Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

‘સંપ્રદાયના બંધારણ પ્રમાણે પગલા લીધા જ છે’ વાયરલ વીડિયો વિવાદમાં Kothari Swami નું નિવેદન

Kothari Swami: સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો વીડિયો વાયરલ થયા બાદ અત્યારે ભારે વિવાદ ચાલી રહ્યો છે, જેને લઈને અત્યારે ઘણી બધી વિગતો સામે આવી છે. વડતાલના લંપટ સ્વામીઓ મુદ્દે મંદિર તરફથી પહેલી પ્રતિક્રિયા સામે આવી છે. વડતાલ સ્વામી નારાયણ મંદિરના સ્વામી...
‘સંપ્રદાયના બંધારણ પ્રમાણે પગલા લીધા જ છે’ વાયરલ વીડિયો વિવાદમાં kothari swami નું નિવેદન

Kothari Swami: સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો વીડિયો વાયરલ થયા બાદ અત્યારે ભારે વિવાદ ચાલી રહ્યો છે, જેને લઈને અત્યારે ઘણી બધી વિગતો સામે આવી છે. વડતાલના લંપટ સ્વામીઓ મુદ્દે મંદિર તરફથી પહેલી પ્રતિક્રિયા સામે આવી છે. વડતાલ સ્વામી નારાયણ મંદિરના સ્વામી (Kothari Swami)નું નિવેદન સામે આવ્યું છે. નોંધનીય છે કે, સ્વામીએ નિવેદન આપતા કહ્યું કે, વીડિયોમાં દેખાતા સંતો સંસ્થાનો ભાગ ન હોવાનું જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, ભગવા સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ વડતાલ સ્વામીનારાયણ મંદિર ગયા હતા અને સ્વામીએ આ અંગે સ્વામી સાથે વાતચીત કરી હતી.

Advertisement

દેવ પ્રકાશ સ્વામી અને સંત વલ્લભ સ્વામી સાથે ચર્ચા

નોંધનીય છે કે, ભગવા સેનાના અધ્યક્ષે દેવ પ્રકાશ સ્વામી અને સંત વલ્લભ સ્વામી સાથે ચર્ચા કરી હતી. સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુનો વીડિયો વારયલ થતા સંપ્રદાય આ અંગે કાર્યવાહી કરી તેવી પણ માંગણી કરી હતી. ભગવા સેનાના અધ્યક્ષ સાથે વાત કરતા સ્વામીએ કહ્યું કે, ‘વીડિયો વિવાદમાં સંતો વિરુદ્ધ બંધારણરૂપ પગલાં ભર્યા છે.’ સંસ્થામાં ચાલતા આંતરિક વિવાદો કારણભૂત હોવાનું સંત સ્વામીનું નિવેદન સામે આવ્યું છે.

બંધારણ પ્રમાણે અમે સંતો સાથે મળીને પગલા લીધા

સ્વામીએ નિવેદન આપતા કહ્યું કે, ‘સ્વામિનારાયણ દ્વારા જે શિક્ષાપત્ર લખવામાં આવ્યું છે, તે પ્રમાણે દરેક સંતો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. અમારા બંધારણ પ્રમાણે અમે સંતો સાથે મળીને પગલા લીધા છે.’ પરંતુ સ્વામીએ એ સ્પષ્ટ નથી કર્યું કે, તે લંપટ સ્વામી સામે કેવી કાર્યવાહી કરવામાં આવી છે. કારણ કે, આ સવાલ કરવામાં આવ્યો ત્યારે આ સ્વામીએ કહ્યું કે, તેના માટે તમારે અમારી શિક્ષાપત્રીનું અધ્યયન કરવું જોઈએ. આખરે અહીં સવાલ એ થાય છે.લંપટ સાધુઓ સામે કેમ સંપ્રદાય ખુલીને વાત નથી કરતો?

Advertisement

લંપટ સંતો સામે કાર્યવાહી થશે તો એક દાખલો બેસશે

નોંધનીય છે કે, લાખો કરોડોની સંખ્યામાં લોકો સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોના વચનોને માને છે, પરંતુ જ્યારે કોઈ સંત આવું લંપટભર્યું કૃત્ય કરે ત્યારે સંપ્રદાયે તેમની સામે નકર કાર્યવાહી કરવી જોઇએ. ઉલ્લેખનીય છે કે, આવા લંપટ સ્વામીઓની કારણે વિશ્વભરમાં સનાતન સંસ્કૃતિ પર સવાલો કરવામાં આવતા હોય છે. જેથી લંપટ સંતો સામે કાર્યવાહી કરવામાં આવશે ત્યારે એક દાખલો બેસવાથી સનાતન સંસ્કૃતિ પર લાગેલા કલંકને ભૂંસી શકાશે.

આ પણ વાંચો: Dwarka : દરિયાકાંઠેથી ચરસનાં 60 બિનવારસી પેકેટ મળ્યાં, અમદાવાદમથી ગાંજા સાથે એકની ધરપકડ

આ પણ વાંચો: Ganesh Gondal Case : ઓળખ પરેડમાં ડમી આરોપી રજૂ કરાયાં! ફરિયાદી પિતાનો ગંભીર આરોપ

આ પણ વાંચો: Junagadh : BJP ધારાસભ્યે મામલતદાર કચેરી સામે તડકામાં બેસીને અધિકારીનો બરોબરનો ક્લાસ લીધો

Advertisement
Tags :
Advertisement

.