બાળકોની સારસંભાળ રાખવા આવેલી મહિલા સાથે બાળકોના પિતાએ...
વર્ષ 2022 માં બંને લગ્નના તાંતણે બંધાયા
બંને વ્યક્તિઓ વચ્ચે આશરે 20 વર્ષનો તફાવત
એકબીજાના પ્રેમમાં આશરે 6 મહિના પછી પડ્યા
krystle kayture viral News: કહેવામાં આવે છે, પ્રેમ આંધળો હોય છે. એ જાતિ, ધર્મ, ઉંચ-નીચ ઉપરાંત અનેક ભેદભાવ અને પક્ષપાતની ઉપર હોય છે. પરંતુ આજના યુગમાં પ્રેમ લિંગ અને ઉંમરની સીમાને પણ ઓળંગી રહ્યો છે. કારણ કે... આપણી સામે અનેક એવા મામલાઓ આવતા હોય છે. જેમાં કોઈ યુવતી-યુવતીએ તો યુવક-યુવકે એકબીજાને પોતાને જીવનસાથી બનાવ્યો હોય. તો બીજી ઉંમરમાં આશ્ચર્યજનક તફાવત હોય, તેમ છતાં લગ્નજીવનની શરૂઆત કરતા હોય છે. ત્યારે આવો જ કિસ્સો સામે આવ્યો છે.
બંને વ્યક્તિઓ વચ્ચે આશરે 20 વર્ષનો તફાવત
View this post on Instagram
આ ઘટના અમેરિકામાંથી સામે આવી છે. તાજેતરમાં અમેરિકાનું એક દંપતી એટલા માટે ચર્ચામાં આવ્યું છે, કારણ કે... બંને વ્યક્તિઓ વચ્ચે આશરે 20 વર્ષનો તફાવત જોવા મળી રહ્યો છે. વાત અહીંયા જ પૂરી નથી. આ કિસ્સામાં મહિલાને તેના માલિક સાથે પ્રેમ થઈ ગયો હતો. તેના કારણે આ સમગ્ર ઘટનાનું નિર્માણ થયું હતું. એક વ્યક્તિએ તેના દીકરાની સારસંભાળ માટે એક મહિલાને કામ પર રાખી હતી. ત્યારે સમયજતા આ મહિલા અને દીકારના પિતા વચ્ચે ગાઢ સંબંધ બંધાવા લાગ્યો હતો. ત્યારે એક સમય એવો આવ્યો હતો કે, મહિલા સાથે દીકરાના પિતાને પણ પ્રેમ થવા લાગ્યો હતો.
આ પણ વાંચો: યુવકે સરાજાહેર મહિલાનો પૂછ્યો ભાવ, પછી થયું એવુ.....
એકબીજાના પ્રેમમાં આશરે 6 મહિના પછી પડ્યા
જોકે આ 18 વર્ષના દીકારાને આ મહિલા તેની સોતેલી માતા તરીકે પસંદ ન હતી. ત્યારે આ મહિલાનું નામ Krystle Kayture છે. જેની ઉંમર 32 વર્ષ છે, જ્યારે Ben Romano ની ઉંમર 52 વર્ષની છે. Krystle Kayture અને Ben Romano એ એકબીજાના પ્રેમમાં આશરે 6 મહિના પછી પડ્યા હતાં. જ્યારે Krystle Kayture એ Ben Romano દીકરાની સારસંભાળ લેવાની નોકરી કરવાની શરૂઆત કરી હતી. જોકે Krystle Kayture નો પણ 3 વર્ષનો એક પુત્ર છે. ત્યારે Ben Romano કુલ 3 બાળકો છે. જે તમામની દેખરેખ માટે Krystle Kayture ને નોકરી પર રાખવામાં આવી હતી.
View this post on Instagram
વર્ષ 2022 માં બંને લગ્નના તાંતણે બંધાયા
વર્ષ 2022 માં Krystle Kayture અને Ben Romano તમામ રીતરિવાજો સાથે સામાજિક ધોરણે લગ્નના તાંતણે બંધાયા હતાં. પરંતુ Ben Romano ના 18 વર્ષના દીકરાને તેની સોતેલી માતા તરીકે Krystle Kayture પસંદ ન હતી. કારણે કે... તેને લાગતું હતું કે, Krystle Kayture એ તેના પિતાની સંપત્તિની લાલચમાં આવીને આ લગ્ન કર્યા છે. તેને લાગે છે કે, તેની માતા પણ અન્ય મહિલાઓની જેમ પૈસા માટે આવી રીતે પુરુષોનો શિકાર કરે છે.
આ પણ વાંચો: ચાલતી કારમાં સનરૂફ ખોલીને 2 KM સુધી Kiss કરી કપલે, જુઓ વીડિયો