હોવાથી બે દિવસની રાહ જોયા બાદ પરિવારે તેના મિત્રનો સંપર્ક કરી તેની વિગતો મેળવવા પ્રયાસ કર્યો પણ કુશનો કોઈ પત્તો લાગ્યો નહોતો.

Advertisement

લંડન બ્રીજ પાસે મૃતદેહ મળ્યો

કુશનો ક્યાંય પત્તો નહી લાગતા અંગે પોલીસમાં કુશ ગુમ થયાની ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે તપાસ કરતા કુશનું લોકેશન લંડન બ્રીજ પાસે મળ્યું હતું પણ ત્યાં કુશ મળ્યો નહોતો. જે પછી 19મી ઓગસ્ટની રાત્રે લંડન બ્રિજ પાસે પોલીસને એક મૃતદેહ મળી આવ્યો હતો. જેના DNA અને બાયોમેટ્રીકના આધારે તેની ઓળખ થઈ હતી.

આર્થિક સંકડામણના કારણે આપઘાત

કુશના આપઘાત કરવા પાછળનું પ્રાથમિક કારણ આર્થિક સંકડામણ હોવાનું સામે આવ્યું છે. આર્થિક સંકડામણના કારણે તેણે લંડન બ્રીજ પરથી ઝંપલાવીને આપઘતા કરી લેતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ઉલ્લેખનીય છે કે, કુશ પટેલ સ્ટુડન્ટ વિઝા પર બિઝનેસ મેનેજમેન્ટના અભ્યાસ માટે લંડન ગયો હતો. 2-3 મહિનામાં કુશ પટેલના વિઝા પણ પૂર્ણ થવાના હતા. જેથી પરિવારને આ તમામ બાબતે શું જવાબ આપશે તે વાતની ચિંતા હોવાથી તે મોબાઇલ બંધ કરીને ક્યાંય જતો રહ્યો હોવાની શંકા જણાઈ હતી.

Advertisement

આ પણ વાંચો : ગાંધીનગરમાં રસ્તાને રેસિંગ ટ્રેક સમજી યુવકે ચલાવી કાર, પોલીસે કરી અટકાયત

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Advertisement

Tags :
Advertisement

.